TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી હે મા માતાજી ગુંજશે? દયાબેનની રિ-એન્ટ્રીને લઇને અસિત મોદીનો ખુલાસો

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કરતા આ શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ દિશા વાકાણીને લઇને મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત પછી દર્શકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કરતા આ શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ દિશા વાકાણીને લઇને મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત પછી દર્શકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
TMkOC | Taarak Mehta Ka ooltah Chashmah | Disha Vakani | Taarak Mehta Ka olltah chashmah latest episode

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી હે મા માતાજી ગુંજશે?

TMKOC : લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ તકે શૉની આખી ટીમે સેલિબ્રેશન કર્યું છે અને શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ ફેન્સને એક મોટી ખુશખબરી આપી છે.

Advertisment

છેલ્લા કેટલાક દિવસોમાં મહિલા કલાકારોએ શૉના પ્રોડ્યૂસર અસિત મોદી સામે મોરચો ખોલ્યો હતો. કેટલાક કલાકારોએ શૉને અલવિદા કહી દીધું છે, જેમની જગ્યાએ નવા ચહેરા લેવામાં આવ્યા છે, છતાં આજ સુધી એક કલાકારની જગ્યા કોઈ લઈ શક્યું નથી. અહીંયા ‘દયાબેન’ના પાત્રની વાત કરવામાં આવી રહી છે. પહેલા આ શૉમાં દિશા વાકાણી ‘દયાબેન’નું પાત્ર ભજવી રહી હતી. દિશા વાકાણી 6 વર્ષથી આ શૉથી દૂર રહી હતી.

અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે, આ શૉમાં ‘દયાબેન’નું પાત્ર ભજવનાર દિશા વાકાણી કમબેક કરી રહી છે. દિશા વાકાણી આ શૉથી 6 વર્ષ સુધી દૂર રહી છે. અનેક લોકોએ અસિત મોદીને દિશા વાકાણીના કમબેક બાબતે સવાલો પૂછ્યા છે. અસિત મોદીએ અનેક વાર કહ્યું છે કે, દિશા વાકાણી માટે આ શૉના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. તેમને કોઈપણ સમયે શૉમાં પરત લેવામાં આવશે.

આ પણ વાંચો : Mrunal Thakur Net Worth : આ ફિલ્મે મૃણાલ ઠાકુરને રાતોરાત મોટી સ્ટાર બનાવી, એક્ટ્રેસ આજે કરોડોની સંપત્તિની માલિક

Advertisment

મહત્વનું છે કે, જ્યારથી દયાબેને આ શૉમાંથી એક્ઝિટ લીધી છે, ત્યારથી દર્શકો ખૂબ જ નિરાશ હતા. આ કારણોસર ફેન્સ દયાબેનની વાપસી બાબતે ખૂબ જ સવાલ કરતા હતા, ઉપરાંત શૉના રેટિંગમાં પણ ફેરફાર થયો છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ