Sumona Chakravarti Exclusive : અભિનેત્રી સુમોના ચક્રવર્તીએ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા’ અને ‘ધ કપિલ શર્મા શો’ સહિત અનેક શ્રેણીઓમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. સુમોના ચક્રવર્તી ઇન્ડિયન એક્સપ્રેસના ‘ધ સુવીર સરન’ શોમાં જોવા મળી હતી. આ શોમાં, તેણે તેની અભિનય કારકિર્દી, સિરીયલ્સ અને અંગત જીવન વિશે વાત કરી હતી.
સુમોના ચક્રવર્તી 9 વર્ષની ઉંમરે મુંબઈ આવી હતી
સુમોના ચક્રવર્તીએ કહ્યું હતું કે તે લખનઉની રહેવાસી છે અને લગભગ 9 વર્ષની ઉંમરે મુંબઇ આવી હતી. તેણે પહેલા બિસ્કિટની એડમાં કામ કર્યું હતું. આ પછી તેણે આમિર ખાન અને મનીષા કોઈરાલા સ્ટારર ફિલ્મ ‘મન’થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે તેણે કોઈ ખાન સાથે કામ કર્યું હતું. આ પછી અભિનેત્રીએ પોતાના રિજેક્શનની વાત પણ કરી હતી.
સુમોનાને ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો
આ શોમાં વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે કેટલીકવાર તમારે રિજેક્શનનો સામનો કરવો પડે છે, જે મજાક નથી. છેલ્લા 3-4 વર્ષમાં મેં ઘણા ઓડિશન આપ્યા છે અને આ દરમિયાન મને ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. આ પછી અભિનેત્રીએ તેના છેલ્લા ઓડિશનનું ઉદાહરણ આપ્યું હતું અને શેર કર્યું હતું કે કાસ્ટિંગ ડિરેક્ટર તમને બોલાવે, પરંતુ જો તમે ટીવીનો પહેલા ચહેરો છો, તો પછી કેટલાક તેના પર વિચાર કરશે નહીં.