Taapsee Pannu : બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) એ ગુરૂવારે (1 ઓગસ્ટ) તેના પતિ મેથિયાસ બો અને તેની બહેન શગુન પન્નુ સાથે પેરિસમાં તેના 37 માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેણે તેના ચાહકો સાથે ઉત્સવની ઉજવણીની ઝલક શેર કરી હતી. તાપસી પન્નુ હાલમાં પેરિસની આકર્ષક સફરનો આનંદ માણી રહી છે, તે 2024 ઓલિમ્પિક ગેમ્સમાં તેના પતિ, ભૂતપૂર્વ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મેથિયાસ બોને પણ સક્રિયપણે સમર્થન આપી રહી છે.
તાપસી પન્નુ બર્થ ડે સેલિબ્રેશન (Taapsee Pannu Birthday Celebration)
અહીં જણાવી દઈએ કે મેથિયાસ બો એક અગ્રણી બેડમિન્ટન પ્રોફેશનલ છે અને ભારતીય ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી માટે વર્તમાન કોચ અને ટ્રેનર છે. આ અઠવાડિયે, તાપસી પેરિસ ઓલિમ્પિક મેચોમાં તેના માટે ચીયર કરતી જોવા મળી હતી.
અભિનેત્રીએ તેના પતિ મેથિયાસ બો અને તેની બહેન શગુન પન્નુ સાથે તેના જન્મદિવસની ઉજવણીની એક ક્લિપ શેર કરી હતી. કેપ્શનમાં લખ્યું છે ‘જો શરૂઆત ન કરી હોય, તો દિવસનો અંત કેક સાથે થઈ શકે છે.’ વિડિયોમાં, તાપસી કેકમાં લખેલ તારીખની ભૂલ પર મજાકમાં કમેન્ટ કરે છે, મથિયાસને કહે છે કે તે તેની ઉંમર તેની સાથે તેના જન્મ વર્ષ કરતાં નીચે લખી શક્યો હોત, એવું લાગે છે કે તેનો જન્મ 1937 માં થયો હતો, પરંતુ એવું નથી કર્યું.
તાપસીએ કેક કાપતા પહેલા તેના પતિને આગામી જન્મદિવસ માટે વધુ સારી રીતે આયોજન કરવાની વધુ તકો મળે તેવી પ્રાર્થના પણ કરી હતી. વીડિયોમાં તે કહેતી સાંભળી શકાય છે, “ભગવાન જી, પ્લીઝ ઇનકો નેક્સ્ટ ટાઈમ થોડા સા જ્યાદા મૌકા દેના મેરે બર્થડે કા પ્લાનિંગ કરને કા.” તેની બહેન શગુને આ વિડીયો રેકોર્ડ કરે છે.
તાપસી પન્નુ લવ સ્ટોરી (Taapsee Pannu Love Story)
તાપસી પન્નુએ આ માર્ચમાં ઉદયપુરમાં તેના બોયફ્રેન્ડ મેથિયાસ બોએ સાથે લગ્ન કર્યા હતા. ફિવર એફએમ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે મેથિયસે તેને નવ વર્ષ પહેલાં પ્રપોઝ કર્યું હતું અને તેઓ આ વર્ષે તેના લગ્ન સુધી સગાઈમાં રહ્યા હતા. એકટ્રેસે કહ્યું, ‘મેં નવ વર્ષ પહેલા તેના પ્રસ્તાવ માટે હા પાડી હતી. તે કદાચ ઇતિહાસમાં સૌથી લાંબી સગાઈઓમાંની એક છે.’
આ દરમિયાન તાપસી પન્નુના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો વર્ષ 2013 માં ચશ્મે બદ્દૂર સાથે હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું, તે છેલ્લે ડંકીમાં જોવા મળી હતી. તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખેલ ખેલ મેં અને ફિર આયી હસીન દિલરૂબાનો સમાવેશ થાય છે.





