/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-2023-06-25T125258.983.jpg)
દિવગંત શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂરને લઇને અટકળો તેજ
દિવગંત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ખુશી કપૂર ટૂંક સમયમાં ઝોયા અખ્તરના ડાયરેક્શમાં બનેલી ફિલ્મ ઝ આર્ચિઝથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આવી સ્થિતિમાં ખુશી કપૂર હાલમાં તેના અંગત જીવનને લઇને ચર્ચામાં આવી છે. ખુશી કેનેડિયન ગાયક એપી ધિલ્લોનને ડેટ કરી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ સમાચારે જોર પકડ્યું છે.
સોશિયલ મીડિયાપર એ ચર્ચાઓ તેજ થઇ છે કે, ખુશીકપૂર સિંગર એપી ધિલ્લોનને ડેટ કરી રહી છે. સિંગર એપી ધિલ્લોનનું તાજેતરમાં એક નવું ગીત બહાર પડયું છે એ પછી બન્ને ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા ચગી છે. એપી ધિલ્લોનના એક નવા ગીત ટૂ સ્ટોરીઝના બોલમાં ખુશી કપૂરનું નામ આવે છે.આ ગીતની એક કડીમાં જદો હસે તોલગે તૂ ખુશી કપૂર(જ્યારે પણ તુ હસે છે ત્યારે તુ ખુશી કપૂર લાગે છે). આ એક પંજાબી ગીત છે. જે લોકોને બહુ પસંદ આવી રહ્યું છે.
ખુશી કપૂર અને એપી ધિલ્લોને લઇને ચાલી રહેલી ચર્ચાઓ અંગે બંનેમાંથી કોઇની પ્રતિક્રિયા સામે આવી નથી. ત્યારે એવી પણ અટકળ છે કે, કોઇ પ્રોજેક્ટમાં ખુશી કપૂર અને સિંગર એપી ધિલ્લોન સાથે જોવા મળશે.
હવે ખુશી કપૂરના બોલિવૂડ ડેબ્યુ પ્રોજેક્ટ ધ આર્ચીઝની વાત કરીએ તો આ ફિલ્મમાં ખુશી કપૂર સાથે શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના ખાન પણ અભિનયની દુનિયામાં પગ જમાવવા જઇ રહી છે. આ સાથે ફિલ્મમાં તમામ સ્ટાર્સના ચહેરા એકદમ ફ્રેશ છે. તેથી આ ફિલ્મ માટે સૌકોઇ પોતાની નજક ટકાવીને બેઠા છે કે ફિલ્મ ક્યારે રિલીઝ થશે. જો કે હજુ સુધી ધ આર્ચીઝની રિલીઝ ડેટ સામે આવી નથી, પરંતુ આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે તેવી માહિતી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us