Sridevi : બોલિવૂડની પહેલી સુપરસ્ટાર શ્રીદેવીની આ છે સર્વશ્રેષ્ઠ ફિલ્મો

Sridevi : 4 વર્ષની ઉંમરથી શ્રીદેવીએ ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. 50 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર ચાંદનીએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. એક સમયે તે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી.

Sridevi : 4 વર્ષની ઉંમરથી શ્રીદેવીએ ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. 50 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર ચાંદનીએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. એક સમયે તે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Sridevi | Sridevi Birthday | Sridevi Movies | Sridevi Death

Sridevi : શ્રીદેવી ફાઇલ તસવીર

Sridevi Movies : દિવગંત અને બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી ભલે આજે આપણે વચ્ચે નથી,પરંતુ આજે પણ પોતાના ઉત્કૃષ્ટ અભિનય અને એકથી વધુ શાનદાર ફિલ્મોના કારણે ચાહકોના દિલમાં જીવંત છે. આજે 13 ઓગસ્ટના રોજ એ મહાન અભિનેત્રીનો 60મો જન્મદિવસ છે. શ્રીદેવી બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર હતી. સાથે જ તે સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી હતી.

Advertisment

શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તમિલનાડુના શિવકાશીમાં થયો હતો. તેણે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે વર્ષ 1967માં થુનૈવન (Thunaivan) નામની તમિલ ફિલ્મ દ્વારા બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તો શ્રીદેવીની હિન્દી ડેબ્યૂ ફિલ્મ જૂલી હતી, જે 1975માં આવી હતી. આ ફિલ્મમાં તે બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. મહત્વનું છે કે, શ્રીદેવીની સરખામણી અગાઉ અમિતાભ બચ્ચન સાથે કરવામાં આવી હતી. આ પછી સમય એવો બદલાયો કે ચારે તરફ તેના નામની પુકાર સાંભળવા મળે અને પુરૂષના નામની ઉપમાની તેને કોઇ જરૂર ના પડી. શ્રીદેવી બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર બની ગઇ.

વર્ષ 1983માં રિલીઝ થયેલી ફિલ્મ હિમ્મતવાલાએ શ્રીદેવીને બોલિવૂડમાં ઓળખ આપી. આ પછી શ્રીદેવીએ ઘણી ફિલ્મો કરી, પરંતુ વર્ષ 1986માં રિલીઝ થયેલી ફિલ્મ 'નગીના'એ અભિનેત્રીને સુપરસ્ટારનો ખિતાબ આપ્યો. આ પછી તેના સ્ટારડમમમાં વધારો થતો ગયો. ફિલ્મ ચાલબાઝામાં શ્રીદેવીને હીરોથી પણ વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. શ્રીદેવીએ તેના જીવનકાળમાં ઘણી હીટ અને યાદગાર ફિલ્મો આપી છે.

Advertisment

મોમ અને ઇંગ્લિશ-વિંગ્લિશ

આ બંને ફિલ્મોમાં શ્રીદેવીએ એ સાબિત કર્યું કે, એક સામાન્ય માતા તેના આત્મસન્માન અને તેના બાળકો માટે શું કરી શકતી નથી. શ્રીદેવીની આ બે ફિલ્મો તમને યાદ અપાવશે કે શ્રીદેવી માત્ર સુંદર જ નહોતી પરંતુ તેની એક્ટિંગ અને ગંભીરતા પણ ખાસ હતી.

જ્યારે ઇંગ્લિશ-વિંગ્લિશમાં, શ્રીદેવી એક સ્વાભિમાની સ્ત્રી હતી જેણે પોતાના પરિવારને મહત્વ આપ્યું હતું. બીજી તરફ ફિલ્મ'મોમ'માં, શ્રીદેવી એક એવી માતા હતી જે તેની પુત્રી માટે કોઈપણ હદ પાર કરી શકતી હતી. શ્રીદેવીને ફિલ્મ મોમ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. કમનસીબે આ એવોર્ડ તેમના દુનિયા છોડી ગયા પછી એનાયત કરાયો હતો.

ફિલ્મ લાડલા

ફિલ્મ લાડલા એક એવી ફિલ્મ હતી જેમાં અનિલ કપૂર અને રવીના ટંડન હોવા છતા માત્ર સૌથી વધુ મહત્વ શ્રીદેવીને આપવામાં આવ્યું હતુ. આ ફિલ્મમાં શ્રીદેવીનું પાત્ર એક ગરમ મિજાજ અને બગડેલી છોકરી, જે કોઈને માન આપતી નથી અને તેના ગુસ્સા અને જીદને સંતોષવા માટે કોઈપણ હદ પાર કરી શકતી હતી. ત્યારે આ ફિલ્મમાં ભલે અનિલ કપૂર હીરો હતા, પણ અસલી એક્ટિંગ શ્રીદેવીની હતી.

ફિલ્મ ચાંદની

શ્રીદેવીની આ ફિલ્મ કદાચ હજુ પણ ઘણા લોકોની ફેવરિટ હશે. આ ફિલ્મમાં તેમનાં ગીતો 'મેરે હાથોં મેં 9-9 ચૂડિયાં હૈં', 'ચાંદની ઓ મેરી ચાંદની' અને બીજાં ઘણાં એવાં ઘણી ગીતો જે લોકોને ખુબ પસંદ પડ્યાં. ઉલ્લેખનીય છે કે, લોકોને શ્રીદેવીની દરેક એક્ટિંગ અને પાત્ર પસંદ આવ્યું છે. હેમા માલિની ભલે બોલિવૂડની ડ્રીમ ગર્લ હોય, પરંતુ શ્રીદેવી માત્ર લોકોની ક્રશ જ નહીં પરંતુ લોકોનો પ્રેમ પણ બની ગઈ હતી. આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. શ્રીદેવીએ આ ફિલ્મને ખૂબ જ સુંદર જગ્યાએ શૂટ કરી છે.

સદમા

આ ફિલ્મમાં શ્રીદેવીની માસૂમિયત લોકોના દિલમાં ઉતરી ગઇ હતી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીના સૌથી કઠિન પાત્રોમાં આ પાત્ર સામેલ છે. આ ફિલ્મનું એક ગીત એ જીંદગી ગલે સે લગા લે અને યકીન આજે પણ લોકોનું ફેવરીટ છે. જો તમે પણ તેના ફેન હોય તો ફિલ્મ ફરી જોવી તો બને.

ફિલ્મ ગુમરાહ

    આ ફિલ્મમાં શું દ્રશ્યો બતાવવામાં આવ્યાં છે. જોઇને તમે પણ ચકિત થઇ જશો. આ ફિલ્મમાં શ્રીદેવીએ ફિલ્મનો અડધો ભાગ જેલ જેવા સેટ પર શૂટ કર્યો હતો. શ્રીદેવીની સ્ક્રીન પર ભયભીત સ્થિતિમાં જોવું ખુબ જ અલગ અનુભવ હતો. બોલિવૂડની અન્ય ફિલ્મો કરતા આ ફિલ્મ ઘણી અલગ હતી.

    આ પણ વાંચો : Omg 2 Box Office Collection Day 1 :અક્ષય કુમારની ઓમજી 2 એ પહેલા દિવસે કર્યું આટલું કલેકશન, સખત સ્પર્ધા છતાં સારી શરૂઆત

    જો કે, શ્રીદેવીની બીજી ઘણી ફિલ્મો છે જેને આ લિસ્ટમાં સામેલ કરી શકાય છે. મિસ્ટર ઈન્ડિયા, ચાલબાઝ, ખુદાગવાહ, જુદાઈ, નગીના, નિગાહે, લમ્હે વગેરે. તેમની વિશાળ કારકિર્દીમાંથી માત્ર 5 ફિલ્મો પસંદ કરવી મુશ્કેલ કામ છે.

    ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ