Summer Health Care Tips News In Gujarati : ઉનાળાની અસહ્ય ગરમીમાં પોતાની જાતને સ્વાસ્થ રાખવી ખુબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં ટેલિવિઝન એક્ટ્રેસ અને સીરિયલ ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દૂ’ ફેઇમ સના મકબુલએ હીટવેવથી સુરક્ષિત અને ફિટ રહેવાની ટિપ્સ (Summer Health Care Tips) શેર કરી હતી. સૂર્યના આકરા પ્રકોપથી બચવા માટે સના મકબુલે 4 ટીપ્સ શેર કરી છે. જે અનુસરવાથી લૂ તમારા પર અસર પણ નહીં કરે અને તમે ઉર્જાવાન અનુભવશો.

સના મકબુલએ પ્રથમ સ્ટેપમાં તમારી જાતને હાઇડ્રેટ રાખવાની સલાહ આપી છે. જો તમે ઉનાળાની ઋતુમાં તમારી જાતને હાઇડ્રેટેડ નહીં રાખો તો શરીરમાં પાણીની કમી થઈ શકે છે. પાણીની અછત એટલે કે ડિહાઇડ્રેશનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ જન્મે છે. જેના કારણે ચક્કર આવવા, બેહોશી અને પેટની સમસ્યાનો ખત્તરો વઘે છે.
બીજા સ્ટેપમાં સના મકબુલે સલાહ આપી હતી કે, અગનગોળા ફેંકતી ગરમીમાં લોકોએ એવા ફળો ખાવા જોઇએ, જેમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં સમાવિષ્ટ હોય. આ ફળો ખાવાથી શરીર વધારાની ગરમીથી બચે છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અસરકારક છે. તે જ સમયે, એન્ટિ-ઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી દૂર રાખે છે.
સના મકબુલેનું ત્રીજું સૂચન લીલા શાકભાજી ખાવાનું છે. ઉનાળાના આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવાથી તમે સ્વસ્થ રહે છે. આ શાકભાજીમાંથી શરીરને વિવિધ પોષક તત્વો મળે છે. દુધી, પરવળ, ભીંડા અને પાલક એવા કેટલાક લીલા શાકભાજી છે જે ખાઈ શકો છો. આ શાકભાજીમાં વિટામીન, ફાઈબર, ફોલેટ, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ સારી માત્રામાં હોય છે.
આ પણ વાંચો : Suhana Khan Birthday: શાહરૂખ ખાનની લાડલીનો આજે બર્થડે, સુહાના ખાન વિશે જાણો અજાણી વાતો
સના મકબુલેની અંતિમ સલાહ સનસ્ક્રીન લગાવવાનું છે. ઉનાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે ત્વચાની યોગ્ય કાળજી લેવી. ત્વચાને તડકાથી વધુ પડતું નુકસાન ન થાય તે માટે નિયમિતપણે સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર સનસ્ક્રીન પસંદ કરો.





