Tara Sutaria-Veer Pahariya Relationship | તારા સુતારિયા (Tara Sutaria) અને વીર પહારિયા (Veer Pahariya) દુનિયાને તેમના સંબંધ વિશે જણાવવા દરેક શક્ય તેટલા પ્રયાસ કરી રહ્યા છે. સુતારિયા તાજેતરમાં હ્યુન્ડાઈ ઈન્ડિયા કોચર વીકમાં રનવે પર ચાલી હતી, અને તેનો પાર્ટનર, વીર પહારિયા પ્રેક્ષકોમાં તેના માટે ચિયર્સ કરી રહ્યો હતો. ત્યારબાદની આ કપલની એક પળ વાયરલ થઇ રહી છે,
ડિઝાઇનર ઇશા જાદુજિયાના નવીનતમ કલેક્શનનું પ્રદર્શન કરતી મોડેલોમાં તારા સુતારિયા એક હતી, જ્યારે વીર પહારિયાએ ભીડમાંથી તેને ચિયર્સ કરી રહ્યો હતો. ત્યારે તારા સુતારિયાએ વીર પહારિયાને ભીડમાં પણ ફ્લાઈંગ કિસ આપી, આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
તારા સુતરીયા વીર પહારિયા ડેટિંગ (Tara Sutaria Veer Pahariya Dating)
તારા સુતરીયા વીર પહારિયા બંને વચ્ચે ડેટિંગની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે, અને તકનીકી રીતે બંનેમાંથી કોઈએ પણ મૌખિક રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ ઇન્સ્ટાગ્રામ પરની કમેન્ટ, તેમનો તાજેતરનો એરપોર્ટ લુક અને હવે રેમ્પ વોકનો આ પળ આ સંબંધને પુષ્ટિ આપે છે. તારા ડિઝાઇનર ઇશા જાજોડિયાના ‘રોઝરૂમ’ નામના લેટેસ્ટ કલેકશનનું પ્રદર્શન કરી રહી હતી, જ્યારે તે ભવ્ય ગોલ્ડન ગાઉન પહેરીને રેમ્પ પર ચાલી રહી હતી. બીજી બાજુથી પાછી ફરતી વખતે વીરની નજર તેની પાછળ રહી છે.
તારા સુતરીયા અને વીર પહારિયા વિશે
વીર એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, તેના દાદા સુશીલકુમાર શિંદે હતા, જે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. તેના પિતા એક સફળ ઉદ્યોગપતિ છે, અને તેની માતા સોબો ફિલ્મ્સના સ્થાપક છે. અભિનેતાએ બોલિવૂડમાં મજબૂત શરૂઆત કરી હતી, તેની પહેલી ભૂમિકા અક્ષય કુમાર સાથે સ્કાયફોર્સમાં હતી. બીજી બાજુ, તારા સુતરીયા એવા પરિવારમાંથી નથી જેનો ઉદ્યોગ કે વ્યવસાય પર કોઈ પ્રકારનો મજબૂત પ્રભાવ હોય. તેણે બેસ્ટ ઓફ લક નિક્કી, ઓયે જસ્સી અને ધ સ્યુટ લાઈફ ઓફ કરણ એન્ડ કબીર જેવા લોકપ્રિય ટેલિવિઝન શોમાં દેખાઈને લોકપ્રિયતા મેળવી હતી.
તારા સુતરીયા ડેટિંગ (Tara Sutaria Dating)
તારા સુતરીયાએ અગાઉ રણબીર કપૂરના પિતરાઈ ભાઈ આધાર જૈનને ડેટ કરી હતી, જેના તાજેતરમાં જ અલેખા અડવાણી સાથે લગ્ન થયા હતા, અને સમારંભ દરમિયાન તેમના ભૂતકાળના સંબંધો વિશેના ભાષણે ખૂબ જ હલચલ મચાવી દીધી હતી.
વીર પહારિયા ડેટિંગ (Tara Sutaria Dating)
કેદારનાથમાં ડેબ્યૂ કરતા પહેલા વીર પહારિયા સારા અલી ખાન સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. કોફી વિથ કરણના એક એપિસોડમાં સારાએ જાન્હવી કપૂરને કહ્યું કે તે વીર સાથે ડેટ કરી રહી છે તે જ સમયે જાન્હવી તેના ભાઈ શિખર પહારિયાને ડેટ કરી રહી છે.





