Summer Special Tips : આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓ પૈકી એક છે. તેનો શ્રેય તેની સાથે સાથે તેની ફિટનેસ ટ્રેનર અનુષ્કા પરવાણીનીના ફાળે પણ જાય છે. બોલિવૂડ મશહૂર ફિટનેસ ટ્રેનર (Bollywood Famous Fitness Trailner) અનુષ્કા પરવાનીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કેટલાક બ્રીથિંગ યોગાસનો વિશે જણાવ્યું છે. જે તમને આ ઉનાળાના આકરા તાપ સામે પણ ઉર્જાવાન બનાવી શકે છે. આ ટિપ્સ તમને ફિટ અને ફાઇન રાખી શકે છે.
અનુષ્કા પરવાનીએ આ દઝાડ તડકામાં પોતાને હાઇડ્રેટેડ રાખવાની સલાહ આપી છે. તેમણે રાત્રે સંપૂર્ણ ઊંઘ લેવાની અને હળવો ખોરાક લેવાની સલાહ આપી છે. આ સાથે ફિટનેસ ટ્રેનેર અનુષ્કા પરવાણીએ યોગ કરવાથી થતા ફાયદાઓ પણ જણાવ્યાં છે. તેઓએ કહ્યું કે, યોગ કરવાથી તમે ઉર્જાવાન અને તાજગીભર્યા અનુભવશો અને રાત્રે સારી અને ગાઢ નિદ્રા થશે. તેમણે શીતકારી પ્રાણાયામ કરવાની પણ સલાહ આપી હતી.
ફિટનેસ ટ્રેનર અનુષ્કાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળાની અસહ્ય ગરમીમાં વ્યક્તિએ આહારમાં ચોક્ક્સ પાણીથી ભરપૂર ફળો ખાવા જોઇએ. કારણ કે તે ત્વચા અને વ્યક્તિ બંનેને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં સ્પેશિલ તડબૂચ, શક્કર ટેટી, મૌસંબી, સંતરા, દ્રાશ વગેરે સિઝનલ ફ્રીટ બજારમાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત અનુષ્કા પલવાનીએ જણાવ્યું હતું કે, ઉનાળામાં આ પ્રકારની ટીપ્સ અનુસરવાથી તમારું શરીર અને મન બંનેને શાંતિ મળે છે. જો આપણે સૂતા પહેલા આવું કરીએ તો આપણને સારી ઊંઘ આવે છે. તે આપણા દાંત અને પેઢાને પણ મજબૂત રાખવામાં મદદ કરે છે.





