/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Sreeleela-is-a-mother-of-three-kids.jpg)
23 વર્ષની ઉંમરે 3 બાળકોની માતા, શ્રીલીલાના બાળકો સાથે જુઓ ફોટા
Sreeleela | આપણે બધા બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) ને જાણીએ છીએ, જેમણે ખૂબ જ નાની ઉંમરે બે અનાથ છોકરીઓને દત્તક લીધી હતી અને આ માટે લાંબી લડાઈ લડી હતી, પરંતુ શું તમે જાણો છો કે એક દક્ષિણ અભિનેત્રી એવી પણ છે જે 23 વર્ષની ઉંમરે ત્રણ બાળકોની માતા બની છે. હા, તેણીએ ત્રણ બાળકોને દત્તક લીધા છે અને તે તેની પુત્રીઓ સાથે ઘણી બધી તસવીરો શેર કરે છે, જેને જોઈને તમે ખૂબ ખુશ થશો અને તમે તેના હાવભાવની પ્રશંસા કરશો. અહીં જાણો કોણ છે એકટ્રેસ?
શ્રીલીલા ત્રણ બાળકોની માતા
આપણે જે દક્ષિણ ભારતીય અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ શ્રી લીલા (Sreeleela) છે, જેમણે પુષ્પા 2(Pushpa 2) માં પોતાના ધમાકેદાર ડાન્સ નંબર કિસકથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. તે ફક્ત 23 વર્ષની છે, પરંતુ 23 વર્ષની ઉંમરે તેણે એવું કામ કર્યું છે જેના કારણે તેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.
હકીકતમાં તાજેતરમાં શ્રી લીલાએ એક બાળકી દત્તક લીધી છે, જેનો ફોટો તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. વર્ષ 2022 ની શરૂઆતમાં, 21 વર્ષની ઉંમરે, શ્રી લીલા બે દિવ્યાંગ બાળકોની માતા બની, તેમના બાળકોનું નામ ગુરુ અને શોભિતા રાખવામાં આવ્યું છે. જેને તેમણે અનાથાશ્રમમાંથી દત્તક લીધો હતો, તાજેતરમાં જ તેમણે પોતાના ઘરમાં બીજા બાળકનું સ્વાગત કર્યું છે.
આ પણ વાંચો: સારા તેંડુલકરે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય, આ સ્કિન કેર રૂટીન કરે છે ફોલો
શ્રીલીલા મુવીઝ (Sreeleela Movies)
શ્રી લીલાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે પુષ્પા 2 માં તેના ધમાકેદાર ડાન્સ નંબર કિસકને કારણે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ હતી અને ટૂંક સમયમાં તે કાર્તિક આર્યન સાથે ફિલ્મ આશિકી 3 માં પણ જોવા મળશે, આ શ્રી લીલાનું બોલિવૂડ ડેબ્યૂ હશે. જોકે આ પહેલા 2019 માં તેણે કન્નડ ફિલ્મ કિસથી દક્ષિણમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઘણી કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રી લીલા એક ભરતનાટ્યમ ડાન્સર પણ છે અને તેણે 2021 માં એમબીબીએસની ડિગ્રી પણ પૂર્ણ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us