સુનીલ શેટ્ટીએ પત્ની માના સાથેના આંતરધર્મી લગ્ન વિશે કર્યો મોટો ખુલાસો

સુનીલ શેટ્ટી આંતરધાર્મિક લગ્ન લવ સ્ટોરી | લગભગ એક દાયકાના પ્રેમસંબંધ પછી સુનિલ શેટ્ટી 25 ડિસેમ્બર, 1991 ના રોજ લગ્ન કર્યા, તેમની પુત્રી, આથિયા, બીજા વર્ષે 1992 માં જન્મી અને ત્યારબાદ 1996 માં તેમના પુત્ર આહાનનો જન્મ થયો હતો.

Written by shivani chauhan
July 26, 2025 11:45 IST
સુનીલ શેટ્ટીએ પત્ની માના સાથેના આંતરધર્મી લગ્ન વિશે કર્યો મોટો ખુલાસો
Sunil Shetty talks about interfaith marriage

Sunil Shetty Love Story | 90 ના દાયકાની શરૂઆતમાં સુનિલ શેટ્ટી (Sunil Shetty) અને માના શેટ્ટી (Mana Shetty) ના લગ્ન ઘણા કારણોસર હેડલાઇન્સમાં આવ્યા હતા. તે સમયે સુનિલ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત એક ફિલ્મ કરી હતી, એક એવો સમય જ્યારે કલાકારોને ઘણીવાર લગ્ન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવતી હતી.

સુનિલ શેટ્ટી (Sunil Shetty) અને માના શેટ્ટી બંને પરિવારોના ધાર્મિક અને સાંસ્કૃતિક બેકગ્રાન્ડને કારણે વિરોધનો સામનો કરવા છતાં તેણે પરંપરાઓ અને સામાજિક ધોરણોને અવગણીને માના સાથે લગ્ન કર્યા. તાજેતરની વાતચીતમાં, અભિનેતાએ તેમના સંબંધો કેવી રીતે ટકી રહ્યા તે વિશે સ્પષ્ટતા કરી.

માતા-પિતાએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી હતી

સુનિલે કહ્યું “તે પહેલા દિવસથી જ મારી સાથે હતી, મારા માતા-પિતા ખૂબ સ્પષ્ટ હતા, તેઓ કહેતા હતા કે આ લગ્ન થઈ શકતા નથી, તમે લગ્ન કરી શકતા નથી. તેનો સમુદાય અલગ હતો. પરંતુ માનાએ ક્યારેય એવું વિચાર્યું ન હતું. તે હંમેશા મને કહેતી, ‘જ્યાં સુધી તમે મને તમારા જીવનનો ભાગ બનાવવા માંગો છો ત્યાં સુધી હું હંમેશા તમારી સાથે રહીશ.’ હું તે કેવી રીતે ભૂલી શકું?” સુનિલે યાદ કર્યું કે પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.”

એક્ટર કહે છે, “તેથી જ્યારે મને મારી પહેલી ફિલ્મ મળી, ત્યારે અમે તરત જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. મારી પહેલી રિલીઝ પહેલાં જ અમે લગ્ન કરી લીધા. દુનિયા મને કહેતી રહી કે જો હું લગ્ન કરીશ, તો હું મારા ફેન ફોલોઇંગ ગુમાવીશ, ખાસ કરીને સ્ત્રીઓમાં. ઘણા લોકોએ મને નિરાશ કર્યો હતો. પરંતુ મેં મારું મન બનાવી લીધું હતું.અમે જ્યારથી મળ્યા ત્યારથીજ હું ખૂબ કાળજી રાખતો. એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ અને નવ વર્ષ, અને મારા માતાપિતા ના કહેતા રહ્યા હતા. તેના માતાપિતા પહેલા દિવસથી જ મને પ્રેમ કરતા હતા, અમે એકબીજા સાથે રહ્યા.”

સુનિલ શેટ્ટી સંબંધમાં પડકારો

પોતાના નિર્ણય પર શા માટે અડગ રહ્યા તે વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું: “જ્યારે તમે જેને ખૂબ પ્રેમ કરો છો તે તમને પત્નીના દૃષ્ટિકોણથી સૌથી અસુરક્ષિત વ્યવસાયોમાંના એકમાં પગ મૂકવા દે છે, ત્યારે તેનું સન્માન કરવાની જવાબદારી તમારી બની જાય છે. હું હંમેશા મારા નિર્ણયો વિશે સ્પષ્ટ અને પ્રામાણિક રહ્યો છું. અને હું જાણતો હતો કે જો હું નિષ્ફળ ગયો તો પણ, તે મને ક્યારેય છોડશે નહીં. હા જો મારું વર્તન ખોટું હોત અથવા જો હું પ્રતિબદ્ધ ન હોત, તો તે ચોક્કસપણે મને છોડશે. તે આત્મસન્માન માનામાં ત્યારે પણ હતું, અને આજે પણ છે.”

પોતાના લગ્નજીવન પર ચિંતન કરતાં તેણે ઉમેર્યું: ”જ્યારે અમે લગ્ન કર્યા, ત્યારે લગ્ન એક પ્રતિબદ્ધતા હતી. તમે સાત પ્રતિજ્ઞાઓ લીધી હતી, અને એવું સમજાયું હતું કે તમે સાત જીવનભર સાથે રહેશો. તે ફિલ્મી સંવાદ જેવું લાગે છે, પરંતુ તે સત્ય છે.”

સુનિલ શેટ્ટી લવ સ્ટોરી (Sunil Shetty Love Story)

“ધ રણવીર શો” ના પહેલાના એપિસોડમાં સુનિલ શેટ્ટીએ પણ જણાવ્યું હતું કે તે માના સાથે પહેલી વાર કેવી રીતે પ્રેમમાં પડ્યો હતો. “હું તેને જોયાની સાથે જ તેના પ્રેમમાં પડી ગયો હતો. પરંતુ મને ગુંડા કહેવામાં આવતો હતો કારણ કે મારી પાસે બાઇક, લાંબા વાળ, તે શરીર અને સ્ત્રીઓ હંમેશા મારી આસપાસ રહેતી હતી.” તેઓ એકબીજા સાથે કેટલા સમય સુધી સાથે હતા તે વિશે વાત કરતા, તેણે યાદ કર્યું: “હું નાતાલ અને નવા વર્ષમાં સવારે ચાર વાગ્યે માનાને મળતો હતો, પરંતુ તે એક વાર પણ ફરિયાદ કરતી નહોતી.’

સુનિલ શેટ્ટી મેરેજ (Sunil Shetty Marriage)

લગભગ એક દાયકાના પ્રેમસંબંધ પછી સુનિલ શેટ્ટી 25 ડિસેમ્બર, 1991 ના રોજ લગ્ન કર્યા, તેમની પુત્રી, આથિયા, બીજા વર્ષે 1992 માં જન્મી અને ત્યારબાદ 1996 માં તેમના પુત્ર આહાનનો જન્મ થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ