Vijay Antony Daughter Suicide : પ્રખ્યાત તમિલ અભિનેતા વિજય એન્ટોનીની પુત્રીએ કરી આત્મહત્યા, આ છે કારણ?

Vijay Antony Daughter Suicide : તમિલ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટનીની 16 વર્ષની દીકરી મીરાનું દુ:ખદ નિધન થયું છે. મીરાએ આજે 19 સપ્ટેમ્બર મંગળવારે સવારે ચેન્નાઈમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે.

Vijay Antony Daughter Suicide : તમિલ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટનીની 16 વર્ષની દીકરી મીરાનું દુ:ખદ નિધન થયું છે. મીરાએ આજે 19 સપ્ટેમ્બર મંગળવારે સવારે ચેન્નાઈમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Vijay Antony| Vijay Antony Daughter Death Case| Vijay Antony Daughter suicide case

Vijay Antony News : વિજય એન્ટોનીની પુત્રીએ કરી આત્મહત્યા

Vijay Antony Daughter Suicide : તમિલ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની 16 વર્ષની દીકરી મીરાનું દુ:ખદ નિધન થયું છે. મીરાએ આજે 19 સપ્ટેમ્બર મંગળવારે સવારે ચેન્નાઈમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે.

Advertisment

અહેવાલો અનુસાર, તેણી સવારે 3 વાગ્યે તેના ચેન્નાઈના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, તે તણાવમાં હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. જો કે એકટર વિજય કે પરિવારના અન્ય કોઇ સભ્ય તરફથી આ અંગે સ્પષ્ટ નિવેદન આવ્યું નથી.

પ્રાપ્ત વિગત અનુસાર, મીરાનો મૃતદેહ આજે સવારે ચેન્નાઈના ટેનામ્પેટ વિસ્તારમાં તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જે મામલે પોલીસ અધિકારીઓએ તેમના મૃત્યુની તપાસની કવાયત હાથ ધરી છે.

વિજયે તેની પત્ની ફાતિમા વિજય એન્ટની સાથે મીરાનું સ્વાગત કર્યું. આ દંપતીને લારા નામની બીજી એક નાની દીકરી પણ છે. ફાતિમા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિજય, ફાતિમા અને તેની દીકરીઓની એક તસવીર છે. આ તસવીર મે 2022માં પોસ્ટ કરવામાં આવી હતી.

Advertisment

આ પણ વાંચો : Jawan : શાહરૂખ ખાનની જવાન અંગે મોટો દાવો! વિપક્ષી પાર્ટીઓને કારણે ફિલ્મ કરશે 600 કરોડનો વેપાર, ‘SRK રાજા હતો અને રહશે’

ઉલ્લેખનીય છે કે, વિજય એન્ટોની તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીત નિર્દેશક અને અભિનેતા છે. તમિલ ફિલ્મો માટે લોકપ્રિય હિટ ગીતો આપ્યા બાદ વિજય અભિનેતા બન્યો. તેઓ તેમના દિગ્દર્શક કૌશલ્ય માટે પણ જાણીતા છે અને નિર્માતા પણ છે. તેમની પત્ની ફાતિમા વિજય એન્ટની તેમના પ્રોડક્શન હાઉસનું સંચાલન કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ