/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-08T080232.298.jpg)
Sridevi : શ્રીદેવી ફાઇલ તસવીર
Sridevi : ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લેનારી પ્રથમ ભારતીય અભિનેત્રી હતી. બોલિવૂડની 'હવા હવાઇ ગર્લ' શ્રીદેવી ભલે આજે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેની યાદો હંમેશા દિલમાં રહેશે. અભિનેત્રીનો જન્મ 13 ઓગસ્ટ, 1963ના રોજ તમિલનાડુના મીનામપટ્ટી ગામમાં થયો હતો. 4 વર્ષની ઉંમરથી શ્રીદેવીએ ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. 50 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર ચાંદનીએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. એક સમયે તે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી.
પહેલા સામાન્યપણે પસંદગીના હીરોને જ કરોડો રૂપિયાની ફી મળતી હતી. પરંતુ શ્રીદેવી ઈન્ડસ્ટ્રીની પહેલી એવી અભિનેત્રી હતી જેને 1 કરોડ રૂપિયા ફી મળી હતી. શ્રીદેવીએ પોતાના કરિયરની શરૂઆત 1979માં રિલીઝ થયેલી ફિલ્મ 'સોલ્હવા સાવન'થી કરી હતી. આ ફિલ્મ ફ્લોપ ગઇ હતી પરંતુ શ્રીદેવીએ 1983માં હિમ્મતવાલા ફિલ્મ દ્વારા ધૂમ મચાવી હતી. આ ફિલ્મ પછી તેને એક પછી એક સુપરહિટ ફિલ્મો આવી બોલિવૂડમાં ચોતરફ શ્રીદેવીની બોલબાલા થવા લાગી હતી.
ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીએ લગભગ 300 જેટલી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગનો જલનો બતાવ્યો છે. આમાં હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોનો સમાવેશ થાય છે. શ્રીદેવીનું સ્ટારડમ એવું હતું કે એક સમયે સુપરસ્ટાર સલમાન ખાન પણ તેની સાથે કામ કરવા માટે નર્વસ થઈ ગયો હતો.
મહત્વનું છે કે, પહેલા માત્ર હીરો જ તગડી ફી લેતા હતા. પરંતુ શ્રીદેવી પહેલી એવી અભિનેત્રી હતી જેણે મેકર્સ પાસેથી 1 કરોડ રૂપિયાની ફી માંગી હતી. 80 અને 90ના દાયકામાં નિર્માતા-નિર્દેશક શ્રીદેવીને ફિલ્મોને હિટ બનાવવાની સૌથી મોટી ફોર્મ્યુલા માનતા હતા અને આ સાચું પણ હતું. તે ઇન્ડસ્ટ્રીની પહેલી અભિનેત્રી હતી જેણે પોતાના માટે વેનિટી વેન બનાવી હતી. તેણે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન વેનિટી વાન જોઈ હતી અને તેને પોતાના માટે તૈયાર કરી હતી.
ફેબ્રુઆરી 2018 માં શ્રીદેવીનું અવસાન થયું ત્યારે તેણી ફરી એકવાર તેના સ્ટારડમની ઉજવણી કરી રહી હતી. આ હકીકતને નકારી શકાય નહીં કે શ્રીદેવીનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે પોતાના યુગની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક હોવા છતાં તેને ઈન્ડસ્ટ્રીમાં જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો.
એક ઈન્ટરવ્યુમાં શ્રીદેવીએ કહ્યું હતું કે લોકો એવું વિચારે છે કે મેં કંઈ અનુભવ્યું નથી, પરંતુ મેં જીવનમાં ઘણું સહન કર્યું છે. એકવાર હું એક ફિલ્મ કરી રહી હતી, જેમાં હીરો સતત મારા પર હુમલો કરી રહ્યો હતો. પરંતુ, જ્યારે મેં તેમની વાતને નકારી કાઢી ત્યારે અભિનેતા ગુસ્સે થઈ ગયો. એક ગીતના શૂટિંગ દરમિયાન હું આગળ ચાલી રહી હતી અને જીપ પર મારી પાછળ આવતો હીરો જાણીજોઈને મારા પગ પર ગાડી ચલાવી દીઘી.
આ પણ વાંચો : Rakul Preet Singh Photos; રકુલ પ્રીત સિંહ બાર્બી ઇન બ્લ્યૂ અલગ અંદાજમાં, જુઓ ફોટો
શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં થયું હતું. શ્રીદેવી તેના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા દુબઈમાં હતી અને તે જ સમયે તે તેના હોટલના રૂમના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. શ્રીદેવીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, કેરળ રાજ્યનો ફિલ્મ પુરસ્કાર, નંદી પુરસ્કાર, તમિલનાડુ રાજ્યનો ફિલ્મ પુરસ્કાર, ચાર ફિલ્મફેર પુરસ્કારો જેમાં એક ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર અને ત્રણ સાઉથ ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us