TMKOC ના ગોગીએ દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવાની અટકળો પર તોડી ચુપ્પી, કહી આવી વાત

Taarak Mehta Ka Ooltah Chashmah : 'જેઠાલાલ' ઉર્ફે દિલીપ જોશી અને 'બબીતા' ઉર્ફે મુનમુન દત્તા ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળી રહ્યા નથી. બન્નેએ શો છોડી દીધો હોવાની અટકળો થઇ રહી છે

Written by Ashish Goyal
Updated : June 28, 2025 23:18 IST
TMKOC ના ગોગીએ દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવાની અટકળો પર તોડી ચુપ્પી, કહી આવી વાત
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો માં 'ગોગી'નું પાત્ર ભજવી રહેલો સમય શાહ

Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીની લોકપ્રિય ટીવી સિરીયલ છે, જેણે લગભગ 16-17 વર્ષથી લોકોમાં પોતાની ઓળખ બનાવી રાખી છે. આ શો ની કહાની અને પાત્રો નાના બાળકોથી માંડીને પુખ્ત વયના લોકોને પસંદ કરે છે. પછી તે દિલીપ જોશીની ‘જેઠાલાલ’ની ભૂમિકા હોય કે મુનમુન દત્તાની ‘બબીતા જી’ની ભૂમિકા હોય. બધા પાત્રો લોકોમાં ફેવરિટ છે.

હાલમાં જ ખબર આવી હતી કે આ દિલીપ જોશી અને મુનમુન દત્તાએ હવે આ શોને અલવિદા કહી દીધું છે, જે બાદ પ્રશંસકો થોડા નિરાશ થયા હતા, પરંતુ દિલીપ અને મુનમુન શો છોડીને ચાલ્યા ગયા હોવાની કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. આ દરમિયાન શો માં ‘ગોગી’નું પાત્ર ભજવી રહેલા સમય શાહે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ કે સમયએ તેમના વિશે શું કહ્યું છે.

સમય શાહ ઉર્ફે ગોગીએ પ્રતિક્રિયા આપી

ટેલી ચક્કર સાથે વાત કરતા સમય શાહે દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોગીનું પાત્ર ભજવનાર સમયે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે તેઓ જઇ રહ્યા છે. આ બધી અફવાઓ છે. જો કે તેના આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે હજુ સુધી તેને લઇને કન્ફોર્મ નથી.

આ પણ વાંચો – કોણ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની નવી ભૂતની? ગોકુલધામવાસીઓને ડરાવી દીધા

જેઠાલાલ અને બબીતા લેટેસ્ટ ટ્રેક પરથી ગાયબ

તમને જણાવી દઈએ કે ‘જેઠાલાલ’ ઉર્ફે દિલીપ જોશી અને ‘બબીતા’ ઉર્ફે મુનમુન દત્તા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેટેસ્ટ ટ્રેક પરથી ગાયબ જોવા મળ્યા હતા. સાથે જ શો માં કહેવામાં આવ્યું હતું કે જેઠાલાલ બિઝનેસના કામથી બહાર છે અને બબીતા પોતાના પતિ ઐયર સાથે ફરવા ગઈ છે. આવી સ્થિતિમાં ચાહકો હવે તેની સત્તાવાર ઘોષણાની રાહ જોઈ રહ્યા છે કે તેમણે શો છોડી દીધો છે કે નહીં..

તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં ટીઆરપી ચાર્ટ પર સારું પ્રદર્શન કરી રહ્યો છે અને અનુપમાને પાછળ રાખીને ટોપ રેન્ક હાંસલ કર્યો છે. નિર્માતા અસિત મોદીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ