/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-26.jpg)
સ્વરા ભાસ્કર માતા બની રહી છે.
Swara Bhaskar Baby News : સ્વરા ભાસ્કર માતા બનવાની છે. બોલીવુડ અભિનેત્રીએ આ માહિતી ટ્વિટર પર ખાસ રીતે પોસ્ટ મૂકીને આપી છે. સ્વરાએ તેના પતિ ફહદ અહેમદ સાથે સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
ખાસ કેપ્શન લખી ફેન્સને ખુશ ખબરી આપી
- સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતી વખતે સ્વરાએ સુંદર કેપ્શન લખીને ફેન્સને ખુશખબર આપી છે. તેણે લખ્યું, “ક્યારેક ક્યારે તમારી બધી પ્રાર્થનાઓ એક સાથે જવાબ મળી છે. જેમ કે આપણે એક સંપૂર્ણ નવી દૂનિયામાં પગ મૂકીયે છીએ, ધન્ય, કૃતજ્ઞ, ઉત્સાહિત (અને અજાણ!)." આ પોસ્ટ મૂક્યા બાદ સ્વરાને ઘણા બધા લોકોએ અભિનંદન પાઠવ્યા છે.
Sometimes all your prayers are answered all together! Blessed, grateful, excited (and clueless! ) as we step into a whole new world! 🧿❤️✨🙏🏽 @FahadZirarAhmad#comingsoon#Family#Newarrival#gratitude#OctoberBabypic.twitter.com/Zfa5atSGRk
— Swara Bhasker (@ReallySwara) June 6, 2023
થોડા દિવસો પહેલા આ અફવા ફેલાઈ હતી
તમને જણાવી દઈએ કે સ્વરાએ ફેબ્રુઆરી મહિનામાં સમાજવાદી પક્ષના નેતા ફહદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ બંનેએ માર્ચમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું હતું. લગ્ન થોડાંક દિવસો બાદ જ સ્વરા વિશે અફવા ફેલાઈ હતી કે તે માતા બની રહી છે. સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા થઈ હતી. યુઝર્સ સ્વરાને માતા બનવા પર અભિનંદન આપવાની સાથે ટ્રોલ પણ કરી રહ્યા હતા.
આ રીતે અફવા ફેલાઈ હતી
અયોધ્યા હનુમાન ગઢીના મહંત રાજુદાસના ટ્વીટ બાદ આ સમાચાર ફેલાઈ ગયા. તેમણે નેટ ટ્વીટમાં દાવો કર્યો હતો કે સ્વરા માતા બની ગઇ છે. તેણે લખ્યું હતું કે, "સ્વરા ભાસ્કરે લગ્નના 4.5 મહિના બાદ જ એક બાળકને જન્મ આપ્યો, સમયની પહેલા કામ પૂર્ણ કરનાર ગડકરીજીને અરીસો દેખાડ્યો!!" યુઝર @harshktweetsએ લખ્યું, “સ્વરા ભાસ્કરે ત્રણ મહિના પહેલા જ મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કર્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તે માતા બની ગઈ છે, મેં આ વીડિયોમાં પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે કદાચ આવું થશે. કોઈ આ સમાચારની પુષ્ટિ કરે છે કે શું તે ખરેખર સાચા છે?
Thank you @RahulGandhi ji for your warm and sporting presence at our wedding reception and for being part of our joy.. Your humility and graciousness shine and everyone who interacted with you is now a fan :)
🙏🏽🙏🏽✨✨ #SwaadAnusaar@FahadZirarAhmad@theUdayBpic.twitter.com/ONJdbtKQ70— Swara Bhasker (@ReallySwara) March 18, 2023
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં જ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આ લગ્ન ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. બંનેના ધર્મ અલગ હોવાને કારણે ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. હવે જ્યારે અભિનેત્રીએ પ્રેગ્નન્સીની તસવીરો શેર કરીને માતા બનવાની જાહેરાત કરી છે ત્યારે લોકો ફરી આ વિશે વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us