કોરિયન ગાયકનું શિવ તાંડવ ગીત વાયરલ, વીડિયોને 13 મિલિયનથી વધુ વ્યૂઝ, ભારતમાં પણ બહુ ફેમસ

Aoora Shiva Tandava Viral Video: સાઉથ કોરિયન રેપર પાર્ક મીન જૂન ઉર્ફે ઔરાએ તાજેતરમાં શિવ તાંડવ સ્તોત્ર ગાયું હતું, તેને વીડિયો પર 13 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ કોરિયન ગાયક ભારતમાં બહુ લોકપ્રિય છે.

Aoora Shiva Tandava Viral Video: સાઉથ કોરિયન રેપર પાર્ક મીન જૂન ઉર્ફે ઔરાએ તાજેતરમાં શિવ તાંડવ સ્તોત્ર ગાયું હતું, તેને વીડિયો પર 13 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ કોરિયન ગાયક ભારતમાં બહુ લોકપ્રિય છે.

author-image
Ajay Saroya
New Update
Park Min Jun Shiva Tandava Video

Park Min Jun Shiva Tandava Video : કોરિયન રેપર સિંગર પાર્ક મિન જૂનનો શિવ તાંડવ સ્ત્રોતમનો વીડિયો વાયરલ થયો છે. Photograph: (Youtube/AOORA)

Park Min Jun Shiva Tandava Viral Video: સાઉથ કોરિયન સિંગર પાર્ક મિન જૂન ઘણા સમયથી લાઇમલાઇટમં છે. હકીકતમાં, તેમણે તાજેતરમાં જ પોતાની સ્ટાઇલમાં 'શિવ શિવમ' એટલે કે શિવ તાંડવ સ્તોત્ર ગાઈને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો તેમને ઓળખે છે, પરંતુ ઘણા લોકો આ વ્યક્તિ કોણ છે તે જાણવા માટે ઉત્સાહિત છે. તો ચાલો આપણે તમને જણાવીએ કે પાર્ક મિન-જૂન કોણ છે અને ભારતના લોકો તેને શા માટે ખૂબ પસંદ કરે છે.

Advertisment

બિગ બોસમાં જોવા મળ્યો હતો

પોતાની આગવી સ્ટાઇલમાં શિવ તાંડવ સ્તોત્ર ગાનાર પાર્ક મિન-જૂન બીજું કોઈ નહીં પણ ઔરા છે. ભગવાન શિવને સમર્પિત આ ગીતને એક અઠવાડિયામાં યુટ્યુબ પર 13 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. ઔરા સલમાન ખાનના હોસ્ટ કરેલા શો 'બિગ બોસ'ની 17મી સીઝનમાં જોવા મળ્યો હતો, જ્યાં લોકોએ તેને ખૂબ પસંદ કર્યો હતો. ઔરા લગભગ ચાર વર્ષ પહેલા ભારત આવ્યો હતો અને ત્યારથી તે વધુને વધુ લોકપ્રિય થઇ રહ્યો છે. તેમના અનોખા મ્યુઝિકલ ફ્યુઝનને કારણે, તેમણે ભારતીય પ્રેક્ષકોમાં એક સારી ઓળખ બનાવી છે.

ભારતીય ચાહકોમાં લોકપ્રિય

અદભૂત લાઇવ પરફોર્મન્સ અને ઇન્ડો-કોરિયન રિમિક્સ ગીતો દ્વારા ઔરાએ ભારતીય ચાહકો સાથે મજબૂત સંબંધ બનાવ્યો છે. તેમના ઇન્ડો-કોરિયન રિમિક્સની યાદીમાં 'થી થી થારા' પણ સામેલ છે, જે હકીકતમાં કેરળનું વાયરલ ગીત હતું. આ ગીત માત્ર તેના શાનદાર મ્યૂઝિક બીટ્સ માટે જ નહીં, પરંતુ મલયાલમ શીખવામાં ઔરાની સખત મહેનતને કારણે પણ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત વર્ષ 2024માં તેમણે હિન્દી અને અંગ્રેજી શબ્દો સાથે એક એનર્જેટિક ટ્રેક 'હોળી રે રસિયા' રજૂ કર્યું હતો, જે તે સમયે ફેસ્ટિવ એન્થમ બની ગયું હતું. તો વર્ષ 2023 માં, તેણે મિથુન ચક્રવર્તીની 'જિમી જિમી' નું કે-પોપ વર્ઝન પણ બહાર પાડ્યું હતું. સોલો આર્ટિસ્ટ તરીકે ચર્ચામાં આવતા પહેલા, ઔરા દક્ષિણ કોરિયન બોય બેન્ડ 'ડબલ-એ' અને તેના પેટા એકમ 'ઔરા એન્ડ હોક'નો સભ્ય હતો.

Advertisment

ઔરા આ ટીવી શોના હિસ્સો બન્યા

તેમણે 4 સપ્ટેમ્બર, 2009ના રોજ 'લવ બેક' ગીતથી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે 28 માર્ચ 2014ના રોજ ડિજિટલ સિંગલ 'બોડી પાર્ટ' સાથે સોલો ડેબ્યૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઔરાને ભારતમાં વાસ્તવિક લોકપ્રિયતા ત્યારે મળી જ્યારે તે 'બિગ બોસ 17' માં પ્રથમ કોરિયન સ્પર્ધક બન્યો. આ પછી તે 'ઝલક દિખલા જા' સીઝન 11માં પણ જોવા મળ્યો હતો. ત્યાં તેણે પોતાની ડાન્સ સ્કિલ બતાવી.

વાયરલ વીડિયો મનોરંજન ન્યૂઝ