Suhana Khan : સુહાના ખાન રૂમર્ડ બોય ફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે જોવા મળ્યા, અભિષેક બચ્ચન અને નવ્યા નવેલી પણ સાથે, જુઓ વિડીયો

Suhana Khan : સુહાના અને અગસ્ત્ય ગયા વર્ષે ઝોયા અખ્તરની ધ આર્ચીઝ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. બંને ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા છે, જો કે, તેઓ આ વિશે કંઈ બોલ્યા નથી.

Written by shivani chauhan
Updated : July 24, 2024 15:24 IST
Suhana Khan : સુહાના ખાન રૂમર્ડ બોય ફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે જોવા મળ્યા, અભિષેક બચ્ચન અને નવ્યા નવેલી પણ સાથે, જુઓ વિડીયો
સુહાના ખાન રૂમર્ડ બોય ફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે જોવા મળ્યા, મામા અભિષેક બચ્ચન સાથે નવ્ય નવેલી પણ, જુઓ વિડીયો

Suhana Khan : શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન (Suhana Khan) અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા અને અગસ્ત્ય નંદાની બહેન નવ્યા નવેલી નંદા મામા અભિષેક બચ્ચન સાથે મુંબઈના વરસાદમાં બહાર નીકળ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં અભિષેક બચ્ચન ડ્રાઇવ કરતો જોવા મળે છે જેમાં બચ્ચન કેઝ્યુઅલ કમ્ફી કપડામાં જોવા મળે છે.જયારે સુહાના ખાન, અગસ્ત્ય અને નવ્યા નવેલી બેઠેલા જોવા મળે છે.

Suhana Khan with rumoured boy friend aga
Suhana Khan with rumoured boy friend : સુહાના ખાન રૂમર્ડ બોય ફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે જોવા મળ્યા

સુહાના, અગસ્ત્ય, અભિષેક અને નવ્યાને બહાર સાથે જોઈ નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કેટલાક ચાહકો સુહાના માટે સ્વીટ કમેન્ટ લખી હતી. એક વ્યક્તિએ કરી શકો છો, ” પિતા તેવી દીકરી.” કેટલાક નેટીઝન્સ પણ મૂંઝવણમાં હતા કે તે શું સુહાના છે કે નવ્યા તેના ભાઈ અગસ્ત્ય સાથે ચાલી રહી છે, તેથી કેટલાક લોકો ચેક કરવા પોસ્ટ કમેન્ટ સેક્શનમાં ગયા. એક વ્યક્તિએ લખ્યું, “પહેલા ચાલી રહી છે તે સુહાના ખાન છે અને લાસ્ટમાં છે એ નવ્યા છે.’

આ પણ વાંચો: Sonakshi Sinha : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને એક મહિનો, ફિલિપાઈન્સમાં ઉજવણી, જુઓ તસ્વીરો

સુહાના અને અગસ્ત્ય એકબીજાના પરિવાર સાથે ઘણો સમય વિતાવતા જોવા મળ્યા છે. થોડા મહિનાઓ પહેલા અગસ્ત્ય સમાપ્ત થયેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ક્રિકેટ મેચ જોવા માટે કોલકાતામાં સુહાના, શાહરૂખ ખાન અને તેમના પરિવાર સાથે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Kiran Rao On Divorce : કિરણ રાવ ‘મે અને આમિર ખાનએ ખુશીથી છૂટાછેડા લીધા, પણ સબંધ હજુ પણ મજબૂત’

સુહાના અને અગસ્ત્ય ગયા વર્ષે ઝોયા અખ્તરની ધ આર્ચીઝ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. બંને ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા છે, જો કે, તેઓ આ વિશે કંઈ બોલ્યા નથી. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો સુહાના તેના પિતા શાહરૂખ ખાન સાથે સુજોય ઘોષની કિંગમાં સ્ક્રીન શેર કરશે. જ્યારે અગસ્ત્ય શ્રીરામ રાઘવનના દિગ્દર્શિત ઈક્કીસમાં જોવા મળશે. આ યુદ્ધ ડ્રામા દિનેશ વિજનની મેડૉક ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ