/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/srikanth-movie-collection.jpg)
રાજકુમાર રાવની શ્રીકાંત મુવીએ ત્રીજા દિવસે કરી આટલી કમાણી
Srikanth Box Office Collection Day 3 : બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવની ન્યૂ મુવી શ્રીકાંત હાલમાં સિનેમાઘરોમાં છવાય ગઇ છે. આ ફિલ્મને દર્શકોને અઢળક પ્રેમ મળી રહ્યો છે. રાજકુમાર રાવની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મમાં એમની એક્ટિંગ હિટ છે. આ સાથે બોક્સ ઓફિસ પર પણ બમ્પર કમાણી કરી રહી છે. હવે શ્રીકાંત બોક્સ ઓફિસ કલેક્શન ડે 3 ના આંકડા સામે આવી ગયા છે.
ટ્રેડ એનાલિસિસ વેબ સાઇટના અર્લી રિપોર્ટ અનુસાર, શ્રીકાંત મુવીએ ત્રીજા દિવસે રવિવારે 5.50 કરોડનો વેપાર કર્યો હતો. શ્રીકાંતની કમાણીમાં ધીરે-ધીરે વધારો થઇ રહ્યો છે. શ્રીકાંત મુવીએ ઓપનિંગ ડે પર 2.41 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે બીજા શનિવારે ફિલ્મે 4 કરોડનો બિઝનેસ કર્યો હતો. શ્રીકાંત મુવીએ અત્યાર સુધીમાં કૂલ 11.91 કરોડની જંગી કમાણી કરી છે.
રાજુકમાર રાવની શ્રીકાંત અને વિક્રાંત મેસીની 12મી ફેલ મુવીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 12મી ફેલ મુવીએ ઓપનિંગ ડે પર 1.10 કરોડનો જ વેપાર કર્યો હતો. શ્રીકાંત ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે 2.41 કરોડનો વેપાર કર્યો હતો.
હીરાનંદાની નિર્દેશનમાં બનેલી ફિલ્મ શ્રીકાંતની ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની બાયોપિક છે. જેની ભુમિકા રાજકુમાર રાવ પ્લે કરી રહ્યા છે.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને અલાયા એફ સિવાય એક્ટ્રેસ જ્યોતિકા મુખ્ય ભુમિકામાં જોવા મળી રહ્યા છે. આ સિવાય શરદ કેલકલ જેવા કલાકાર પણ શ્રીકાંતમાં પોતાની એક્ટિંગથી લોકોને ફિદા કરી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us