Suniel Shetty Controversy | સુનીલ શેટ્ટી ફરી વિવાદમાં ફસાયો, બાળકના ઉછેર માટે ફક્ત માતાઓને જવાબદાર ગણાવી, લોકો થયા ગુસ્સે

સુનિલ શેટ્ટીએ પેરેન્ટહૂડ પર ટિપ્પણી કરી | બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટી તાજતેરમાં ફરી તેના શબ્દોને કારણે ચર્ચામાં છવાઈ ગયો છે, તાજતેરમાં તેણે એક ઈન્ટવ્યુમાં જે જણાવ્યું એના લીધે ભારે ટીકાનો સામનો કરી રહ્યો છે, જાણો

સુનિલ શેટ્ટીએ પેરેન્ટહૂડ પર ટિપ્પણી કરી | બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટી તાજતેરમાં ફરી તેના શબ્દોને કારણે ચર્ચામાં છવાઈ ગયો છે, તાજતેરમાં તેણે એક ઈન્ટવ્યુમાં જે જણાવ્યું એના લીધે ભારે ટીકાનો સામનો કરી રહ્યો છે, જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
સુનિલ શેટ્ટી બેકલેશ ન્યૂઝ

Sunil Shetty Controversy

Suniel Shetty comment on Parenting | પતિ-પત્ની માંથી બાળકની સંભાળ કોણે રાખવી જોઈએ? તે અંગે સુનીલ શેટ્ટી (suniel shetty) ફરી એકવાર પોતાની કમેન્ટને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તે બાળક પ્રત્યેની જવાબદારીની ભાગીદારી અંગે અવાજ ઉઠાવતો હતો. થોડા દિવસો પહેલા તે તેની પુત્રી વિશે બડાઈ મારતો પણ જોવા મળ્યો હતો. એવું કહેવાય છે કે બાળકની માતા બન્યા બાદ આથિયાએ તેની અભિનય કારકિર્દીનો અંત લાવી દીધો છે.

Advertisment

બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટી તાજતેરમાં ફરી તેના શબ્દોને કારણે ચર્ચામાં છવાઈ ગયો છે, તાજતેરમાં તેણે એક ઈન્ટવ્યુમાં જે જણાવ્યું એના લીધે ભારે ટીકાનો સામનો કરી રહ્યો છે, જાણો

સુનિલ શેટ્ટીની તાજતેરની ટિપ્પણીઓ

બાળકના ઉછેરમાં માતાની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોવી જોઈએ. હકીકતમાં, આ જ દ્રશ્ય બીજા 5 સામાન્ય ઘરોમાં જોવા મળે છે. જો તમે નજીકથી જોશો, તો તમને દેખાશે કે અભિષેક અને ઐશ્વર્યા બચ્ચને બાળકના જન્મ પછી તેમની પુત્રીની જવાબદારી વહેંચી લીધી હતી. ઐશ્વર્યાએ અભિષેકને કહ્યું, "તું બહાર કામ કર. હું દીકરીની સંભાળ રાખીશ." સુનિલ કહે છે કે જો પતિ પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો પત્નીએ બાળકના ઉછેરની જવાબદારી લેવી જોઈએ. '

સુનીલ શેટ્ટી કહે છે, "આજકાલ બાળકોમાં ધીરજ નથી. સમય જતાં, વૈવાહિક સંબંધ એક સમાધાન બની જાય છે જ્યાં બંને ભાગીદારોએ એકબીજાને સમજવું અને ટેકો આપવો પડે છે."

Advertisment

સુનીલ શેટ્ટી કહે છે "બાળકનો જન્મ જાય પછી પત્નીએ પતિનું કામ સમજવું જોઈએ. હું એમ નથી કહેતો કે પિતાએ તેમના બાળકોને ન જોવા જોઈએ. પરંતુ, આજકાલ, બધું ખૂબ પ્રેશર હોય છે. ઘણું દબાણ છે. ઘણા લોકો માનસિક સંઘર્ષોથી પીડાઈ રહ્યા છે."

Border 2 Shoot Wrap Up | સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી બોર્ડર 2 માં જોવા મળશે, ટીમ સાથે ખાસ વિડીયો શેર કર્યો

સુનીલ શેટ્ટીની આ તાજતેરની કમેન્ટના લીધે ઘણા લોકો તેની ટિપ્પણી સાંભળીને ગુસ્સે છે. કેટલાક કહી રહ્યા છે કે તેણે બોલવાનું બંધ કરી દેવું જોઈએ. કેટલાક કહી રહ્યા છે કે તે પોતાનો આદર ગુમાવી રહ્યો છે. કેટલાક કહી રહ્યા છે કે તેમની પીઆર ટીમ સમજી શકતી નથી અથવા કંઈ કહેતી નથી?

થોડા દિવસ પહેલા, તેમણે તેમની પુત્રીની નોર્મલ ડિલિવરીની સોત્રો કહીને વિવાદમાં આવી ગયા હતા.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ