તારક મહેતાના નિર્માતા અસિત મોદીએ દિશા વાકાણીના ચરણ સ્પર્શ કર્યા, દયાબેન સાથે રક્ષાબંધનની ઉજવણી, જુઓ વિડીયો

દિશા વાકાણી દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા | શોના નિર્માતા અસિત મોદીએ સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો શેર કર્યો છે. તેનો વીડિયો ટૂંક સમયમાં વાયરલ થયો, અને ઘણા ચાહકોએ દયાબેનને શોમાં પાછા આવવાની માંગ કરી હતી.

દિશા વાકાણી દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા | શોના નિર્માતા અસિત મોદીએ સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો શેર કર્યો છે. તેનો વીડિયો ટૂંક સમયમાં વાયરલ થયો, અને ઘણા ચાહકોએ દયાબેનને શોમાં પાછા આવવાની માંગ કરી હતી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
દિશા વાકાણી દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અસિત મોદી રક્ષા બંધન 2025

Taarak Mehta Ka Ooltah Chashmah fam Disha Vakani Dayaben Asit Modi Raksha Bandhan 2025

Taarak Mehta Ka Ooltah Chashmah Disha Vakani | તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન ગડાની આઇકોનિક ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી (Disha Vakani) એ આઠ વર્ષ પહેલાં શો શો છોડ્યો ત્યારથીજ તેની ખોટ વર્તાઈ રહી છે. અત્યાર સુધી, શોના નિર્માતા, અસિત મોદી (Asit Modi), અભિનેત્રી માટે યોગ્ય રિપ્લેસમેન્ટ પસંદ કરી શક્યા નથી. દિશા લાંબા સમયથી શોમાંથી દૂર છે, પરંતુ તાજેતરમાં તે અસિત મોદી સાથે રક્ષાબંધનની ઉજવણી કરતી જોવા મળી હતી.

Advertisment

શોના નિર્માતા અસિત મોદીએ સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો શેર કર્યો છે. તેનો વીડિયો ટૂંક સમયમાં વાયરલ થયો, અને ઘણા ચાહકોએ દયાબેનને શોમાં પાછા આવવાની માંગ કરી હતી.

અસિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરી શું કહ્યું?

તારક મહેતાના નિર્માતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરતા લખ્યું, “કેટલાક સંબંધો ભાગ્ય દ્વારા બંધાયેલા હોય છે, તે લોહીના સંબંધો નથી, પરંતુ આપણે પૂરા હૃદયથી બાંધીએ છીએ તે બંધન છે. દિશા વાકાણી મારા માટે ફક્ત 'દયા ભાભી' નથી, તે મારી બહેન જેવી પણ છે. હાસ્ય ફેલાવીને, યાદો બનાવીને અને મજબૂત બંધનો બનાવીને, આ સંબંધ સ્ક્રીનની બહાર ઘણો આગળ વધી ગયો છે. આ રક્ષાબંધન પર, મેં ફરી એકવાર તે જ અતૂટ વિશ્વાસ અને મજબૂત જોડાણનો અનુભવ કર્યો છે. મને આશા છે કે આ બંધન એ જ શક્તિ અને મીઠાશ સાથે કાયમ ટકી રહેશે.”

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોની દયાબેનના પુનઃમિલન પર પ્રતિક્રિયા

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા, એક ચાહકે લખ્યું, “નવા એપિસોડમાં તેની તેની યાદ આવી રહી છે અને લાંબા સમય પછી તેને જોઈ રહી છું.” બીજા ચાહકે કહ્યું, “દયા ભાભી જલ્દી આવો બધા તમારી રાહ જોવે છે.” ત્રીજા ચાહકે લખ્યું, “તે હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગે છે. પાછું આવવા માટે કહ્યું કે નહિ.. બસ તેને કહો કે ઘણા લોકો તેને ખૂબ યાદ કરે છે.” અગાઉ ઘણા ઇન્ટરવ્યુ અને ઇવેન્ટ્સમાં, અસિત મોદીએ ઘણીવાર દિશા વાકાણીને તેની બહેન કહી છે અને તેને શોમાં પાછી આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે.

Advertisment

શું દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે?

શોના 17 વર્ષના ઉજવણી દરમિયાન અસિત મોદીએ પણ કહ્યું હતું કે દિશાએ જે માપદંડ સેટ કર્યો છે તેના કારણે નવી દયાબેનને કાસ્ટ કરવી ખૂબ જ મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે "અલબત્ત, દયાબેનનું ત્યાં ન હોવું એ એક મોટો પડકાર છે. દિશાએ જે રીતે અભિનય કર્યો છે તેનાથી તે પાત્ર માટે એક માપદંડ સેટ કર્યો છે. તેના જેવી કોઈ વ્યક્તિ શોધવી ખૂબ જ મુશ્કેલ છે. મને ખબર નથી કે ભગવાનની ઇચ્છા શું છે, પરંતુ હું આશા રાખું છું કે જલ્દી દયાબેનને પાછી લાવીશ. હું દિલથી ઈચ્છું છું કે દિશા પાછી આવે, પરંતુ વ્યક્તિગત કારણોસર, તે આવી શકતી નથી.

Huma Qureshi The Great Indian Kapil Show | હુમા કુરેશીની માતાએ કપિલ શર્માને કહ્યું ‘હું તને બહુ મારીશ,’ જાણો કારણ

અસિત મોદી કહ્યું, 'હું વારંવાર દર્શકોને કહી રહ્યો છું કે અમે દયાને લાવીશું, પરંતુ સમસ્યાઓ ઉભી થતી રહે છે. સારા રિપ્લેસમેન્ટ શોધવા પણ મુશ્કેલ છે કારણ કે તેની ખૂબ જ મજબૂત ઇમેજ લોકોના મનમાં કોતરાયેલી છે. પરંતુ હું ટૂંક સમયમાં તમારા પ્રેમ અને સમર્થનથી આ પડકારને પાર કરીશ."

દિશા વાકાણીએ વર્ષ 2017 માં શો છોડી દીધો હતો જ્યારે તે તેના પહેલા બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. ત્યારબાદ, દિશા બીજી વખત માતા બની અને ત્યારથી તે શોમાં પાછી ફરી નથી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ