SS Rajamouli : બાહુબલીના બંને ભાગ માત્ર ઝાંખી હતી, એસ એસ રાજામૌલી હવે ભૌંકાલ મચાવશે

SS Rajamouli : બાહુબલી મુવી અને RRR મુવીથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખલબલી મચાવનાર એસ.એસ રાજામૌલી પોતાની અપકમિંગ મુવીને લઇને ભારે ચર્ચામાં છે. આ અંગે વિસ્તૃત ચર્ચા નિર્દેશકે કરી હતી.

SS Rajamouli : બાહુબલી મુવી અને RRR મુવીથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખલબલી મચાવનાર એસ.એસ રાજામૌલી પોતાની અપકમિંગ મુવીને લઇને ભારે ચર્ચામાં છે. આ અંગે વિસ્તૃત ચર્ચા નિર્દેશકે કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
SS Rajamouli | SS Rajamouli Upcoming Movie | South New Movie | SS Rajamouli Movies | Baahubali Series Trailer

SS Rajamouli : બાહુબલીના બંને ભાગ માત્ર ઝાંખી હતા, ખરેખર તો હવે એસ એસ રાજામૌલી ભૌંકાલ મચાવશે

SS Rajamouli New Movie : સાઉથની ફેમસ ડાયરેક્ટર એસ એસ રાજામૌલી (SS Rajamouli) એ RRR ફિલ્મથી વિશ્વભરમાં ડંકો વગાડ્યો હતો. હવે રાજામૌલી ફરી એકવાર એન્ટરટેઇનમે્નટની દુનિયામાં ધમાકો કરવાની તૈયારી કરી રહ્યા છે. રાજામૌલી અપકમિંગ મુવી (SS Rajamouli Upcoming Movie) ની તૈયારી શરૂ કરી દીધી હોવાના સમાચાર સામે આવ્યાં છે. આ ફિલ્મ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ હશે.

Advertisment
publive-image
SS Rajamouli Photo : એસ.એસ રાજામૌલી ફાઇલ તસવીર (ફોટો ક્રેડિટ ઇન્ડિયન એક્સપ્રેસ)

એસ.એસ રાજામૌલી તાજેતરમાં SSMB29ના પ્રી-પ્રોડક્શન વર્કમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં મહેશ બાબૂ લીડ રોલ કરશે તેવા સમાચાર છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું મેગાબજેટ છે. મીડિયા અહેવાલ અનુસાર, આ પ્રોજેક્ટનું બજેટ લગભગ 1,000 કરોડ રૂપિયા હશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજામૌલીની વેબ સિરીઝ બાહુબલી ક્રાઉન ઓફ બ્લડનું ટ્રેલર ઓટીટી Hotstar પર રિલીઝ થયું હતું. જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. બાહુબલી મુવી પ્રભાસ અને રાજામૌલી બંને માટે ગેમ ચેન્જર સાબિત થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, રાજામૌલીનો બાહુબલી ફ્રેન્ચાઇજીને લઇને મોટો પ્લાન છે.

Advertisment
https://www.instagram.com/p/C6dZJwRInp7/?hl=en

રાજામૌલીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પશ્ચિમ ભાગમાં લોકો ફિલ્મોથી વિશેષ જોવા માંગે છે. પરંતુ જો ભારતમાં કોઈ ફિલ્મ હિટ થાય છે તો તે ઘણી આગળ જાય છે. જ્યારે, પશ્ચિમમાં કોઇ બ્રાન્ડ બને છે, તો તે એક અલગ સ્તરે પહોંચી જાય છે. વધુમાં રાજામૌલીએ કહ્યું કે, અત્યાર સુધી અમે માટે ગેમ, વીઆર ફિલ્મ અને 'બાહુબલી' સિરીઝ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, અપેક્ષા પ્રમાણે કંઈ થયું નથી.

આ પણ વાંચો : OTT Adda : ક્રાઇમ, સસ્પેંસ અને થ્રિલરથી ભરપૂર આ મુવી અને સિરીઝ હોલિવૂડને આપે છે ટક્કર, જાણો ક્યાં જોઇ શક્શો

આ ઉપરાંત રાજામૌલીએ કહ્યું કે, બાહુબલી માત્ર એનિમેટેડ સિરીઝ સુધી સીમિત નહીં રહે. બાહુબલી અલગ-અલગ રીતે આગળ વધારવામાં આવશે. હાલ આ અંગે વધુ ચર્ચા કરવાનો આ સાચો સમય નથી.

celebrities મનોરંજન ન્યૂઝ