સની દેઓલ આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ગદર 2ને લઇને સતત ચર્ચામાં છે. આ ફિલ્મ 2 મહિના પછી રિલીઝ થવાની છે. જેને પગલે સની દેઓલ પૂરજોશમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્તછે. જો કે ગદર 2ની રિલીઝ પહેલા અભિનેતા મોટી જવાબદારી નિભાવવા જઇ રહ્યો છે. સની દેઓલનો મોટો પુત્ર અને ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલના લગ્ન નક્કી થઇ ગયા હોવાના સમાચાર સામે આવ્યાં છે. લાંબા સમય બાદ ધર્મેન્દ્રના ઘરે લગ્નની શરણાઇ ગુંજશે.
પ્રાપ્ત વિગત અનુસાર, આજે 12 જૂનના રોજ ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીતો અને ડાન્સ થશે. દિગ્દર્શક અને કોરિયોગ્રાફર અહેમદ ખાનને સંગીતની જવાબદારી સોંપાઇ છે. જ્યારે 16 જૂનના રોજ હલ્દી, મહેંદી, સંગીત અને ત્યારબાદ 18મીએ લગ્ન થશે. કેટલીક ધાર્મિક વિધિઓ ઘરે થશે અને કેટલીક બાંદ્રાના તાજ લેન્ડ એન્ડમાં થશે.
કરણ દેઓલના લગ્નને પગલે હાલ આખા ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દિગ્દર્શક અને કોરિયોગ્રાફર અહેમદ ખાન સંગીતની તૈયારીમાં વ્યસ્ત છે. દેશ-વિદેશના તમામ સંબંધીઓ હાલ ધર્મેન્દ્રના જુહુ સ્થિત આલીશાન ઘરમાં આગમન થઇ રહ્યું છે.
આ પણ વાંચો: વિકી કૌશલે લગ્ન પછીના પહેલા બર્થડેને લઇને કેટરીના કૈફ અંગે કહી આ ખાસ વાત, જુઓ વીડિયો
કરણ અને દ્રિશા આચાર્ય એક ખાનગી સેરેમનીમાં સગાઈ કરી ચૂક્યા છે. બંનેએ 18 ફેબ્રુઆરીએ ધર્મેન્દ્ર અને તેમની પ્રથમ પત્ની પ્રકાશ દેઓલના લગ્નની વર્ષગાંઠે સગાઈ કરી હતી. જણાવી દઈએ કે, દ્રિશા આચાર્યના પિતા સુમિત આચાર્ય અને માતા ચીમુ આચાર્ય 1998માં જ દુબઈ શિફ્ટ થઈ ગયા હતા. બંનેએ દ્રિશાને પણ ત્યાં જ ઉછેરી છે. દ્રિશા હવે તેની માતાને વ્યવસાયિક રીતે મદદ કરે છે. દ્રિશા અને કરણ બાળપણથી જ એકબીજાના સારા મિત્રો હતા. પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે, બંનેએ પોતાના સંબંધોને ખાનગી રાખ્યા હતા.