/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Happy-Birthday-Tabu-tabu-sourceInstagram.jpg)
Happy Birthday Tabu: તબ્બુનો આજે 52મો જન્મદિવસ, અહીં અભિનેત્રીની કેટલીક હિટ ફિલ્મો પર નજર જે તમારે અચૂક જોવી જોઈએ
Happy Birthday Tabu: બોલિવૂડ બ્યુટી તબ્બુ 4 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તબ્બુ 52 વર્ષની ઉંમરે પણ ખૂબસૂરત લાગે છે. એવું લાગે છે કે તબ્બુ વધતા વર્ષો સાથે વધુ યુવાન બની રહી છે.52 વર્ષની તબ્બુ હજુ કુંવારી છે.તબ્બુએ લગ્ન ન કર્યા હોવા છતાં તે અવારનવાર તેના અફેરને કારણે ચર્ચામાં રહે છે.તે મજાક માં તેના લગ્નન કરવા પાછળનું કારણ અજય દેવગણને માને છે.
90 ના દાયકાની આ બોલીવુડ એક્ટ્રેસ તબ્બુ આજે પણ ફિલ્મોમાં એટલી એકટીવ છે. તેણે પોતાના કરિયરમાં ''દ્રશ્યમ'' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો ની સાથે સાથે હવે તે ઓટીટી પર એટલીજ એકટીવલી ફિલ્મમો આપી રહી છે. અહીં જણાવી દઈએ કે, તબ્બુનો જન્મ 4 નવેમ્બર 1971 માં હૈદરાબાદમાં થયો હતો. તેનું આખું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે.
તબ્બુનું કરિયર:
હૈદરાબાદમાં જન્મેલી તબ્બુએ ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત નાનપણમાં જ કરી દીધી હતી. તેણે પહેલી ફિલ્મ દેવાનંદ સાથે કરી હતી, જેનું ટાઇટલ "હમ નૌ જવાન'' હતું. વર્ષ 1994 માં આવેલી ફિલ્મ '' પહેલા પહેલા પ્યાર'' થી કરી પરંતુ તેની ઓળખ અજય દેવગણની ફિલ્મથી થઇ હતી.
તબ્બુની કારકિર્દી પર નજર કરીએ તો, તેણીએ ભજવેલી કેટલીક ભૂમિકાઓને ભૂલી શકાતી નથી. તેણે 'અસ્તિત્વ', 'ચાંદની બાર', 'મકબૂલ', 'ચીની કમ', 'માચીસ' અને તાજેતરમાં 'અંધાધૂન', 'દ્રશ્યમ', 'ભૂલભૂલૈયા 2' અને 'ભોલા'માં તેની અદભૂત ભૂમિકાઓ ભજવી છે.
''અંધાધૂન'માં આયુષ્માન ખુરાના અને રાધિકા આપ્ટે ફર્સ્ટ હાફની ભૂમિકા ભજવે છે . પરંતુ તબ્બુની એન્ટ્રી પછી આ બંને એક્ટર્સે ભૂલી જવું પડ્યું. તેણે 'દ્રશ્યમ', 'દ્રશ્યમ 2', 'ભોલા' જેવી ફિલ્મોમાં પોલીસની ભૂમિકા ભજવી હતી. તાજેતરની 'ખુફિયા'માં તેણે એજન્ટની ભૂમિકા એટલી અદભૂત રીતે ભજવી છે કે તે આખી ફિલ્મમાં યાદગાર છે. અહીં જુઓ તબ્બુની હિટ ફિલ્મો જે તમારા વિકેન્ડને શાનદાર બનાવશે.
તબ્બુની હિટ ફિલ્મો:
અંધાધુનએ 2018ની ભારતીય હિન્દી-ભાષાની બ્લેક કોમેડી ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે જે શ્રીરામ રાઘવન દ્વારા સહ-લેખિત અને નિર્દેશિત છે. તેમાં તબ્બુ, આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને અનિલ ધવન છે. આ ફિલ્મ એક અંધ પિયાનો પ્લેયરની સ્ટોરી છે જે અજાણતા નિવૃત્ત અભિનેતાની હત્યામાં ફસાઈ જાય છે.'અંધાધૂન'માં આયુષ્માન ખુરાના અને રાધિકા આપ્ટે ફર્સ્ટ હાફની ભૂમિકા ભજવે છે . પરંતુ તબ્બુની એન્ટ્રી પછી આ બંને એક્ટર્સે ભૂલી જવાયા, તે એકલી જ કાફી લાગી છે.
આ પણ વાંચો: ઉર્ફી જાવેદની આવા કપડા પહેરવાને પગલે ધરપકડ, વીડિયો જોઇને યૂઝર્સે કરી કોમેન્ટ, શું આ ઉર્ફીનો નવો ડ્રામા છે?
હૈદર એ 2014 ની ભારતીય હિન્દી-ભાષાની ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે જેનું ડિરેકશન વિશાલ ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેને સિદ્ધાર્થ રોય કપૂર સાથે સહ-નિર્માણ કર્યું હતું, અને ભારદ્વાજ અને બશારત પીર દ્વારા લખવામાં આવ્યું હતું. તેમાં શાહિદ કપૂર, તબ્બુ, કે કે મેનન, શ્રદ્ધા કપૂર અને ઈરફાન ખાન છે.તબ્બુ આ ફિલ્મમાં શાહિદ કપૂરની માતાનો રોલ ભજવે છે.અહીં જણાવી દઈએ કે, તબ્બુની આ ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા છે.
ખુફિયા ફિલ્મએ 2023ની બોલીવુડની જાસૂસી થ્રિલર ફિલ્મ છે જે વિશાલ ભારદ્વાજ દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત છે. આ ફિલ્મ અમર ભૂષણની જાસૂસી નવલકથા એસ્કેપ ટુ નોવેર પર આધારિત છે. તેમાં તબુ, અલી ફઝલ અને વામીકા ગબ્બી છે.આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ કરવામાં આવી હતી.આ ફિલ્મમાં તબ્બુ જાસૂસની ભૂમિકા અદભુત રીતે નિભાવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us