Sunny Sanskari Ki Tulsi Kumari | વરુણ ધવન (Varun Dhawan) અને જાન્હવી કપૂર (Janhvi Kapoor) ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ તાજેતરમાં જ સિનેમાઘરોમાં આવી અને તેનું ઓપનિંગ વીકેન્ડ સારું રહ્યું. શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સકનિલ્કના જણાવ્યા અનુસાર તેણે ચાર દિવસમાં અત્યાર સુધીમાં આટલા કરોડની કમાણી કરી છે.
જાન્હવી કપૂર (Janhvi Kapoor) અને વરુણ ધવન (Varun Dhawan) મુવી 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ છે. આજે થિયેટર રિલીઝને ચોથો દિવસ છે જાણો બોક્સ ઓફિસ કલેકશન વિશે
સન્ની સંસ્કાર કી તુલસી કુમારી બોક્સ ઓફિસ કલેકશન ડે 4 (Sunny Sanskar Ki Tulsi Kumari Box Office Collection Day 4)
ઇન્ડસ્ટ્રી ટ્રેકર સકનિલ્કના જણાવ્યા અનુસાર તેણે ચાર દિવસમાં અત્યાર સુધીમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં રવિવારે 7.75 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. તેના ઓપનિંગ વીકેન્ડ પર ફિલ્મને રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 થી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો.
ચોથા દિવસે સન્ની સંસ્કારી કી તુલસી કુમારીના થિયેટરોમાં હિન્દી દર્શકોની સંખ્યા 29.14% હતી, સવારના શો 13.70%, બપોરના શો 34.45%, સાંજના શો 41.10% અને રાત્રિના શો 27.29% નોંધાયા હતા. ચેન્નાઈ રિજિનમાં થિયેટરોમાં સૌથી વધુ ઓક્યુપન્સી હતી.
આ ફિલ્મે તેના શરૂઆતના દિવસે 9.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, અને શુક્રવારે ઘટાડો થવા ઉપરાંત ત્યારથી તેના આંકડામાં મોટાભાગે વધારો થયો છે. કન્નડ એક્શન-થ્રિલર ફિલ્મ ‘કંટારા’ રોમેન્ટિક-કોમેડી ફિલ્મને જોરદાર ટક્કર આપી રહી છે કારણ કે તેણે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
ધર્મા પ્રોડક્શન્સ અને મેન્ટર શિષ્ય એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, સની સંસ્કાર કી તુલસી કુમારીમાં સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ પણ મુખ્ય ભૂમિકામાં છે.