Sunil Shetty on Hera Pheri 3 | કાનૂની નાટક અને સોશિયલ મીડિયા ધમાલ બાદ પરેશ રાવલે પ્રખ્યાત ફિલ્મ ફ્રેન્ચાઇઝ હેરાફેરીમાં પાછા ફરવાની પુષ્ટિ કરી છે. પરેશ રાવલે ફિલ્મ છોડી દીધી ત્યારે ફિલ્મ અનિશ્ચિતતામાં મુકાઈ ગઈ હતી, જેના કારણે અક્ષય કુમારે તેમની સામે કાનૂની કેસ દાખલ કર્યો હતો. જોકે, એવું લાગે છે કે નિર્માતાઓએ હવે આ મુદ્દો ઉકેલી લીધો છે. ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે તે ફિલ્મની ચર્ચા વધારવા માટે ફક્ત એક પીઆર સ્ટ્રેટેજી હતી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુનીલ શેટ્ટીએ શું કહ્યું?
સુનીલ શેટ્ટીએ શિરડી સાંઈ બાબાની મુલાકાત દરમિયાન સાંઈ સફર યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા મજાકમાં કહ્યું, “મૈં ભી સુન રહા હું કી ફાઇન-ટ્યુનિંગ હો ચૂકી હૈ (મેં સાંભળ્યું છે કે તેઓએ ફાઇન-ટ્યુનિંગ કર્યું છે), હું ફિલ્મ રિલીઝ થયા પછી જ હેરા ફેરી વિશે વાત કરીશ.”
જોકે, અભિનેતાએ પુષ્ટિ આપી કે આ ફિલ્મ અગાઉના બે ભાગોની જેમ જ પારિવારિક મનોરંજક હશે, જે લોકોને હસાવશે. અભિનેતાએ કહ્યું “તમે કોઈપણ ખચકાટ વિના તમારા આખા પરિવારના સભ્યો સાથે આનંદ માણી શકો છો.”
પરેશ રાવલે શું કહ્યું?
અગાઉ હિમાંશુ મહેતા સાથેના પોડકાસ્ટમાં, પરેશ રાવલે તેમની વાપસીની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, “મારું માનવું છે કે જ્યારે લોકો કોઈ વસ્તુને ખૂબ પ્રેમ કરે છે, ત્યારે તમારે વધુ કાળજી લેવી જોઈએ. પ્રેક્ષકો પ્રત્યે આમરી જવાબદારી છે. પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા આપી છે. તમે વસ્તુઓને હળવાશથી ન લઈ શકો. મહેનત કરીને ફિલ્મ કરે છે, તેથી, મારો મત હતો કે બધા સાથે આવે, મહેનત કરેં, બીજું કઈ નહિ. હવે બધું ઉકેલાઈ ગયું છે.”
NDTV સાથેના બીજા એક ઇન્ટરવ્યુમાં, પરેશ રાવલે શેર કર્યું કે તેણે અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસને 15% વ્યાજ સાથે 11 લાખ રૂપિયા પરત કર્યા છે .
હેરા ફેરી 3 પરશ રાવલ વિવાદ શું હતો?
હેરા ફેરી 3 (Hera Pheri 3) સાથે પાછા ફરવાની જાહેરાત કર્યા પહેલા , પરેશ રાવલે અચાનક ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લેતા હેડલાઇન્સમાં ચમક્યા. અહેવાલો સૂચવે છે કે તેમના ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન સાથે સર્જનાત્મક મતભેદો હતા. જોકે, અભિનેતાએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને ફિલ્મ નિર્માતાને પોતાનો પ્રિય મિત્ર ગણાવ્યો હતો.
ત્યારબાદ અક્ષય કુમાર (ફિલ્મના નિર્માતા પણ) દ્વારા તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવાના સમાચાર ઓનલાઈન સામે આવ્યા હતા, જેની પુષ્ટિ અભિનેતાએ હાઉસફુલ 5 ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન કરી હતી. પરેશ રાવલે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર દાવો કર્યો હતો કે તેમના વકીલો આ મુદ્દા પર છે અને કાયદેસર રીતે લડશે. જો કે, એવું લાગે છે કે નિર્માતાઓએ હવે આ મુદ્દો ઉકેલી લીધો છે.