Gadar: ફિલ્મથી વધારે દર્દનાક છે ગદરના તારા સિંહ અને શકીનાની રિયલ લવ સ્ટોરી, પાકિસ્તાની પ્રેમિકાની બેવફાઇ ને ભારતીય પ્રેમીએ કરી આત્મહત્યા

Sunny deol and Amisha Patel in Gadar 2 Movie: સની દેઓલ અને અમિષા પટેલની જોડી 22 વર્ષ બાદ ફરી ગદર ફિલ્મમાં જોવા મળશે. તારા સિંહ અને શકીનાની પ્રેમ કહાણી ભારત- પાકિસ્તાનના ભાગલા સમયની ચર્ચિત પ્રેમ કહાણી જેવી છે.

Written by Ajay Saroya
July 25, 2023 21:44 IST
Gadar: ફિલ્મથી વધારે દર્દનાક છે ગદરના તારા સિંહ અને શકીનાની રિયલ લવ સ્ટોરી, પાકિસ્તાની પ્રેમિકાની બેવફાઇ ને  ભારતીય પ્રેમીએ કરી આત્મહત્યા
Gadar 2 Trailer Review : ગદર 2ના ટ્રેલરને જોયા પછી પ્રશંસકોએ આપી પ્રતિક્રિયા

Tara singh and Sakina love story in Upcoming Movie Gadar 2: બોલીવુડ એક્ટર સની દેઓલ અને અભિનેત્રી અમિષા પટેલ હાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘ગદર 2: ધ કથા કન્ટીન્યુ’ને લઈને ચર્ચામાં છે. અગાઉ, આ ફિલ્મનો પહેલો ભાગ ‘ગદરઃ એક પ્રેમ કથા’ સિનેમાઘરોમાં ફરી રીલિઝ કરવામાં આવ્યો હતો. 22 વર્ષ બાદ ફરી રિલિઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી બહોળો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મ એક ભારતીય યુવાન તારા સિંહ અને પાકિસ્તાની યુવતી શકીનાની પ્રેમ કથા છે. 22 વર્ષ બાદ ગદર ફિલ્મનો બીજો ભાગ રિલિઝ થશે તેની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ તમને ખબર છે ગદર ફિલ્મમાં દર્શાવવામાં આવેલી પ્રેમ કહાણી એ રિયલ લવ સ્ટોરી છે.

ભારત-પાકિસ્તાનની પ્રેમ કહાણી

ગદર 2 રિલીઝ થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તારા સિહં અને શકીના ફરી એકવાર પડદા પર જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મની વાર્તા રિયલ લાઇફની લવ સ્ટોરીથી પ્રેરિત હતી. આ ઘટનાની ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ હતી. ખરેખર, ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા તેઓ બ્રિટિશ આર્મીમાં સૈનિક હતા. આ કોન્સ્ટેબલનું નામ બુટા સિંહ હતું. ગદર ફિલ્મના સની દેઓલનું પાત્ર તારા સિંહ પણ આ સૈનિક પર આધારિત છે. જ્યારે શકીનાનું પાત્ર ઝૈનબ પર આધારિત છે. વાસ્તવિક જીવનમાં આ રિયલ લવ સ્ટોરીનો અંત રિલ લાઇફ કરતા સાવ અલગ અને અત્યંત દુઃખદ હતો.

બુટા સિંહ અને ઝૈનબની લવ સ્ટોરી

તમને જણાવી દઈએ કે બુટા સિંહ બ્રિટિશ આર્મીના પૂર્વ શીખ સૈનિક હતા જેમણે 1947માં ભારતના ભાગલા દરમિયાન ફાટી નીકળેલા સાંપ્રદાયિક રમખાણોમાં એક મુસ્લિમ યુવતીનો જીવ બચાવ્યો હતો. તે યુવતીનું ઝૈનબ હોવાનું કહેવાય છે. બુટા સિંહને ઝૈનબ સાથે પ્રેમ થઈ ગયો હતો અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.

તે બંનેને એક પુત્રી પણ હતી. ઝૈનબ મુસ્લિમ હોવાને કારણે તેને ભારતમાંથી અલગ થયેલા પાકિસ્તાનમાં મોકલવામાં આવી હતી. પરંતુ બુટા સિંહને તેમની સાથે જવા દેવામાં આવ્યા ન હતા. પરંતુ બુટા સિંહ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા. તેણે ઝૈનબનો સંપર્ કરવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ પરિવારના દબાણમાં આવી ઝૈનબે બુટા સાથેના લગ્ન તોડી નાખ્યા.

પ્રેમ કહાણીનો દુઃખદ અંત

ઝૈનબને તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવે છે અને બુટા સિંહ પર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો આરોપ મૂકાય છે. જ્યારે બુટા સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે રડતા રડતા કહ્યું કે ઝૈનબ તેની પત્ની છે અને તેને એક પુત્રી પણ છે. એવું કહેવાય છે કે ઝૈનબે આ વાતથી ઇન્કાર કર્યો અને દબાણમાં આવી બુટા સિંહ અને પુત્રી સાથે જવાની ના પાડી. ત્યારબાદ બુટા સિંહ ખૂબ જ નિરાશ થઈ ગયા અને 1957માં પોતાની પુત્રી સાથે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જો કે તેમાં દીકરી તો બચી ગઈ પરંતુ બુટા સિંહનું મોત થઈ ગયું.

આ પણ વાંચો- તારા સિંહ ઉર્ફે સની દેઓલનો મોટો ખુલાસો, કહ્યું, જ્યારે ગદર ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બૉલીવુડ વિરોધ…

બુટા સિંહે મરતા પહેલા લખી હતી સુસાઈડ નોટ

એવું કહેવાય છે કે બુટા સિંહે તેમના મૃત્યુ પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે બરકી ગામમાં દફનાવવાની તેમની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યાં વિભાજન પછી ઝૈનબના માતા-પિતા સ્થાયી થયા હતા. જોકે, ગ્રામજનોએ તેને મંજૂરી આપી ન હતી. છેલ્લે બુટા સિંહને લાહોરના સૌથી મોટા કબ્રસ્તાન મિયાની સાહિબમાં દફનાવવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ