Sridevi Birthday : ભારતીય ફિલ્મ ઈન્ડિસ્ટ્રીની સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી (Sridevi) ની આજે 13 ઓગસ્ટના રોજ બર્થ એનિવર્સરી છે. એકટ્રેસએ ચાર વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી ત્યારથી ગત વર્ષની પ્રતિષ્ઠિત નાયિકા ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગઈ હતી. આજે વિશ્વ આજે શ્રીદેવીને યાદ કરે છે. તેની પુત્રી અભિનેત્રી ખુશી કપૂરએ તેની મમ્મીના બર્થ ડે પર ખાસ સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ મૂકી છે.
ખુશી કપૂર અને બોની કપૂરે શ્રીદેવીને યાદ કરી
ખુશીએ તેની મમ્મી અને બહેન જાન્હવી કપૂર સાથે નાનપણની એક તસ્વીર શેર કરી હતી. ફોટોમાં બંને કપૂર બહેનો તેની માતા સાથે છે. જ્યારે ખુશી કપૂર તે ટૂંકા પિક્સી વાળમાં સુંદર લાગી રહી હતી, ત્યારે જાન્હવી કપૂર 2 ચોટલીમાં જોવા મળે છે. શ્રીદેવીના પતિ અભિનેતા-નિર્માતા બોની કપૂર રાત્રે 12 સોશિયલ મીડિયા પર શ્રીદેવીની શેર કરી હતી. અભિનેત્રીનો ફોટો કદાચ તેની 2012ની કોમેડી-ડ્રામા ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશનો છે. પોતાની પ્રેમાળ પત્નીની તસવીર શેર કરતાં તેણે લખ્યું, “હેપ્પી બર્થડે માય જાન.” અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં એકટ્રેસ વિષે જાણો વધુમાં
શ્રીદેવી (Sridevi)
શ્રીદેવી એક એકટ્રેસ છે જે હજુ પણ ચાહકોના દિલોમાં રાજ કરે છે. એવી વ્યક્તિ કે જેણે દુનિયા છોડી દે તો પણ તે પોતાની ફિલ્મો દ્વારા તેના ચાહકોના દિલમાં હંમેશા અમર રહે છે. શ્રીદેવી ન માત્ર તેની પોતાની સુંદરતાથી પરંતુ પોતાના અભિનયથી પણ લોકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી હતી. તેનું સાચું નામ શ્રી અમ્મા યંગર અય્યપન હતું પરંતુ પ્રોફેશનલી તે શ્રીદેવી તરીકે જાણીતી હતી.
શ્રીદેવી કરિયર (Sridevi Career)
લાખો દિલો પર રાજ કરનારી અભિનેત્રી શ્રીદેવીએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. શ્રીદેવીએ ચાર વર્ષની ઉંમરે 1967ની તમિલ ફિલ્મ કન્ધન કરુણાઈમાં બાળ તરીકે એકટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એક સમય હતો જ્યારે હિન્દી સિનેમામાં શ્રીદેવીના નામે ફિલ્મો રિલીઝ થતી હતી. અભિનેત્રીની શ્રેષ્ઠ ફિલ્મોની વાત કરીએ તો “હિમ્મતવાલા”, “મેરે હોસલે”, “નાગિન”, “ચાંદની”, “લમ્હેં”, “મોમ કા ગુલદસ્તા” અને “ઈંગ્લિશ વિંગ્લિશ” જેવી ઘણી હિટ ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી હતી. આટલું જ નહીં, દિવંગત અભિનેત્રીએ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કરીને પોતાની અભિનય કુશળતા દેખાડી હતી.
શ્રીદેવીએ 50 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેની કારકિર્દીનો ગ્રાફ ઘણી વખત નીચે ગયો, પરંતુ તેના અભિનયના જોરે શ્રીદેવીએ બધાના દિલ જીતી લીધા. 2013માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Sara Ali Khan Birthday : નાની ઉંમરમાં જ કમાણી કરી બનાવ્યું મોટું નામ, આજે કરોડોની માલકીન સારા અલી ખાન
જ્યારે શ્રીદેવીનું ફિલ્મી કરિયર ચરમસીમા પર હતું ત્યારે તેના અને મિથુન ચક્રવર્તીના અફેરના સમાચાર મીડિયામાં વહેવા લાગ્યા હતા. એવું પણ કહેવાતું હતું કે બંનેએ લગ્ન કરી લીધા છે. પરંતુ બાદમાં શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મોમ’ હતી. શ્રીદેવીનું મૃત્યુ 24 ફેબ્રુઆરી 2018ના રોજ હોટલના રૂમના બાથટબમાં ડૂબી જવાથી થયું હતું.





