સુહાની ભટનાગરનું નિધન : ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની પુત્રીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાનીએ ‘દંગલ’માં બબીતા ફોગટનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું, એટલે કે નાની બબીતા. સુહાની ભટનાગરનું 17 ફેબ્રુઆરીએ અવસાન થયું.
19 વર્ષિય સુહાની ભટનાગરને શું થયું હતુ?
રિપોર્ટ્સ અનુસાર, દવાઓના રિએક્શનને કારણે તેના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. થોડા મહિના પહેલા તેનો અકસ્માત થયો હતો, જેમાં તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સારવાર માટેની દવાઓને કારણે તેના શરીરમાં આડઅસર થઈ અને ધીમે ધીમે તેનું શરીર પાણીથી ભરાવા લાગ્યું. સુહાનીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સુહાની ભટનાગરના અંતિમ સંસ્કાર ક્યાં થશે
સુહાની ફરીદાબાદની રહેવાસી હતી, તેના અંતિમ સંસ્કાર ફરીદાબાદના સેક્ટર-15 સ્થિત અજરુંડા રો સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. સુહાનીનો પરિવાર ખરાબ હાલતમાં છે અને રડી રહ્યો છે. મનોરંજન જગતના લોકો પણ આ સમાચારથી ચોંકી ગયા છે.
સુહાની દંગલ ફિલ્મમાં અમિરખાનની દીકરીના રોલમાં જોવા મળી હતી
વર્ષ 2016માં આમિર ખાન સ્ટારર ‘દંગલ’માં સુહાની જુનિયર આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. તેણીને નાની બબીતાના રોલમાં બતાવવામાં આવી હતી અને તેની એક્ટિંગ અને માસૂમિયતને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ બાદ તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
આ પણ વાંચો – અભિનેત્રી કવિતા ચૌધરી નિધન, ‘ઉડાન’ના ‘આઈપીએસ’ એ અમૃતસરમાં લીધા અંતિમ શ્વાસ
જોકે આ પછી તેણે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. તે સમયે તે ઘણી નાની હતી અને તેના અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. અભ્યાસ પૂરો કર્યા બાદ તે એક્ટિંગમાં પરત ફરવા માંગતી હતી. અગાઉ સુહાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી હતી. પણ 2021 થી તે ઇન્સ્ટાગ્રામ પર પણ એક પણ પોસ્ટ પોસ્ટ કરી નથી.