શ્રીદેવીએ હોલિવૂડ બ્લોકબસ્ટર ફિલ્મ 'જુરાસિક પાર્ક'માં કામ કરવાની ઓફર ઠુકરાવી હતી, જાણો કારણ

Shridevi: એક ઇન્ટરવ્યુમાં શ્રદેવીએ ખુલાસો કર્યો હતો કે તેને વર્ષ 1993ની ફિલ્મ જુરાસિક પાર્ક ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેને ઇનકાર કરી દીધો હતો.

Shridevi: એક ઇન્ટરવ્યુમાં શ્રદેવીએ ખુલાસો કર્યો હતો કે તેને વર્ષ 1993ની ફિલ્મ જુરાસિક પાર્ક ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેને ઇનકાર કરી દીધો હતો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
shridevi photos

બોલિવૂડ મેગાસ્ટાર શ્રીદેવી ફાઇલ તસવીર

હિંદી સિનેમા જગતની લેજેન્ડ્રી એક્ટ્રેસ શ્રીદેવીએ (Sridevi) પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. શ્રીદેવીને બોલિવૂડની પહેલી લેડી સુપરસ્ટારના નામે ઓળખવામાં આવે છે. તે પોતાના સમયથી સૌથી મોંઘી એક્ટ્રેસીસમાંથી એક હતી. પરંતુ શ્રીદેવીને આ સફળતા રાતોરાત મળી ન હતી. એક્ટ્રેસે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. કહેવામાં આવે છે કે સાઉથ સિનેમાથી બોલિવૂડમાં આવેલી શ્રીદેવીને શરૂઆતના દિવસોમાં ફિલ્મોમાં કાસ્ટ પણ કરવામાં આવતી ન હતી કારણ કે તેની હિન્દી સારી ન હતી. પછી એક કિસ્સાએ એક્ટ્રેસની આખી જિંદગી બદલી નાંખી. એવું કહેવાય છે કે શરૂઆતમાં એક્ટ્રેસનો અવાજ ડબ કરવામાં આવતો હતો પરંતુ ત્યારે જ રેખાની એક નાએ શ્રીદેવીના સુપરસ્ટાર બનવાનો રસ્તો ખોલી નાંખ્યો. શ્રદેવી બોલિવૂડની સાથે હોલિવૂડમાં પણ પોતાનો પગદંડો જમાવી શકતી હતી, પરંતુ તેણીએ વર્ષ 1990માં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સ્ટીવન સ્પીલબર્ગના એક પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. જાણો કેમ?

Advertisment

એક ઇન્ટરવ્યુમાં શ્રદેવીએ ખુલાસો કર્યો હતો કે તેને વર્ષ 1993ની ફિલ્મ જુરાસિક પાર્ક ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેને ઇનકાર કરી દીધો. જુરાસિત પાર્કની ઓફર ઠુકરાવવા અંગે સવાલ કરતા શ્રદેવીએ જણાવ્યું હતું કે, તે સમયે હોલિવૂડ ફિલ્મમાં કામ કરવું અલગ વાત કરી હતી, અને હવે તે કરવી ગર્વની વાત છે.

હોલિવૂડ ફિલ્મ જુરાસિક પાર્કની ખુબ જ પ્રશંસા કરવામાં આવી અને તેણે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 900 મિલિયનથી વધુની કમાણી કરી. આ ફિલ્મ એક અબજોપતિ સમાજસેવી અને તેના વૈજ્ઞાનિકોની ટીમની આસપાસ ફરે છે જેઓ લુપ્ત થઈ ગયેલા ડાયનાસોરનો વાઇલ્ડલાઇફ પાર્ક બનાવે છે. પરંતુ સ્થિતિ ખરાબ થઇ જોય છે અને વૈજ્ઞાનિકો અને બાળકોનું એક જૂથ દ્રીપ પર ડાયનોસરના કહર વચ્ચે ફંસાય જાય છે.

Advertisment

મહત્વનું છે કે,શ્રીદેવીએ માત્ર જુરાસિક પાર્ક જ નહીં,પણ તેની કારકિર્દીની ટોચ પર અન્ય મહત્વપૂર્ણ ભૂમિકાઓને પણ નકારી કાઢી હતી, જેમાંથી એક ફિલ્મ ડર હતી. આ વિશે મીડિયા સાથે વાત કરતાં શ્રીદેવીએ જણાવ્યું હતું કે, “ચાંદની અને લમ્હે પછી મને લાગે છે કે ડર મારા માટે એક સરળ પાત્ર હોત. જો હું શાહરૂખ ખાનની ભૂમિકા ભજવી રહ્યો છું, તો મને તે કરવાનું ચોક્કસ ગમશે. જુહી માટે તે પાત્ર નવું હતું અને તેથી તે તેના માટે સારું હતું. કારણ કે હું તો આ પહેલા આવા પ્રકારના પાત્ર કરી ચૂકી છું.

આ પણ વાંચો: Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના આ ખાસ જગ્યા પર રોયલ વેડિંગ થશે, જાણો લગ્ન ક્ચારે હશે?

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું દુબઇની એક હોટલેના બાથરૂમમાં નિધન થયું હતું. અભિનેત્રીના આકસ્મિક મૃત્યુથી તેના ચાહકો, મિત્રો અને પરિવારના સભ્યો આઘાતમાં છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ