કપિલ શર્મા શોમાં લોકોને ખડખડાટ હસાવનાર ડો.ગુલાટી ઉર્ફે સુનિલ ગ્રોવર અત્યારે શું કરી રહ્યો છે? જુઓ videos

Sunil Grover Birthday : મશહૂર કોમેડિયન સુનીલ ગ્રોવર આજે 3 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. લોકોને હસાવવાની કળાથી લાખો લોકોને હસાવનાર કોમેડિયન સુનીલ ગ્રોવર આજે ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે?

Sunil Grover Birthday : મશહૂર કોમેડિયન સુનીલ ગ્રોવર આજે 3 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. લોકોને હસાવવાની કળાથી લાખો લોકોને હસાવનાર કોમેડિયન સુનીલ ગ્રોવર આજે ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે?

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Sunil Grover| Sunil Grover Birthday| Sunil Grover fact| Sunil Grover Movies| Sunil Grover instagram

Sunil Grover : કોમેડિયન સુનીલ ગ્રોવર ફાઇલ તસવીર

Sunil Grover Net worth : સુનીલ ગ્રોવર ટેલેન્ટનો પાવર હાઉસ છે. તેઓ તેની પરફેક્ટ કોમેકિ ટાઇમિંગ માટે જાણીતા છે. ક્યારેક ડોક્ટર મશહૂર ગુલાટી તો ક્યારેક ગુત્થીના અવતારમાં લોકોને ખળખળાટ હસાવનાર સુનીલ ગ્રોવર આજે 3 ઓગ્સ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મોસ્ટ ફેવરિટ કોમેડિયન સુનીલ ગ્રોવર પર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. 3 ઓગસ્ટ 1977ને હરિયાણાના સિરસામાં જન્મેલા સુનીલ એક હરિયાણવી પંજાબી પરિવારથી છે. તેમના એક્ટિંગ અને તેમની કૉમિક ટાઈમિંગથી સુનીલએ ખૂબ પ્રશંસા મેળવી છે. લોકોને હસાવવાની કળાથી લાખો લોકોને હસાવનાર કોમેડિયન સુનીલ ગ્રોવર આજે ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે?

Advertisment

સુનીલ ગ્રોવરે એક્ટિંગ કરિયરમાં ખુબ નામ કમાવ્યું છે. સુનીલ ગ્રોવર 18 કરોડની સંપત્તિના માલિક છે. સુનીલ ગ્રોવર એક મહીનામાં 25 લાખથી વધારે કમાતો હતો. દર વર્ષે તેમની આવક 3 કરોડ રૂપિયાથી વધારે થઈ જાય છે. આટલુ જ નહી સુનીલ ગ્રોવર એક ફિલ્મ માટે 25-30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમજ ટીવી પર એક એપિસોડ માટે 10-15 લાખ રૂપિયા લે છે.

સુનીલ ગ્રોવરની પાસે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે. રિપોર્ટ મુજબ આ ઘરને તેણે 2.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની પાસે ઘણા રિયલ એસ્ટેટ પ્રાપર્ટીઝ પણ છે. સુનીલ ગ્રોવરને રૉયલ અને મોંઘી ગાંડીઓનો પણ શોખ છે. તેમની પાસે Range Rover, BMW, Audi જેવી ગાડીઓ છે.

https://www.instagram.com/p/CvCLIC-gaKr/

સુનીલ ગ્રોવરએ તેમના કરિયરની શરૂઆત દિવંગત જસપાલ ભટ્ટીની સાથે કરી હતી. ગ્રોવરના ટીવી કરિયરની શરૂઆત શો ચલા લલ્લા હીરો બનવાથી થઈ હતી તે સિવાય ગ્રોવર સબ ટીવીના પ્રથમ સાઈલેંટ શો ગુંટર ગૂં માં પણ લોકોને હંસાવતા નજર આવ્યા હતા.

Advertisment

હવે વાત કરીએ સુનીલ ગ્રોવર હાલ શું કરી રહ્યા છે? સુનીલ ગ્રોવરે ધ કપિલ શર્મા શો છોડ્યા છતાં લોકોનું મનોરંજન કરવાનું યથાવત છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટ શેર કરે છે, જેને જોઈને ફેન્સ હસી રોકી શકતા નથી. ફેન્સ પણ તેના જીવન વિશે જાણવામાં ખૂબ જ રસ ધરાવે છે. આવી સ્થિતિમાં, ચાહકો એ જાણવા માંગે છે કે તે અભિનય સિવાય તેના જીવનમાં અલગ શું કરી રહ્યો છે?

સુનીલ ગ્રોવરનો લેટેસ્ટ વીડિયો હાલમાં લાઈમલાઈટમાં છે. જેમાં સુનીલ ગ્રોવર રસ્તા પર ઉભા રહીને મકાઈ શેકતા જોવા મળ્યો હતો. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'મિશન ઈમ્પોસિબલ'નું સંગીત પણ સંભળાય છે. સુનીલ ગ્રોવરે લખ્યું છે - હું આગામી મિશન શોધી રહ્યો છું. જો કે આ વીડિયો શેર કરતી વખતે તેણે કોમેન્ટ બોક્સ બંધ રાખ્યું છે.

આ પહેલા પણ તેની કેટલીક પોસ્ટ શેર કરી હટી જેને જોઇનએ તેના ફેન્સ વિચારમાં પડી ગયા હતા. સુનીલ ગ્રોવરે એક તસવીર શેર કરી છે જેમાં તે છત્રી વેચતો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાં સુનીલ ગ્રોવરે લખ્યું- વરસાદ એટલો પડ્યો, મારી પોતાની છત્રી પણ વેચાઈ ગઈ. ગ્રોવરની આ તસવીર પર યુઝરે લખ્યું- સર, આ શું હાલત બનાવીને રાખી છે? તો કેટલાક લોકો આ તસવીરો જોઈને હેરાન રહી ગયા હતા અને પૂછી રહ્યા હતા કે - ભાઈ, શું થઈ રહ્યું છે.

આ પહેલા પણ સુનીલ ગ્રોવરે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે રોટલી બનાવતો જોવા મળી રહ્યો છે. કેટલીક તસવીરોમાં તે રોટલી ફેરવતો જોવા મળી રહ્યો છે અને કેટલીક તસવીરોમાં તે તેને ઉપાડીને વાસણ પર મૂકતો જોવા મળે છે. તે કોલસાના ચૂલા પર આ રોટલી પકવતો જોવા મળે છે. સુનિલે આ તસવીર શેર કરીને પૂછ્યું છે - શું તમે રોટલી ખાશો? લોકોએ પૂછ્યું- સાહેબ, શું કોમેડીનું કામ સારું નથી ચાલતું? એકે કહ્યું- ભાઈ, શું હાલત થઈ ગઈ છે તમારી?

આ પણ વાંચો : ‘જિંદા બંદા ગીત’એ રચ્યો ઇતિહાસ, 24 કલાકમાં આ ગીતને દર્શકોનો અપાર પ્રેમ, આ વર્ષનું સૌથી વઘુ વ્યૂઝ મેળવનાર હિંદી ગીત બન્યું

સુનીલ ગ્રોવરે આ દિવસોમાં ટેલિવિઝનની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. સુનીલ વેબ સિરીઝના કામમાં ઘણો વ્યસ્ત રહે છે. હવે આ બધી તસવીરો કોઈ વેબ સિરીઝનો ભાગ છે, પછી ટીવી શોનો એ વિશે હજુ કોઈ ખબર પડી નથી.

સેલિબ્રિટી બર્થ ડે ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ