TMKOC Raj Anadkat: રાજ અનડકટ ફેઇમ ટપ્પૂ ફરી ચર્ચામાં, શું બબીતાજી લગ્ન કરવા જઇ રહ્યા છે? જાણો

રાજ અનડકટે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પછી ફેન્સમાં એવી ચર્ચા જાગી છે કે ટપ્પુ (રાજ અનડકટ) અને બબીતા (મુનમુન દત્તા) ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.

રાજ અનડકટે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પછી ફેન્સમાં એવી ચર્ચા જાગી છે કે ટપ્પુ (રાજ અનડકટ) અને બબીતા (મુનમુન દત્તા) ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Tappu and Babita Weddig | Raj Anadk | Raj Anadkt MunMun Dutta | Raj Anadkt Networth

ટપ્પુ અને બબીતાજી લગ્ન કરવા જઇ રહ્યા છે?

Raj Anadkat News in Gujarati: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો ટપ્પૂ ઉર્ફ રાજ અનડકટ શો છોડવા અને બબીતાજી સાથેના રિલેશનશીપને લઇને સતત ચર્ચામાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ શેયર કરતાં તે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નવી શરુઆત સાથેની પોસ્ટને લઇને તે ટ્રેન્ડિંગ થઇ રહ્યો છે. શું તે બબીતા સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે? આ ચર્ચા જોરશોરથી ઉઠી રહી છે. આ સંજોગોમાં રાજ અનડકટે યૂટ્યૂબ ચેનલ પર પોતાનો વીડિયો શેયર કરી પોતાનો જવાબ આપ્યો છે.

Advertisment

રાજ અનડકટ આ દિવસોમાં પોતાની અંગત જીંદગીને લઇને ચર્ચામાં રહે છે. ઘણા સમયથી તેનું નામ બબીતા ઉર્ફ મુનમુન દત્તા સાથે જોડવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રાજ અનડકટની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ પછી ફેન્સ રાજ અનડકટ અને મુનમુન દત્તા ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી અટકળો ખેંચી રહ્યા છે.

રાજ અનડકટે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં એક્ટર હસતાં-હસતાં એક કાગળ પર સહી કરતો જોવા મળે છે. આ ફોટો શેર કરતી વખતે રાજ અનડકટે કેપ્શનમાં લખ્યું કે, નવી 'શરૂઆત'.

રાજ અનડકટની આ પોસ્ટ પર ચાહકો વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તમારી નવી શરૂઆત માટે તમને ખુબ ખુબ અભિનંદન. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, તમારા બધા સપના સાકાર થાય.

Advertisment

રાજ અનડકટે જણાવ્યું કારણ

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરતાં ટ્રેન્ડિંગમાં આવેલા રાજ અનડકટે થોડી વાર પછી યૂ ટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેયર કરી પોતાની નવી ઇનિંગ અને તારક મહેતા શો છોડવા અંગેના કારણ જણાવ્યા. ટપ્પૂ રોલથી જાણીતા બનેલા રાજ અનડકટે જણાવ્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મેં 5 વર્ષ કામ કર્યું, જો હું ખોટો ન હોઉતો મે અંદાજે 1 હજાર કરતાં વધુ એપિસોડમાં કામ કર્યું છે. પરંતુ એક એક્ટર તરીકે મારે આગળ વધવું હતું અને કરિયરમાં ગ્રોથ કરવો હતો. હું અભિનયમાં વિવિધ રોલ નિભાવવા ઇચ્છું થું અને સાથોસાથ જીંદગીમાં પણ આગળ વધવા ઇચ્છું છું એટલે જ મેં શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે રાજ અનડકટ 27 વર્ષનો છે અને મુનમુન દત્તા 36 વર્ષની છે. હવે વાત કરીએ રાજ અનડકટની નેટવર્થ વિશે તો તે તેની લકઝરી લાઇફ માટે જાણીતો છે. રાજ માત્ર ટીવીની દુનિયામાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ ખુબ લોકપ્રિય છે. યૂટ્યૂબ ચેનલ પર તેના લગભગ 2 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ એક દિવસના શૂટિંગ માટે 55થી 60 હજાર રૂપિયા ફી લે છે. આનાથી તે એક મહિનામાં લાખો રૂપિયા કમાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા તેણે સીરિયલ મહાભારત અને એક મુઠ્ઠી આસમાનમાં કામ કર્યું હતું.

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા સામે ED એ કરી મોટી કાર્યવાહી, 97 કરોડની સંપત્તિ જપ્ત

મળતી માહિતી અનુસાર, રાજ અનડકટ 18 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. રાજ યૂટ્યૂબ દ્વારા 29 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ સિવાય રાજ પાસે મુંબઇમાં એક એપાર્ટમેન્ટ પણ છે.

celebrities મનોરંજન ન્યૂઝ