સુહાના ખાન પિતા શાહરૂખ ખાન સાથે ધ કિંગ મુવીના શૂટિંગ માટે ન્યૂયોર્કમાં, શોપિંગના ફોટા વાયરલ

સુહાનાએ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મે બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા જેવા અન્ય સ્ટાર કિડ્સને પણ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

Written by shivani chauhan
July 10, 2024 11:33 IST
સુહાના ખાન પિતા શાહરૂખ ખાન સાથે ધ કિંગ મુવીના શૂટિંગ માટે ન્યૂયોર્કમાં, શોપિંગના ફોટા વાયરલ
સુહાના ખાન પિતા શાહરૂખ ખાન સાથે ધ કિંગ મુવીના શૂટિંગ માટે ન્યૂયોર્કમાં, શોપિંગના ફોટા વાયરલ

શાહરૂખ ખાન (Shahrukh Khan) હાલમાં તેની પુત્રી સુહાના ખાન (Suhana Khan) સાથે ન્યૂયોર્કમાં વેકેશન માણી રહ્યો છે અને તેની સાથે શોપિંગ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. SRK અને સુહાના પહેલીવાર સુજોય ઘોષની ધ કિંગ (The King) માં સ્ક્રીન શેર કરશે અને ચાહકો પિતા-પુત્રીની જોડી આગામી ફિલ્મમાં જોવાની રાહ જોઈ રહ્યા છે.

Suhana Khan in New York
સુહાના ખાન પિતા શાહરૂખ ખાન સાથે ધ કિંગ મુવીના શૂટિંગ માટે ન્યૂયોર્કમાં, શોપિંગના ફોટા વાયરલ

વાયરલ ફોટામાં શાહરૂખ એક દુકાનમાં જૂતાની પેર અજમાવતો જોવા મળે છે. અભિનેતાએ ગ્રે ટી-શર્ટ, વાદળી જીન્સ અને કેપ પહેરી છે, તેના ટ્રેડમાર્ક પોનીટેલ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે. અન્ય ફોટોમાં, તે સુહાના સાથે સ્ટોરમાં ફરતો જોવા મળે છે, જેણે ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. આગળની તસવીરમાં શાહરૂખ એક ફેનને ઓટોગ્રાફ આપતા જોવા મળે છે.

આ પણ વાંચો: Big Boss OTT 3: વિશાલ પાંડે ને લાફ મારનાર અરમાન મલિક પાસે કેટલી સંપત્તિ છે? બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધકમાં કોણ સૌથી ધનવાન છે?

સુહાના ખાન તાજતેરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ન્યુયોર્ક વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી જે ખુબજ અદભુત છે, પોસ્ટના કમેન્ટ સેક્શનમાં રૂમરડ બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદાની બહેન નવ્યા નવેલી નંદાએ પણ હાર્ટ ઈમોજી મૂકી કમેન્ટ કરી છે.

સુહાના ખાનના પિતા સાથે ન્યૂયોર્કમાં શોપિંગ

https://www.instagram.com/p/C9MZ0ifP1Yh/?utm_source=ig_embed&ig_rid=58764c6d-52ba-4b28-a449-ac0c6b9260b1&img_index=3

સોશિયલ મીડિયાની પ્રથમ તસ્વીર તેના નો-મેકઅપ લુકનો ક્લોઝઅપ છે. આગળની એક મિરર સેલ્ફી છે જેમાં તેણી લીલા સ્કર્ટ અને સફેદ ક્રોપ ટોપમાં તેના ટૉનેડ મિડ્રિફને ફ્લોન્ટ કરે છે. પછીનો ફોટો સીટીની રેન્ડમ ક્લિક છે અને ત્યારબાદ રેસ્ટોરન્ટના ટેબલની ઇમેજ છે. પછી અભિનેત્રી અને નેચરની કેટલીક તસવીરો છે. આ તસવીર શેર કરતાં સુહાનાએ કેપ્શન આપ્યું હતું કે, “શહેરમાં ઉનાળો.”

સુહાના ખાન વર્ક ફ્રન્ટ

સુહાનાએ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મે બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા જેવા અન્ય સ્ટાર કિડ્સને પણ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Maharaj : આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ફિલ્મ મહારાજ પર જીજુ નુપુર શિખરે આવા રીવ્યુ આપ્યા

શાહરૂખ ખાન વર્ક ફ્રન્ટ

શાહરૂખે તેના આગામી એક્શન ડ્રામા ધ કિંગની પુષ્ટિ કરી હતી, જેમાં સુહાના પણ હશે. જ્યારે આ ફિલ્મ વિશે મહિનાઓથી અનુમાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શાહરૂખે ધ કિંગની અગાઉના વિડિયોમાં પુષ્ટિ કરી હતી જ્યાં ચાહકોએ તેની સ્ક્રિપ્ટ તેના સ્ટડી ટેબલ પર સુપરસ્ટારની બાજુમાં જોઈ હતી. એવું કહેવાય છે કે આ ફિલ્મમાં શાહરૂખ ગેંગસ્ટર તરીકે જોવા મળશે જ્યારે સુહાના તેના આશ્રિત તરીકે જોવા મળશે. કિંગ આ વર્ષના અંતમાં આવી શકે છે, કારણ કે ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શનમાં છે. તેનું લક્ષ્ય 2025 માં સ્ક્રીન પર આવવાનું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ