Stree 2 Box Office Collection Day 40 : સ્ત્રી 2 બોક્સ ઓફિસ કલેશન ડે 40।ડોમેસ્ટિકમાં બોક્સ ઓફિસ પર ₹600 કરોડ પાર કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ

Stree 2 Box Office Collection Day 40 : સ્ત્રી 2 ફિલ્મે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતના દિવસે જ બમ્પર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે પ્રી-પેઇડ પ્રીવ્યૂમાં 8.5 કરોડ રૂપિયા અને 51.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

Written by shivani chauhan
Updated : September 24, 2024 11:22 IST
Stree 2 Box Office Collection Day 40 : સ્ત્રી 2 બોક્સ ઓફિસ કલેશન ડે 40।ડોમેસ્ટિકમાં બોક્સ ઓફિસ પર ₹600 કરોડ પાર કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ
Stree 2 Box Office Collection Day 40 :સ્ત્રી 2 બોક્સ ઓફિસ કલેશન ડે 40। શ્રદ્ધા કપૂરની ફિલ્મનો એનિમલ પાછળ છોડશે?

Stree 2 Box Office Collection Day 40 : શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને રાજકુમાર રાવ (Rajkummar Rao) અભિનીત ફિલ્મ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તે 2024ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેણે કમાણીના મામલામાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિલીઝના આટલા દિવસો બાદ પણ તે સિનેમાઘરોમાં તેની પકડ જાળવી રાખે છે. ફિલ્મ રિલીઝના છઠ્ઠા સપ્તાહમાં છે. જો કે આજે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં જાણો ‘સ્ત્રી 2’ (Stree 2) એ 40માં દિવસે કેટલી કમાણી કરી છે,

માત્ર 60 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી મેડોક સુપરનેચરલ યુનિવર્સની આ ફિલ્મે સફળતાનો ઝંડો લહેરાવીને ઈતિહાસ રચ્યો છે. તે હિન્દીની સૌથી વધુ કમાણી કરનાર હોરર-કોમેડી ફિલ્મ સાબિત થઈ છે. એટલું જ નહીં, ‘એનિમલ’, ‘પઠાણ’ અને ‘ગદર 2’ જેવી ફિલ્મોને હરાવીને, તે ભારતની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનવાના માર્ગ પર છે. આ ફિલ્મ હવે 600 કરોડના ક્લબમાં સામેલ થવા માટે સંઘર્ષ કરી રહી છે.

આ પણ વાંચો: Pushpa The Rule: પુષ્પા 2 મૂવી નવું પોસ્ટ રિલીઝ, અલ્લુ અર્જૂન ડેશિંગ સ્ટાઇલમાં દેખાયો

15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતના દિવસે જ બમ્પર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે પ્રી-પેઇડ પ્રીવ્યૂમાં 8.5 કરોડ રૂપિયા અને 51.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે ફિલ્મે પહેલા અઠવાડિયામાં 291.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘સ્ત્રી 2’ એ બીજા સપ્તાહમાં પણ તેનું ઉત્તમ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. રિલીઝના બીજા સપ્તાહમાં તેણે 141.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મે ત્રીજા સપ્તાહમાં 70.2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ચોથા સપ્તાહમાં તેની કમાણી 36.1 કરોડ રૂપિયા હતી. પાંચમા સપ્તાહમાં તેણે 24.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 37માં દિવસે 5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેણે 38માં દિવસે 3.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે રવિવારની રજાનો ફાયદો ઉઠાવીને 5 કરોડનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, આજે ફિલ્મની કમાણીમાં જોરદાર ઘટાડો થયો છે.

આ પણ વાંચો: લાપતા લેડીઝ એ રણબીર કપૂરની એનિમલને પાછળ છોડી, ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી

સ્ત્રી 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 40 (Stree 2 box office collection day 40)

સોમવારે ફિલ્મનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તેની કમાણી લાખોમાં આવી ગઈ હતી. ‘સ્ત્રી 2’એ 40માં દિવસે 1 કરોડ 25 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, ફિલ્મનું કુલ કલેક્શન હવે 578.9 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ‘સ્ત્રી 2’ને ટક્કર આપવા માટે તાજેતરના સમયમાં કોઈ મોટી રિલીઝ થઈ નથી. કરીના કપૂર ખાન અભિનીત ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ તેમજ ‘તુમ્બાડ’ પણ ફરીથી રિલીઝ કરવામાં આવી છે. જોકે, બંને ફિલ્મોની ‘સ્ત્રી 2’ની કમાણી પર કોઈ અસર જોવા મળી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ