Taarak Mehta Ka Ooltah Chashmah : ટીવીના ફેમલ શો માંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદીએ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે દિશા વાકાણી એટલે કે ‘દયાબેન’ પાસેથી રાખડી બંધાવતા જોવા મળ્યા હતા. તેમના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા.
હવે જેનિફર મિસ્ત્રી બંસીવાલે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને ઘણી ચોંકાવનારી વાતો કહી છે. તમને જણાવી દઇએ કે, જેનિફર મિસ્ત્રી બંસીવાલ એ શો માં મિસિસ સોઢીનો રોલ કર્યો હતો. આવો જાણીએ તેમણે આ વિશે શું કહ્યું છે.
જેનિફર મિસ્ત્રીએ શું કહ્યું?
જેનિફર મિસ્ત્રીએ હાલમાં જ ફિલ્મીજ્ઞાનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે આ શો સાથે જોડાયેલા ઘણા રહસ્યો અને તેના સિક્રેટ્સ જાહેર કર્યા હતા. જ્યારે જેનિફરને સવાલ કરવામાં આવ્યો કે અત્યારે ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ‘દયાબેન’ અસિત મોદીને રાખડી બાંધી રહ્યા છે. તેના જવાબમાં જેનિફરે કહ્યું કે મેં છેલ્લા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અસિત મોદીએ તેમની સામે હાથ-પગ જોડ્યા હતા. હવે તેને કોઈક રીતે તો વાજબી ઠેરવવાનું હતું. 17 વર્ષમાં એક પણ એવો ફોટો આવ્યો નથી જ્યારે દિશાએ અસિતને રાખડી બાંધી હોય.
આ પણ વાંચો – કોણ છે સાનિયા ચંડોક? અર્જુન તેંડુલકર સાથે કરી સગાઇ, કરોડોની છે વારસદાર, જાણો સંપૂર્ણ પ્રોફાઇલ
જેનિફરે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે વીડિયો કરીને પુરો અપલોડ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દિશા અસિતજીના ઘરે ગઈ હતી. દિશા અસિતજીના ઘરે ગઈ નથી, પરંતુ અસિત અને નીલા તેમના ઘરે ગયા હતા. દિશા પ્રશંસકો તો ના પાડતી નથી તો અસિતજીને શું ના પાડશે. જો તેઓ એમ કહે કે હું રાખડી બાંધવા આવું છું. ઠીક છે તેઓ ઘણા વર્ષોથી બાંધી રહ્યા હશે, પરંતુ તે અચાનક કેમ પબ્લિકમાં જાહેર કર્યું. તેમાં દેખાઇ રહ્યું હતું કે દિશા ખૂબ જ અસહજ છે, તે હસતી પણ ન હતી.