Tamanna Bhatia Vijay Varma | બોલિવૂડ એકટ્રેસ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) અને વિજય વર્મા (Vijay Varma) હંમેશા જાહેર સ્થળોએ એકબીજા સાથે કમ્ફર્ટેબલ જોવા મળે છે. એટલું જ નહીં, બંને એકબીજાના સૌથી મોટા ચાહક રહ્યા છે, પરંતુ તાજેતરમાં જ એવું બહાર આવ્યું છે કે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. બોલિવૂડના પાવર કપલ્સના અલગ થવાના ન્યુઝ ચાહકો માટે ખરાબ છે. હા, અહેવાલો અનુસાર, આ કપલનું બ્રેકઅપ થઈ ગયું છે. સ્ટાર્સ અલગ થઈ ગયા છે. પરંતુ શું હોઈ શકે છે તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) અને વિજય વર્મા (Vijay Varma) ના બ્રેક અપનું કારણ?
તમન્ના ભાટિયા વિજય વર્મા (Tamanna Bhatia Vijay Varma)
પાવર કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્માએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી એકબીજાના ફોટા પણ દૂર કરી દીધા છે. જોકે, થોડા દિવસો પહેલા સમાચાર આવી રહ્યા હતા કે કપલ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
તમન્ના ભાટિયા વિજય વર્મા બ્રેકઅપ (Tamanna Bhatia Vijay Varma Breakup)
પિંકવિલાના એક અહેવાલ મુજબ, વિજય અને તમન્નાએ થોડા અઠવાડિયા પહેલા તેમના સંબંધોનો અંત લાવ્યો હતો પરંતુ તેમણે મિત્રો રહેવાનું નક્કી કર્યું છે. તેઓ એકબીજાનો ખૂબ આદર કરે છે અને તેમની વચ્ચે કોઈ કડવાશ નથી. બંને કલાકારો તેમના કામના વ્યસ્તતાને કારણે હાલમાં તેમના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. જોકે, વિજય કે તમન્નાએ બ્રેકઅપના સમાચાર પર સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
તમન્ના ભાટિયા વિજય વર્મા લવ સ્ટોરી (Tamannaah Bhatia Vijay Varma Love Story)
તમન્ના ભાટિયા અને વિજય પહેલી વાર 2023 માં લસ્ટ સ્ટોરીઝ 2 ના સેટ પર મળ્યા હતા અને સાથે સ્ક્રીન શેર કરી હતી. સાથે શૂટિંગ કરતી વખતે તેઓ મિત્રો બન્યા અને ટૂંક સમયમાં જ ડેટિંગ શરૂ કરી અને દુનિયા સમક્ષ તેમના સંબંધોની જાહેરાત કરી. તેઓ ઘણીવાર ઘણી પાર્ટીઓ અને એવોર્ડ ફંક્શનમાં સાથે જોવા મળે છે. વિજય અને તમન્નાહ એક પાવર કપલ માનવામાં આવતા હતા, જેમણે એકબીજાને ખૂબ ટેકો આપ્યો છે.