Tanisha Mukherjee | બોલીવુડ અભિનેત્રી અને પીઢ અભિનેત્રી તનુજાની પુત્રી અને કાજોલની બહેન તનિષા મુખર્જી (tanisha mukherjee) એ તાજેતરમાં જ તેના ખૂબ જ પ્રસિદ્ધ સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણે અરમાન કોહલી સાથેના બ્રેકઅપ વિશે વાત કરી હતી જેની સાથે તેનો રોમાંસ રિયાલિટી શો બિગ બોસ 7 માં તેમના કાર્યકાળ દરમિયાન શરૂ થયો હતો.
તનિષા મુખર્જી (tanisha mukherjee) એ અરમાન કોહલી ઉપરાંત અભિનેતા ઉદય ચોપરા સાથેના બ્રેકઅપ દરમિયાન થયેલા હાર્ટબ્રેક વિશે પણ વાત કરી હતી.અહીં જાણો
તનિષા મુખર્જી ઉદય ચોપરા સાથેના બ્રેકઅપ પર કર્યો ખુલાસો
તનિષા મુખર્જીને તાજતેરમાં પિંકવિલા સાથેની વાતચીતમાં, અરમાન કોહલી સાથેના તેના બ્રેકઅપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “એ એટલું વધારે હાર્ટબ્રેક ન હતું. કદાચ લોકોને લાગ્યું હશે કે મીડિયાએ તેના વિશે આ રીતે વાત કરી હતી, પરંતુ વ્યક્તિગત રીતે તે એટલું વધારે દુઃખ થયું નહીં.”
બિગ બોસના ઘરમાં તનિષા અને અરમાનના રોમાંસે ખૂબ જ ચર્ચા જગાવી હતી, અને શો પૂરો થયા પછી પણ આ કપલે થોડા મહિનાઓ સુધી ડેટિંગ કર્યું હતું. જોકે, લગભગ એક વર્ષ ડેટિંગ કર્યા પછી, તેઓ આખરે અલગ થઈ ગયા હતા.
તનિષાનો બીજો ખૂબ જ ચર્ચિત સંબંધ તેના નીલ ‘એન’ નિક્કીના સહ-અભિનેતા ઉદય ચોપરા સાથેનો હતો. તેણે સ્વીકાર્યું કે ડેટિંગ શરૂ કરતા પહેલા તેઓ સારા મિત્રો હતા તેથી તેમના બ્રેકઅપને સહન કરવું તેના માટે વધુ મુશ્કેલ હતું. તેણે કહ્યું, “ત્યારે મારુ (ઉદય ચોપરા) કે સાથ બ્રેકઅપ થયું ત્યારે મારું દિલ વધુ તૂટી ગયું હતું. કારણ કે અમે મિત્રો હતા. અમે ખૂબ નજીક હતા અને અમે એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખીએ છીએ.”
અનેક દુઃખોનો સામનો કરવા છતાં, તનિષાએ ખુલાસો કર્યો કે તે સકારાત્મક રહેવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે “હું એવી વ્યક્તિ છું જે હંમેશા વસ્તુઓની સારી બાજુ જોવ છું. હું તેને રોકી શકતી નથી. હું માનું છું કે જે કંઈ થાય છે તે સારા માટે થાય છે.” તેણે ઉમેર્યું, “આ જીવનનો એક ભાગ છે પછી તમે તેને પાર કરો અને આગળ વધો.”
તેણે કહ્યું, “મને નથી લાગતું કે હું કડવાશ અનુભવી રહી છું પણ મને સમજાયું કારણ કે તે સારું નથી કારણ કે તમે તમારા પહેલા કે બીજા સંબંધમાં જેટલા ઓપન હતા તેટલા આ સંબંધોમાં નથી.”
જ્યારે તનિષાને તેની સામનો કરવાની પદ્ધતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “આપણા બધામાં નકારાત્મક વૃત્તિઓ હોય છે.” તેણે સમજાવ્યું કે તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. તનિષાએ ઉમેર્યું, “જો તે કોઈ કામની બાબત છે જેનાથી હું નારાજ છું, તો મારે ચોક્કસપણે મારી મમ્મી સાથે તેના વિશે વાત કરવાની જરૂર છે. સામાન્ય રીતે, તે ફક્ત મારી મમ્મી સાથે કરું છું .”
તનિષા મુખર્જી છેલ્લે 2024 માં આવેલી ફિલ્મ લવ યુ શંકરમાં જોવા મળી હતી. તેણે વર્ષ 2023 માં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 11 માં પણ ભાગ લીધો હતો.