Stree 2 On OTT Release Date: સ્ત્રી 2 સરકટે કા આતંક મૂવી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે દુનિયાભરમાં 600 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ આ ફિલ્મે ઘરઆંગણે બોક્સ ઓફિસ પર 400 કરોડની કમાણી કરી છે. બોલીવૂડની આ અનોખી હોરર કોમેડી મૂવી તેના કન્ટેન્ટના આધારે લોકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે.
સ્ત્રી 2 મૂવી 15 ઓગસ્ટ, 2024 ના રોજ સ્વતંત્રતા દિવસ પર થિયેટરમાં રિલીઝ થઇ હતી અને હવે ચાહકો સ્ત્રી 2 ની ઓટીટી પર રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો જો તમે પણ કોઇ કારણસર થિયેટરમાં જઇ શકતા નથી અને ઘરે બેઠા આ ફિલ્મ જોવા ઇચ્છતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની તૈયારી કરી રહી છે.
સ્ત્રી 2 પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે
ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો એ સ્ત્રી ૨ ના સ્ટ્રીમિંગ રાઇટ્સ મેળવ્યા છે. જો કે ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર સ્ત્રી 2 ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના બે મહિના પછી ઓટીટી પર સ્ટ્રીમ થશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દશેરાના અવસર પર આ ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થઇ શકે છે. સિનેમાહોલમાં ફિલ્મ જોતી વખતે ઓટીટી પાર્ટનરમાં પ્રાઈમ વીડિયોનું નામ આવે છે, તેથી આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર આવશે, જોકે તમારે તારીખ માટે થોડી વધુ રાહ જોવી પડશે.

સ્ત્રી 2 મૂવી ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઉપલબ્ધ
સ્ત્રી 2 ફિલ્મમાં સસ્પેન્સ સાથે હોરર અને કોમેડીનું રોમાંચક મિશ્રણ છે. સ્ત્રી ફિલ્મનો પ્રથમ ભાગ પણ હિટ રહ્યો હતો અને અમર કૌશિક નિર્દેશિત આ ફિલ્મનો બીજો ભાગ પણ સક્સેસ થયો છે. ફિલ્મ સ્ત્રીનો પ્રથમ ભાગ ડિઝની+ હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.
સ્ત્રી 2 દિનેશ વિજનની સુપરનેચરલ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. તેમા રૂહી, ભેડિયા અને મુંજ્યા જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. મુંજ્યાએ તાજેતરમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કર્યું છે અને લોકો આ ફિલ્મ રસ સાથે જોઈ રહ્યા છે. ચાહકો હવે આતુરતાથી સ્ત્રી ૨ ઓટીટી પર આવે તેની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો | બોર્ડર 2 ટીઝર રિલીઝ, સની દેઓલ સાથે વરુણ ધવન કરશે દેશની રક્ષા, જાણો ફિલ્મ રિલીઝ ક્યારે થશે
સ્ત્રી ૨ સ્ટાર કાસ્ટ
સ્ત્રી 2 મૂવીમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે અક્ષય કુમાર, વરુણ ધવન, તમન્ના ભાટિયા અને અમર કૌશિક આ ફિલ્મમાં કેમિયો જોઈ શકે છે.





