/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/sunny-deol-border-2-.jpg)
Border 2 : સની દેઓલની બોર્ડર 2 ઇતિહાસની સૌથી મોટી વોર ફિલ્મ હશે (Photo Indian express)
Sunny Deol Border 2 : ગદર 2ની શાનદાર સફળતા પછી હવે સની દેઓલ બોર્ડર 2 સાથે ઘમાકેદાર કમબેક કરશે. આ ફિલ્મ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. બોર્ડર 2 મુવીને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરશે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે બોર્ડર 2ને ગદ્દર 2થી અને ઇતિહાસની સૌથી મોટી વોર ફિલ્મ હશે.
અગાઉ એવા સમાચાર હતા કે આ ફિલ્મ બોર્ડરની સિક્વલ હશે, પરંતુ હવે અહેવાલ છે કે બોર્ડર 2 બિલકુલ ફ્રેશ કહાની હશે. ફિલ્મના શૂટિંગ પહેલા તેની કહાની લીક થઇ ગઇ છે.
1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રચંડ યુદ્ધ રાજસ્થાનના થારના લોંગેવાલા ભારતીય ચોકી પર થયું હતું. આ સમગ્ર ઘટના ફિલ્મમાં બતાવવામાં આવશે. આ લડાઇમાં થલ સેનાનો સાથે જલ સેના અને વાયુસેનાએ પણ આપ્યો હતો.
અનુરાગ સિંહના નિર્દેશન હેઠળ બનનાર બોર્ડર 2 સૌથી મોટી વોર ફિલ્મ હશે તેવી માહિતી છે. સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના અને જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ 'બોર્ડર'એ બોક્સ ઓફિસ પર કમાણીનાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. 26 વર્ષ પહેલા આ મલ્ટીસ્ટારર ફિલ્મની કમાણીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
ઇન્ડસ્ટ્રીના દેશભક્ત દિગ્દર્શક તરીકે જાણીતા જેપી દત્તાની આ બ્લોકબસ્ટર ફિલ્મ 10 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 39.45 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું, જે તે સમયે એક મોટી વાત હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us