Martin Movie Trailer Out: થિયેટરોમાં ફરી એકવાર સાઉથની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. સાઉથ ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2024માં મહારાજા અને કલ્કી 2898 એડી જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર હાવી થતી જોવા મળી છે. આવી સ્થિતિમાં હવે વધુ એક એક્શન ભરપુર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, જેનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મ સાઉથના એક્શન પ્રિન્સ કહેવાતા ધ્રુવ સરજાની છે, જે એકલા હાથે પાકિસ્તાની આર્મી સામે લડતો જોવા મળશે. પ્રિન્સ ધ્રુવ સરજાની અપકમિંગ એક્શન મૂવીનું નામ છે – માર્ટિન.
કન્નડ ફિલ્મ ડિરેક્ટર એપી અર્જુનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ માર્ટિન નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આવામાં ધ્રુવ સરજા એક્શન મોડમાં જોવા મળે છે. તેઓ ભારતીય સેનાના એવા સૈનિક છે, જે પાકિસ્તાની સેનાને પરસેવો લાવી દે છે. તેનો દમદાર એક્શન અવતાર દર્શકોના દિલ જીતી રહ્યો છે. આ ફિલ્મ વ્યાપક સ્તરે ફિલ્માવવામાં આવી છે. ફિલ્મનો દરેક સીન કમાલનો છે, જે જોઈને બધાની આંખો પહોળી થઈ જશે. તેમાં ખતરનાક સ્ટન્ટ્સથી લઈને શાનદાર સિક્વન્સ અને વિઝ્યુઅલ્સ છે. માર્ટિન મૂવીના ટ્રેલરે એક જ દિવસમાં 12 મિલિયનથી વધુ વ્યૂઝનો આંકડો પાર કરી લીધો છે.
માર્ટિન : 100 કરોડ બજેટ અને 8 9 ફાઇટ સિક્વન્સ!
રિપોર્ટ્સ અનુસાર, પ્રિન્સ ધ્રુવ સરજાની ફિલ્મ માર્ટિન 100 કરોડના બજેટમાં પ્રોડ્યુસ કરવામાં આવી છે. સાથે જ એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું વીએફએક્સ બહુ શાનદાર છે. તેમાં 8-9 ફાઇટ સિક્વન્સ છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાઉથની આ બિગ બજેટ ફિલ્મ એક, બે, ત્રણ નહીં પરંતુ 13 ભાષાઓમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં દર્શકો આ ફિલ્મને લઈને ઉત્સાહિત થઈ ગયા છે. મણિ શર્માએ આ ફિલ્મમાં સંગીત આપ્યું છે.
આ પણ વાંચો | અલ્લુ અર્જૂન ની પુષ્પા 2 ધ રૂલ મૂવી 15 ઓગસ્ટે રિલિઝ નહીં થાય, જાણો હવે ક્યારે ફિલ્મ રિલિઝ થશે?
માર્ટિન મૂવી ક્યારે રિલીઝ થશે (Martin Movie Release Date)
તમને જણાવી દઈએ કે વર્ષ 2021 માં પોગરુ પછી ધ્રુવ સરજા ફિલ્મ માર્ટિન થી મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. માર્ટિન મૂવીમાં તે ખતરનાક એક્શન સીન કરતા જોવા મળે છે. તેની રિલીઝની વાત કરીએ તો આ સાઉથ મૂવી 11 ઓક્ટોબર 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ઉપરાંત જો ધ્રુવ સરજાની અન્ય ફિલ્મોની વાત કરીએ તો તે ફિલ્મ કેડી ધ ડેવિલમાં પણ જોવા મળવાનો છે. ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.