‘સ્ત્રી 2’ બાદ આ ફિલ્મોની સિક્વલ ટૂંક સમયમાં આવી શકે, લિસ્ટ કઈ મુવી સામેલ?

કોઈપણ ફિલ્મ હિટ થયા પછી દર્શકો તેની સિક્વલની આતુરતાથી રાહ જુએ છે. તેવી જ રીતે બોલિવૂડથી લઈને સાઉથ સુધી ઘણી એવી ફિલ્મો છે, જેની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે અને ચાહકો પણ તેની રાહ જોઈ રહ્યા છે.

Written by shivani chauhan
August 16, 2024 09:52 IST
‘સ્ત્રી 2’ બાદ આ ફિલ્મોની સિક્વલ ટૂંક સમયમાં આવી શકે, લિસ્ટ કઈ મુવી સામેલ?
'સ્ત્રી 2' બાદ આ ફિલ્મોનો સિક્વલ ટૂંક સમયમાં આવી શકે, લિસ્ટ કઈ મુવી સામેલ?

મનોરંજનની દુનિયામાં ઘણા પ્રકારની ફિલ્મો બનાવવામાં આવે છે, જે દર્શકોમાં ખુબજ ફેમસ થઇ જાય છે, અને કેટલીક ફિલ્મો ખાસ કરીને દર્શકોને એટલી પસંદ આવે છે અને તે સુપરહિટ અથવા બ્લોકબસ્ટર સાબિત થાય છે. આવી સ્થિતિમાં, ફિલ્મની સફળતાને જોતા, નિર્માતા તેની સિક્વલ બનાવાની જાહેરાત કરે છે. જો કે આજના સમયમાં ફિલ્મોની સિક્વલ બનાવવી એ સામાન્ય બાબત બની ગઈ છે.ઘણી વખત પહેલી ફિલ્મની રિલીઝ પહેલા જ સિક્વલ પર કામ શરૂ થઈ જાય છે.

કોઈપણ ફિલ્મ હિટ થયા પછી દર્શકો તેની સિક્વલની આતુરતાથી રાહ જુએ છે. તેવી જ રીતે બોલિવૂડથી લઈને સાઉથ સુધી ઘણી એવી ફિલ્મો છે, જેની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે અને ચાહકો પણ તેની રાહ જોઈ રહ્યા છે. તેનું તાજેતરનું ઉદાહરણ સ્ત્રી 2 છે. તે જ સમયે, સ્ત્રી 2 સિવાય, ઘણી ફિલ્મોની સિક્વલની પણ રાહ જોવાઈ રહી છે. અહીં એવી ફિલ્મો વિશે જાણીયે જેના બીજા ભાગની રાહ દર્શકો આતુરતાથી જોઈ રહ્યા છે.

સ્ત્રી 2 (Stree 2)

દર્શકો રાજકુમાર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે સ્વતંત્રતા દિવસ (Independence Day) એટલે કે 15 ઓગસ્ટના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને દર્શકો અને વિવેચકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ‘સ્ત્રી’ની સફળતા બાદ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ હતી. આ વખતે ચંદેરી ગામ સિરકાટેના આતંક સામે લડી રહ્યું છે, જેનો સામનો કરવા અને ગામને બચાવવા માટે શ્રદ્ધા પાછી આવી છે, જોકે તેની પાસે હજુ પણ ‘સ્ત્રી’ની શક્તિ છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સાથે, આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના જેવા અન્ય કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: Khatron Ke Khiladi 14 Winner: ખતરોં કે ખિલાડી 14 વિજેતા નું નામ લીક, આ એક્ટર જીતશે વિનર ટ્રોફી

બ્રહ્માસ્ત્ર 2 (Brahmastra 2)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની હિટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવ’ 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ‘બ્રહ્માસ્ત્ર’ના દિગ્દર્શક અયાન મુખર્જીએ ફિલ્મના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી. ફિલ્મના એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર અયાને ‘બ્રહ્માસ્ત્ર’ના બીજા અને ત્રીજા ભાગની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મનું કામ ચાલી રહ્યું છે. આ સાથે અયાને ‘બ્રહ્માસ્ત્ર’ના આગળના ભાગમાંથી કેટલાક પ્રારંભિક આર્ટવર્ક શેર કર્યા હતા. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય, અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. તે જ સમયે, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને નાગાર્જુને પણ ફિલ્મમાં કેમિયો કર્યો હતો.

કંતારા 2 (Kantara 2)

ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ ખાસ કરીને પસંદ કરવામાં આવી હતી. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે તેની સ્ટોરીના આધારે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મ હિટ થયા પછી જ ઋષભે તેના આગામી ભાગની જાહેરાત કરી હતી, જે ખરેખર આ ફિલ્મની સિક્વલ હશે. ‘કંતારા’ ગયા વર્ષે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ બની હતી, જેમાં ઋષભ દિગ્દર્શક, લેખક અને અભિનેતાની ભૂમિકા ભજવતો હતો. આ ફિલ્મમાં પ્રભાવશાળી કલાકારો છે, જેમાં સપ્તમી ગૌડા, કિશોર, અચ્યુથ કુમાર અને પ્રમોદ શેટ્ટીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Khel Khel Mein Review : ખેલ ખેલ મેં રીવ્યુ । અક્ષય કુમાર કોમેડી ડ્રામા રિલીઝ, બોક્સ ઓફિસ પર કરશે કમાલ?

પુષ્પા 2 (Pushpa 2)

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને તે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની હતી, ત્યારબાદ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી હતી. તે જ સમયે, હવે ફિલ્મનું શૂટિંગ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં રશ્મિકા મંદન્ના એક્ટર અલ્લુ અર્જુન સાથે તેના લવ ઇન્ટરેસ્ટ તરીકે જોવા મળશે, જ્યારે ફહદ ફાઝિલ વિરોધીની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સુનીલ, રાવ રમેશ, અનસૂયા ભારદ્વાજ અને જગદીશ સહાયક ભૂમિકા ભજવતા જોવા મળશે. ‘પુષ્પા 2: ધ રૂલ’ની સ્ટોરી નિર્દેશક સુકુમાર અને શ્રીકાંત વિઝા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મમાં સંગીત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દેવી શ્રી પ્રસાદે આપ્યું છે. ‘પુષ્પા’ના બીજા ભાગમાં પુષ્પરાજ અને ભંવર સિંહ શેખાવત વચ્ચે ટક્કર જોવા મળશે. આ ફિલ્મ 6 ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ