/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sunidhi-chauhan-shreya-ghoshal-photo.jpg)
Shreya Ghoshal Sunidhi Chauhan Selfie: શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણની પાઉટ સેલ્ફીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી
Selfie Breaks the Internet: શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) અને સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan) ભારતીય સંગીત ઉદ્યોગની પ્રતિષ્ઠિત ગાયિકાઓમાંથી છે. બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણ શાનદાર ગીતો ગાયને વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે. હાલમાં શ્રેયા અને સુનિધિએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
શ્રેયા ઘોષાલએ તાજેતરમાં પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. આ તસવીરમાં શ્રેયા ઘોષાલ સાથે સિંગર સુનિધિ ચૌહાણ બંને સાથે એક ફ્લાઇટમાં બેઠેલી જોવા મળી રહી છે. શ્રેયાએ આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, 'એસસી.એસજી બ્રેક ધ ઇન્ટરનેટ.'તો સુનિધિએ એક સુંદર ટિપ્પણી કરી અને કહ્યું, “ધ પ્લાઇટ વોઝ સુપરફન! લવ યુ." આ તસવીર પર ચાહકોએ પણ ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. માત્ર થોડા જ કલાકોમાં પાંચ લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. સિંગરના ફેન્સ બંને દિગ્ગજ સ્ટાર્સને સાથે જોયને ખુશ થઇ ગયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Selfie-Breaks-the-Internet.jpg)
શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણની તસવીર પર એક યૂઝરે કોમેન્ટ કરી કે, 'ક્વીન્સ.' તો અન્ય એક યૂઝરે લખ્યું કે, 'સુપર ઓસમ ટુ ધીસ પિક.'જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, 'ગોર્જિયસ દિવાએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો.'
સુનિધિ ચૌહાણ સોન્ગ
સુનિધિ ચૌહાણના સુપરહિટ સોન્ગમાં રુકી રુકી, ડાન્સ પે ચાન્સ, કમલી, દેશી ગર્લ, ધૂમ મચાલે, નવરાઈ માઝી, શીલા કી જવાની, બીડી, હલકટ જવાની, ભાગ રે મન, પ્યાર કી એક કહાની સોન્ગ, મસખરી ગીત,આપકા ક્યા હોગા, હલકા-હલકા ગીત, ધ ડિસ્કો ગીત જેવા ગીતો ગાયને પોતાનો જાદુ ફેલાવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sunidhi-chauhan.jpg)
રોમેન્ટિક ટ્રેક થી લઈને ચાર્ટબસ્ટર સુધી, સુનિધિએ તેની કારકિર્દીમાં વિવિધ ભાષાઓમાં 3000થી વધુ ગીતો ગાયા છે. સુનિધિ ચૌહાણ માત્ર એક પ્લેબેક સિંગર હોવાની સાથે-સાથે શાનદાર પરફોર્મર પણ છે. દેશ-વિદેશમાં તેના શો હાઉસફુલ છે.
સુનિધિ ચૌહાણ કરિયર
સુનિધિ ચૌહાણે 12 વર્ષની ઉંમરે ફિલ્મ 'શાસ્ત્ર'થી બોલિવૂડમાં પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. 11 વર્ષની ઉંમરે સિંગર પોતાના પિતા સાથે મુંબઇ આવી હતી. આ પછી સુનિધિ ચૌહાણે સિંગિગ રિયાલિટી શો મેરી આવાઝ સુનો જીત્યો અને શાનદાર રીતે પોતાના કરિયરની શરૂઆત કરી. હિન્દી ઉપરાંત સુનિધિએ મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, પંજાબી, બંગાળી, આસામી, નેપાળી અને ઉર્દૂમાં પણ ગીતો ગાયા છે.
સુનિધિ ચૌહાણ નેટવર્થ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુનિધિ ચૌહાણ લગભગ 76 કરોડ રૂપિયા આસપાસ નેટવર્થ ધરાવે છે. સુનિધિ ચૌહાણ એક ગીત માટે 8થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
શ્રેયા ઘોષાલ સોન્ગ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/singer-shreya-ghoshal.jpg)
સિંગર શ્રેયા ઘોષાલનું લિસ્ટ પણ લાજવાબ છે. શ્રેયા ઘોષાલે શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની 2002માં રિલીઝ થયેલી ફિલ્મ 'દેવદાસ'માં તેના ગીતોથી લોકપ્રિયતા મેળવી હતી. આ સિવાય શ્રેયા ઘોષાલના સુપરહિટ ગીતમાં પિયા બોલે ગીત, જાદુ હૈ નશા હૈ ગીત, બરસો રે ગીત, ઉ લા લા ગીત, મનવા લાગે, મોહ મોહ કે ઘાગે વગેરે સામેલ છે. બોલિવૂડ અને હિન્દી ફિલ્મો તેમના ગીતો વિના અધૂરી છે.
શ્રેયા ઘોષાલ નેટવર્થ
વર્ષ 1984 દરમિયાન પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જન્મેલી શ્રેયા ઘોષાલ ખૂબ જ વૈભવી જીવનશૈલી જીવે છે. શ્રેયા એક ગીત માટે લગભગ 20-25 લાખ રૂપિયા લે છે. આંકડા મુજબ, શ્રેયાની કમાણી અરિજિત સિંહ, નેહા કક્કર અને સુનિધિ ચૌહાણ કરતા પણ વધુ છે. તે વાર્ષિક 12 કરોડ રૂપિયા કમાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રેયા પાસે લગભગ 182 કરોડની સંપત્તિ છે. શ્રેયા ઘોષાલને દક્ષિણ તરફથી ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ચાર કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર, બે તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર, સાત ફિલ્મફેર પુરસ્કાર અને 10 ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us