Vijay Devarkonda Live in Relationship With Rashmika Mandanna : સાઉથ ફિલ્મના કલાકાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ઘણા ફેમસ છે અને બંનેની રિલેશનશીપને લઇ હંમેશા ચર્ચા થઇ રહે છે. ઘણી વખત એવું કહેવામાં આવ્યું છે કે બંને સાથે રહે છે, અને રશ્મિકાની નવી તસવીરોએ આ અટકળોને વધુ મજબૂત કરી છે. હકીકતમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પીળી સાડીમાં જોવા મળી રહી છે. તસવીરમાં તે જ્યાં ઉભી છે તે સ્થાન વિજય દેવરાકોંડાનું ઘર હોવાનું કહેવાય છે. થોડા સમય પહેલા વિજયે પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે પણ આવી જ જગ્યાએ બેઠેલો જોવા મળ્યો હતો. વિજયની તસવીર તેના બંગલાની છતની હોવાનુ કહેવાય છે. હવે અભિનેત્રીની તસવીર જોઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને સાથે રહે છે.
ઇન્ટરનેટ પર આ તસવીરો વાયરસ થવાની સાથે જ ફેન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. એક ચાહકે કમેન્ટ કરી કે, “હું ઘણા સમયથી કહી રહ્યો છું કે આ બંને લગભગ 3-4 વર્ષથી સાથે રહે છે.” તો અન્ય એક યુઝરે લખ્યું, “મેં સાંભળ્યું છે કે બંનેની સગાઈ થઈ ગઈ છે, મને ખબર નથી કે આ વા કેટલી સાચી છે.”
તમને જણાવી દઈએ કે રશ્મિકાએ આ લુક તેના આસિસ્ટન્ટના લગ્ન માટે તૈયાર થઇ હતી. રશ્મિકાએ વરવધુ સાથેની તસવીર પણ શેર કરી છે અને લાંબું કેપ્શન પણ લખ્યું છે. જેમાં લખ્યુ છે, “આમ તો લગભગ 6-7 વર્ષ થઈ ગયા છે જ્યારથી હું સાઈ અને તેના પરિવારને ઓળખું છું અને 2 દિવસ પહેલા તેણે – જે મારા માટે પણ એક પરિવાર સમાન છે, તેણે લગ્ન કર્યા અને હું તેના મહત્વપૂર્ણ દિવસનો એક હિસ્સો બનવાની તક મળી.
આ જોઇને મને ખૂબ આનંદ થાય છે કે મારી આસપાસના આ પ્રેમાળ લોકો આટલા અદભૂત વ્યક્તિ છે અને આ તમામને આટલા બધા ખુશ જોઈને ખૂબ આનંદ થાય છે. જો કે હું હજી પણ વિશ્વાસ કરી શકતી નથી કે તે હવે મેરિડ છે. પરંતુ તે ખરેખર મને ખૂબ ખુશ કરે છે. અભિનંદન સાઈ બાબા અને પ્રીતિને.. ભગવાન તમને હૃદયથી આશીર્વાદ આપી રહ્યા છે. હું ઈચ્છું છું કે તમારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે.
લગ્ન અંગે વિજય દેવરકોંડા શું માને છે?
તાજેતરમાં જ વિજય દેવરકોંડાએ લગ્ન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યુ કે, બહુ જલ્દી તેને પરિણીત પુરુષના રૂપમાં જોઇ શકો છો. જોકે, તેણે પોતાના પાર્ટનર વિશે કોઇ ખુલાસો કર્યો નથી.
ફિલ્મ કુશીના ટ્રેલર લોન્ચિંગ પર વિજયે કહ્યું, “મને લાગે છે કે હું આ વિચારથી સહજ બન્યો છું. લગ્ન, અગાઉ એક એવો શબ્દ હતો જે મારી આસપાસના કોઈને બોલવાની મંજૂરી ન હતી. તે મને તરત જ પરેશાન કરે છે. પરંતુ હવે હું તેના વિશે વાત કરું છું. મને મારા મિત્રોના લગ્ન જોવાનું પસંદ છે. હું સુખી લગ્નનો આનંદ માણી રહ્યો છું અને હું મુશ્કેલીમાં મુકાયેલા લગ્નોનો પણ આનંદ માણી રહ્યો છું, આ બધી મજા છે. પરંતુ હું આશા રાખું છું કે મારી પોતાની મેરિડ લાઇફ હશે અને તે જીવનનુ એક એવું ચેપ્ટર હશે જેનો દરેકે અનુભવ કરવો જોઈએ.
આ પણ વાંચો | મલાઇકા અરોરાની આ ઉંમરે હોટ અદાઓ જોઇને હોશ ઉડી જશે, જુઓ ફોટા
રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા બંને વચ્ચે રોમાન્સ ચાલી રહ્યુ હોવાની અટકળો થતી રહે છે. ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું ત્યારથી તેમની કેમિસ્ટ્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની રહી છે.





