/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/kanguva-release-date.jpg)
સૂર્યાની કંગુવા સામે KGF બાહુબલી લાગશે નાની, જાણો ફિલ્મનું બજેટ રિલીઝ ડેટ અને અર્થ (ફોટો ક્રેડિટ સૂર્યા ઇન્સ્ટાગ્રામ)
Suriya Movie Kanguva : શાનદાર એક્ટિંગના દમ પર લોકોના દિલમાં સ્થાન બનાવનારા સાઉથ સ્ટાર સૂર્યા આગામી ફિલ્મ કંગુવા ને લઇને ચર્ચામાં છે. હાલમાં જ કંગુવા મુવીનું ટીઝર રિલીઝ કરાયું હતું. જે જોતા મોટા ગજાની ફિલ્મની યાદ અપાવી જાય છે. કંગુવાની પહેલી ઝલક જોતા તમને KGF અને બાહુબલી જેવી ફિલ્મ પણ નાની લાગશે. કંગુવાનું બજેટ, રિલીઝ ડેટ અને ફિલ્મ વિશે વધુ માહિતી વાંચો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/kanguva.jpg)
કંગુવા મુવી ટીઝરની વાત કરીએ તો પહેલી ઝલક એટલી ભયાનક છે કે તમે ડરી જશો. ટીઝરની શરૂઆતમાં કેટલાક લોકો ખુલ્લા આકાશની નીચે ઉભા છે તો બીજી તરફ મોટા જહાજો દરિયામાં જતા જોવા મળે છે. આ પછી જે દ્રશ્ય જોવા મળે છે તે હાડપિંજરનું ઝાડ અને તેની નીચે રક્તમાં સ્નાન કરતી સ્ત્રીઓ. આ દ્રશ્ય તમને હચમચાવી દેશે. આ પછી સિંહની ગર્જના સાથે સૂર્યાની એન્ટ્રી થાય છે. જ્યારે હજારોની ભીડ વચ્ચે આવી રહેલો બોબી દેઓલ પણ છવાય ગયો. બોબી દેઓલ કંઇક એવું કરી રહ્યો છે, જે તેણે પહેલા ક્યારેય નથી કર્યું.
કંગુવા ફિલ્મ બ્લોક બ્લસ્ટર સાબિત થશે તેવો ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે. કંગુવામાં મેદાની યુધ્ધથી લઇને સમુદ્ર સુધીની કહાની બતાવવામાં આવશે. પાન ઇન્ડિયા ફિલ્મ 'કંગુવા' મોટા બજેટમાં બનાવવામાં આવી રહી છે. જે દુનિયાભરની 10 ભાષાઓમાં રિલીઝ થશે. આ પીરિયડ એક્શન-ડ્રામા કંગવા ફિલ્મનું બજેટ અંદાજે 350 કરોડ રુપિયા છે.
આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી દિશા પટણી પણ છે. આ ફિલ્મનું નિર્દેશન સિરુથાઈ શિવા કરી રહ્યા છે. કંગુવા ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ કોઇ જાહેરાત થઇ નથી. પરંતુ સેકનિલ્કે દાવો કર્યો છે કે, સૂર્યા અને દિશા પટની અભિનીત કંગવા 12 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે.
આ પણ વાંચો : પુષ્પા 2 ફેમ અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી હતી? જાણો સત્ય
કંગુવાનો અર્થ
ગયા વર્ષે જુલાઈમાં જ્યારે શિવે ફિલ્મનું ટાઈટલ અને પહેલું પોસ્ટર જાહેર કર્યું હતું, ત્યારે તેણે ફિલ્મના નામનો અર્થ પણ સમજાવ્યો હતો. તેણે ફિલ્મનું નામ ખૂબ જ સમજી વિચારીને રાખ્યું છે, જે તેની વાર્તાને સારી રીતે પ્રતિબિંબિત કરે છે. શિવે ખુલાસો કર્યો હતો કે 'કંગુ' શબ્દ પ્રાચીન તમિલ શબ્દ પરથી લેવાયો છે, જેનો અર્થ 'અગ્નિ' થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us