પદ્મ ભૂષણ સુધા મૂર્તિએ ગયા રવિવારે કપિલ શર્મા શોમાં હાજરી આપી હતી. તેમની સાથે અભિનેત્રી રવિના ટંડન અને ફિલ્મ પ્રોડ્યુસર ગુનીત મોંગા પણ પહોંચ્યા હતા. આ એપિસોડમાં સુધા મૂર્તિએ જણાવ્યું કે, તેના પરંપરાગત દેખાવને કારણે તેને ઘણી વખત ઓછો આંકવામાં આવ્યો હતો. જોકે, તેણે કહ્યું કે નારાયણ મૂર્તિએ ઈન્ફોસિસ શરૂ કરવા માટે સુધા મૂર્તિ પાસેથી 10,000 રૂપિયા લીધા હતા.
સુધા મૂર્તિએ જણાવ્યું કે, લગ્ન પછી તે અને નારાયણ મૂર્તિ ભાડાના મકાનમાં રહેતા હતા. તે એક મધ્યમ વર્ગનું સેટઅપ હતું, ત્યાં પૈસાની અછત હતી. 1981 ની શરૂઆતમાં, નારાયણ મૂર્તિએ સુધા મૂર્તિને કહ્યું કે તેઓ તેમના મિત્રો સાથે IT કંપની શરૂ કરવા જઈ રહ્યા છે. સુધા મૂર્તિએ ઘરનો ખર્ચ ચલાવવો પડશે. આ પછી તેણે પૂછ્યું કે સુધા પાસે થોડા પૈસા હશે? સુધા મૂર્તિએ 10,250 રૂપિયા ઘરમાં ટીનના બોક્સમાં નારાયણ મૂર્તિથી છુપાવીને રાખ્યા હતા. સુધાએ તેમાંથી 250 રૂપિયા ઈમરજન્સી માટે પોતાની પાસે રાખ્યા અને બાકીના 10,000 રૂપિયા નારાયણ મૂર્તિને આપ્યા. તેણે કહ્યું કે તેણે આ પૈસા નારાયણ મૂર્તિને લોન તરીકે આપ્યા હતા અને બાદમાં તેણે તે પૈસા પણ તેની પાસેથી પાછા મેળવ્યા હતા.
આ સાથે સુધા મૂર્તિએ કહ્યું કે ભારતીય મહિલાઓ સદીઓથી આ રીતે પૈસા બચાવી રહી છે, તેમના બચાવેલા પૈસા ઘણીવાર મુશ્કેલ સમયમાં કામમાં આવે છે. સુધા મૂર્તિ કહે છે કે તેણે પોતે એક મધ્યમ વર્ગના પરિવારમાંથી શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં, જ્યારે તે ગરીબ અને લાચાર લોકોને જુએ છે, ત્યારે તે તેમની મદદ કરે છે. તેઓને મદદ કરવામાં તે ખુશ છે. તદ્દઉપરાંત સુધા મૂર્તિએ જણાવ્યું કે, એકવાર તે હીથ્રો એરપોર્ટ પર બિઝનેસ ક્લાસની લાઇનમાં ઉભા હતા.
સલવાર કમીઝ પહેર્યો હતો. ઇકોનોમી ક્લાસ લાઇન તરફ ઇશારો કરીને લાઇનમાં બે મહિલાઓએ કહ્યું કે તેમની લાઇન ત્યાં પુરી છે. જ્યારે સુધા હટતી ન હતી, ત્યારે બંનેએ ઇકોનોમી ક્લાસને કેટલ ક્લાસ કહીને તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે એર હોસ્ટેસ સુધાને બિઝનેસ ક્લાસમાં લઈ ગઈ ત્યારે બંને સ્તબ્ધ થઈ ગયા.
સુધા મૂર્તિએ કહ્યું કે ક્લાસ પૈસાથી નથી આવતો, તે તમારા કામથી આવે છે. ગણિતશાસ્ત્રી મંજુલ ભાર્ગવનું નામ લેતા તેણે કહ્યું કે તે એક ક્લાસ છે. સાથે જ તેણે કપિલ શર્માને કોમેડીમાં ક્લાસ ગણાવ્યો હતો. સુધા મૂર્તિ એક શિક્ષક, લેખક અને પરોપકારી છે. તેઓ લાંબા સમય સુધી ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન પણ હતા. સુધા મૂર્તિને સામાજિક ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.