/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Gurucharan-Singh-with-father.jpg)
Gurucharan Singh | તારક મહેતા ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ હેલ્થ અપડેટ
Gurucharan Singh | તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના સ્ટાર ગુરુચરણ સિંહ (Gurucharan Singh) ને 7 જાન્યુઆરીના રોજ ગંભીર નબળાઈના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ થોડા સમય માટે ગંભીર સ્થિતિમાં હતા. જો કે ટેલિવિઝન અભિનેતાના પિતાએ તેમની હેલ્થ અંગે અપડેટ આપી છે.
ગુરુચરણ સિંહ હેલ્થ અપડેટ (Gurucharan Singh Health Update)
ન્યૂઝ18 સાથેની એક મુલાકાતમાં, ગુરુચરણના પિતા હરગીત સિંહે કહ્યું 'વાહેગુરુની કૃપાથી મને જણાવતા આનંદ થાય છે કે તે હવે ગુરુચરણને ઘણું સારું છે. તાજેતરમાં ગંભીર નબળાઇને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા જેના કારણે તેઓ થોડા સમય હાલત ગંભીર હતી. અમારા પરિવાર માટે તે ખૂબ જ ચિંતાજનક સમય હતો, પરંતુ ભગવાનના આશીર્વાદ અને ડૉક્ટરોના પ્રયત્નોથી તે હવે ખતરાની બહાર છે. તે હાલમાં ઘરે સ્વસ્થ થઈ રહ્યો છે. ગુરુચરણે હવે નોર્મલ ખાવાનું શરૂ કર્યું છે, અને અમે ખાતરી કરીએ છીએ કે તેને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું છે. તે ગુરુદ્વારામાં સમય વિતાવવાને પણ પ્રાથમિકતા આપી રહ્યો છે.
આ પણ વાંચો: સ્કાય ફોર્સ અક્ષય કુમાર ફિલ્મ: ભારતીય વાયુસેનાના શૌર્યની શાનદાર કથા
તેમણે ઉમેર્યું, ગુરુચરણ હંમેશા તેમના કાર્ય દ્વારા પોઝિટિવિટી ફેલાવવામાં માને છે, અને તેને પ્રેમ મળે છે તે જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે. તેણે થોડું થોડું ચાલવાનું શરૂ કરી દીધું છે અને ધીમે ધીમે રૂટિન પર પાછો આવી રહ્યો છે, પરંતુ અમે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ કાળજી રાખીએ છીએ કે તે વધારે પડતીમહેનત ન કરે. અમે આશા રાખીએ છીએ કે સમય, આરામ અને કાળજી સાથે, તે તેના સંપૂર્ણ સ્વરૂપમાં પાછો આવશે.
7 જાન્યુઆરીના રોજ, ગુરુચરણ સિંહે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતે હોસ્પિટલના પલંગ પર ગંભીર હાલતમાં હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતાએ શેર કર્યું કે તે ખૂબ જ અસ્વસ્થ અનુભવી રહ્યો છે અને તેણે હોસ્પિટલના રૂમની ઝલક આપી હતી.
ગુરુચરણ સિંહ વર્ષ 2024 માં જ્યારે લગભગ એક મહિના માટે ગાયબ થઈ ગયો હતો ત્યારે ખુબજ ચર્ચામાં રહ્યો હતો. અભિનેતા એક મીટિંગમાં હાજરી આપવા માટે દિલ્હીમાં તેના ઘરેથી નીકળ્યો હતો અને લાંબા સમય સુધી પાછો ફર્યો ન હતો. જો કે એક મહિના બાદ ગુરુચરણ પાછો ફર્યો, તેના ચાહકોને ઘણી રાહત થઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us