સુનીલ શેટ્ટીનો ખુલાસો! 90ના દાયકામાં મને અંડરવર્લ્ડના ફોન આવતા હતા, પરંતુ...

Suniel Shetty: સુનીલ શેટ્ટીએ પોડકાસ્ટના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તેને 90ના દાયકામાં અંડરવર્લ્ડમાંથી વારંવાર ફોન આવતા હતા.

Suniel Shetty: સુનીલ શેટ્ટીએ પોડકાસ્ટના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તેને 90ના દાયકામાં અંડરવર્લ્ડમાંથી વારંવાર ફોન આવતા હતા.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
suniel shetty photo news

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી ફાઇલ તસવીર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty) ખૂબ જ લોકપ્રિય છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક બિઝનેસ કર્યો છે, પરંતુ શું તમે જાણો છો કે એક સમયે સુનીલ શેટ્ટીને અંડરવર્લ્ડમાંથી ફોન આવતા હતા. આવું 90ના દાયકામાં થતું હતું. હા, તમે સાચું વાંચ્યું છે. આ અંગે ખુદ સુનીલ શેટ્ટીએ ખુલાસો કર્યો છે.

Advertisment

સુનીલ શેટ્ટીએ પોડકાસ્ટના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તેને 90ના દાયકામાં અંડરવર્લ્ડમાંથી વારંવાર ફોન આવતા હતા. જો કે સુનીલ શેટ્ટીએ તેનાથી ડર્યા વિના બેખૌફ તેનો સામનો કર્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે અંડરવર્લ્ડના ફોન કોલ્સનો કેવો જવાબ આપ્યો? આ સવાલના જવાબમાં તેણે કહ્યું, તે તેમની સાથે તેમની જ ભાષામાં વાત કરીને તેમને અપમાનિત કરતો હતો.

વધુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેના પરિવારને આ અંગેની જાણ ન હતી અને તેણે ક્યારેય તેના બાળકો સાથે આ અંગે ચર્ચા કરી ન હતી. સુનીલ શેટ્ટી છેલ્લે 'હન્ટરઃ ટુટેગા નહીં તોડેગા'માં જોવા મળ્યો હતો. સુનીલ શેટ્ટી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ચાહકો સાથે વાતચીત પણ કરે છે. આ ઉપરાંત તેઓ તેમને ઘણા વિષયો પર માર્ગદર્શન પણ આપે છે.

Advertisment

આ પણ વાંચો: કમલ હાસન બાદ હવે અનુરાગ કશ્યપે ધ કેરલા સ્ટોરી સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, કહ્યું…

સુનીલ શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ 'હેરા ફેરી 3' માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અન્ય ઘણા કલાકારો મહત્વની ભૂમિકા ભજવશે. તેમાં અક્ષય કુમાર અને પરેશ રાવલનું નામ પણ સામેલ છે.

આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે. મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ