સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી EOW કેસમાં સાક્ષી બની, ‘મારું જીવન, કારકિર્દી બરબાદ કરી દીધી’

Money laundring case: મીડિયા અહેવાલ અનુસાર, નોરા ફતેહી (Nora Fatehi) એ આ મામલે કહ્યું હતું કે, સુકેશે તેને તેની ગર્લફ્રેન્ડ બનવા કહ્યું હતું. તેના બદલામાં તેણે અભિનેત્રીને આલીશાન ઘર અને મોંઘી જીવનશૈલીની લાલચ આપી હતી. જ્યારે જેકલીન ફર્નાન્ડીસે (Jacquline Fernandez) કહ્યું કે, તેને પણ મોંઘી જીવનશૈલીનો ફાકો માર્યો હતો.

Written by mansi bhuva
Updated : January 19, 2023 15:50 IST
સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી EOW કેસમાં સાક્ષી બની, ‘મારું જીવન, કારકિર્દી બરબાદ કરી દીધી’
મની લોન્ડ્રીંગ કેસમાં નોરા ફતેહી અને જેકલીન ફરનાન્ડીસનું મોટું નિવેદન

બોલિવૂડ અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસને કારણે સતત ચર્ચામાં છે. ત્યારે EOW મામલે જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી સાક્ષી બની હોવાના સમાચાર સામે આવ્યાં છે. જે અંગે દાખલ ત્રીજી પુરક ચાર્જશીટથી માલુમ પડ્યું છે.

ટીવી એંકર પિંકી ઇરાની વિરુદ્ધ સામે આર્થિક અપરાધ વિંગ (EOW) દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં તિહાર જેલની અંદર ચંદ્રશેખર સાથે અનેક અભિનેત્રીઓની મુલાકાત કરાવવાનો આરોપ છે.

EOW કેસ ફોર્ટિસના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંઘની પત્ની અદિતિ સિંઘ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRને અનુસરે છે. જેમાં એવો દાવો કર્યો હતો કે, ઠગ ચંદ્રશેખરે તેના પતિને જામીન મેળવવાના બહાને તેની પાસેથી રૂ. 200 કરોડની ઉચાપત કરી છેતરપીંડી કરી હતી. મળતી માહીતી અનુસાર શિવિન્દરની ધરપકડ રલ્લીગઢ ફિનવેસ્ટ લિમિટેડ (રફાલ) માં પૈસાની હેરાફેરી મામલે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Mahatma gandhi trailer: મહાત્મા ગાંધી મૂવીના ટ્રેલરને લઇને પ્રપૌત્ર તુષાર ગાંધી નિર્માતા રાજકુમાર સંતોષી પર લાલધૂમ, હત્યારા ગોડસેને હીરો બનાવવામાં આવે છે

કેન્દ્રીય ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિક સમક્ષ આ સપ્તાહના પ્રારંભમાં એક્સરસીટમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં કેવી રીતે ઠગીએ કથિત રીતે બીએમડબલ્યુ કાર અને અન્ય મોંઘીદાટ લાઇફસ્ટાઇલ અને આરામદાયક જીવનની લાલચ આપી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીસને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરતો હતો. આ સાથે જેકલીને કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, “ઠગી ચંદ્રશેખરના કારણે તેનું આખું જીવન નષ્ટ થઇ ગયું છે. તેણે મારી સાથે દગો કર્યો છે.”

જ્યારે નોરા ફતેહીએ 13 જાન્યુઆરીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, ચંદ્રશેખરની પત્ની અભિનેત્રી લીના મારિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમને ચેન્નાઈમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેણીને કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવા, નૃત્ય સ્પર્ધાને જજ કરવા અને વિકલાંગ બાળકોને પૈસાનું એક પરબિડીયું આપવાનું કહ્યું હતું. આ પછી ઠગીએ તેની સાથે ફોન પર વાત કરી હતી અને આભાર વ્યક્ત કરતા અને ટોકનના રૂપમાં એક કારની પેશકશ કરી હતી.

ફતેહીએ કહ્યું કે તેણીએ ઇનકાર કર્યો કારણ કે તેઓએ તેને પહેલેથી જ એક આઇફોન અને ગુચી બેગ ધરાવતું ગિફ્ટ બોક્સ આપ્યું હતું. પરંતુ આરોપી સુકેશ તેને કાર લેવા માટે દબાણ કરી પરેશાન કરી રહ્યો હતો, પણ અભિનેત્રી તેની વાટ ડટી રહી અને તેની ઉદારતાને કારણે કાર્યક્રમને ફ્રીમાં પ્રમોટ કરવાનું કહ્યું હતું.

આ સાથે નોરા ફતેહીએ જણાવ્યું હતું કે, સુરેશ ચંદ્રશેખરે તેને એલએલ કોર્પોરેશનનો કર્મચારી હોવાનો દાવો કરી સંપર્ક કર્યો હતો. જેણે મને કરા લેવાનો આગ્રહ કર્યો હતો. આ પછી તેણે તેના સંબંધી બોબીનો કોન્ટેક્ટ તેને આપ્યો હતો.

આ પછી ઠગી બોબી સાથે એક ફિલ્મ પ્રોજેક્ટ અંગે ચર્ચા કર હતી. જેને લઇને તે નોરાને સાઇનિંગ ફી તરીકે BMW કાર ગિફ્ટ કરવા માંગતો હતો. જે માટે નોરા તેની સાથે આવે તેમ જણાવ્યું હતું. જો કે નોરા દુબઇ માટે રવાના થઇ ગઇ હતી. ત્યારે તેના ફોન પર પિતરાઇ ફોન આવ્યો હતો, તેણે કહ્યું હતું કે, ઇરાનીએ બોબીનો સંપર્ક કર્યો હતો અને તેને કહ્યું હતું કે, ચંદ્રશેખર નોરા તેની ગર્લફ્રેન્ડ બને તેવું ઇચ્છતો હતો.

નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે, ઇરાનીએ તેના પરિજનોને કહ્યું હતું કે, જેકલીન પહેલેથી આ માટે કતારમાં છે, પરંતુ સુકેશ નોરાને ચાહે છે. આ બાદ નોરાના પિતરાઇ ભાઇની ઇરાની સાથે બબાલ થઇ જાય છે, પોલીસમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી.

2 જાન્યુઆરીએ કોર્ટમાં જેકલીન ફર્નાન્ડીસના નિવેદનમાં વિગતવાર જણાવાયું હતું કે, કેવી રીતે ચંદ્રશેખરે સન ટીવીના માલિક અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જે જયલલિતાના ભત્રીજા હોવાનો દાવો કરી પોતાનો પરિચય આપ્યો હતો. તેણીએ કહ્યું કે, ચંદ્રશેખર તેને દિવસમાં બેથી ત્રણ વાર ફોન કરતો, હંમેશા ડિઝાઈનર કપડા પહેરતો અને ક્યારેય તેના કપડાનું રિપીટ ન કરતો હતો. વીડિયો કોલ તે તેના રૂમના માત્ર એક ખૂણામાંથી કૉલ કરતો હતો.જે અંગે તેને કહ્યું હતું કે, તેના રૂમના અન્ય ભાગોમાં “નબળું Wi-Fi” હતું.

જો કે, તેના ગુનાહિત ભૂતકાળ વિશે માલુમ પડ્યા બાદ ફર્નાન્ડીસે દાવો કર્યો હતો કે, ઈરાનીએ તેના ઘરે આવી દાવો કર્યો હતો કે, તે “ગેરસમજ” અને “રાજકીય દુશ્મનાવટ” નું પરિણામ હતું. ફર્નાન્ડિસે વધુમાં કહ્યું કે, તેની જૂન 2021માં ચંદ્રશેખર સાથે બે વખત મુલાકાત થઇ હતી. પ્રથમ વખત, તેણી તેના કાકાના અંતિમ સંસ્કાર માટે ચંદ્રશેખર દ્વારા બુક કરાયેલા ખાનગી જેટમાં સફર કરી હતી. જો કે તે અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થયો ન હતો.

ફર્નાન્ડિસે વધુમાં કહ્યું કે, તેની જૂન 2021માં ચંદ્રશેખર સાથે બે વખત મુલાકાત થઇ હતી. પ્રથમ વખત, તેણી તેના કાકાના અંતિમ સંસ્કાર માટે ચંદ્રશેખર દ્વારા બુક કરાયેલા ખાનગી જેટમાં સફર કરી હતી. જો કે તે અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થયો ન હતો. આ ઉપરાંત જેકલીને કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, સુકેશે મારી લાગણી અને ભાવનાઓ સાથે રમત રમી છે, મારું જીવન નરક બનાવી નાખ્યું છે, સાથે જ મારી કારકિર્દી અને આજીવિકા પણ.

આ પણ વાંચો: રકુલ પ્રીત સિંહએ તેના કિસ્સા અંગે વાત કરતા કહ્યું…’શાળાઓમાં સેક્સ એજ્યુકેશન જરૂરી છે’

ઈરાનીના વકીલ આરકે હાંડુએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “બંને અભિનેત્રીઓને સાક્ષી બનાવવામાં આવી છે. આ કેસમાં ઈરાની પણ કુદરતી સાક્ષી છે. તેમને એક ન્યૂઝ એજન્સીમાં સીએફઓ પદ આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને તેમને અભિનેત્રીઓ સાથે પરિચય કરાવવા માટે પૈસાનું વચન આપવામાં આવ્યું હતું. જો ઈરાની સાક્ષી બને તો ટ્રાયલ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ શકે છે. ચંદ્રશેખરના વકીલ અનંત મલિકે આરોપોને નકારી કાઢતા કહ્યું કે તેમનો અસીલ નિર્દોષ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ