આ મુવીથી એકટિંગ કરિયરની શરૂઆત, કોઈ પ્લાન બી નહોતો, તારા સુતારિયાએ કરિયરથી લઈને હેલ્થ વિશે કર્યા ખુલાસા

તારા સુતારિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્રોથ, નવું શીખવાની સફર કહે છે. તે કહે છે કે 'દર વર્ષે મને મારા વિશે અને આ કારીગરી વિશે કંઈક નવું શીખવ્યું છે

Written by shivani chauhan
November 19, 2025 10:45 IST
આ મુવીથી એકટિંગ કરિયરની શરૂઆત, કોઈ પ્લાન બી નહોતો, તારા સુતારિયાએ કરિયરથી લઈને હેલ્થ વિશે કર્યા ખુલાસા
તારા સુતારિયા મુવીઝ હેલ્થ ટિપ્સ ડાયટ ફિટનેસ રૂટિન મનોરંજન સેલિબ્રિટીઝ બર્થડે। Tara Sutaria movies Health tips Diet Fitness Routine tips in gujarati

તારા સુતારિયા (Tara Sutaria) એક એવી એક્ટ્રેસ છે તેણે બહુ ઓછા સમયમાં પોતાનું નામ બનાવ્યું છે, તે જ્યારે પણ બહાર નીકળે છે પછી ભલે તે કોઈ કાર્યક્રમ માટે હોય, ડિનર માટે હોય કે રેમ્પ પર હોય, ત્યારે તારા સુતારિયા ફેન્સનું મન મોહી લે છે.

તારા સુતારિયા મુવીઝ

2019 માં સ્ટુડન્ટ ઑફ ધ યર 2 થી ડેબ્યૂ કરનારી આ અભિનેત્રીએ ત્યારથી તડપ, હીરોપંતી 2 અને એક વિલન રિટર્ન્સમાં કામ કર્યું છે. તેને જયારે પૂછવામાં આવ્યું કે આ હંમેશા પ્લાન હતા ત્યારે તેણે કહ્યું કે “ખરેખર ક્યારેય કોઈ પ્લાન B નહોતો.” indianexpress.com સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં તારાએ તેની સફર, અભિનેતા બનવાના ઉતાર-ચઢાવ, તેના ડાયટ, ફિટનેસ, ફેવરિટ નાસ્તા વગેરે વિશે ખુલીને વાત કરી હતી.

તારા સુતારિયા કરિયર

તારા સુતારિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિકાસ, શીખવાની અને સ્વ-શોધની સફર કહે છે. તે કહે છે કે ‘દર વર્ષે મને મારા વિશે અને આ કારીગરી વિશે કંઈક નવું શીખવ્યું છે.’ એકટ્રેસને જયારે કોઈ પ્લાન બી હતો? તે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, ‘હું હંમેશા પર્ફોર્મ કરવા માંગતી હતીપછી ભલે તે ગાવાનું હોય, ડાન્સ કરવાનું હોય કે અભિનય કરવાનું હોય. ખરેખર ક્યારેય કોઈ પ્લાન બી નહોતો.

તારા સુતારિયા મેન્ટલ હેલ્થ પર શું કહે છે?

તારા સુતારિયા કહે છે કે ‘એવા કપરા સમયમાં મેન્ટલ હેલ્થ પર અસર થાય છે. પરંતુ મેં મારી જાતને કેન્દ્રિત કરવાનું શીખી લીધું છે; પરિવાર, મ્યુઝિક અને મારા ડોગી સાથે સમય વિતાવવાથી મને સ્થિર રહેવામાં મદદ મળે છે.

તારા સુતારિયા ફિટનેસ રૂટિન અને શોખ

તારા સુતારિયાને પિલેટ્સ અને ડાન્સ ખૂબ ગમે છે. તે તેને શારીરિક અને માનસિક રીતે મજબૂત અને ખુશ રાખે છે. એકટ્રેસને ટ્રાવેલિંગ પણ ખુબજ પસંદ છે તેનું ફેવરિટ પ્લેસ ઇટાલી છે તે કહે છે કે, ‘ ઇટાલીનો દરેક ખૂણો કલા અને રોમાંસ જીવંત થાય તેવું લાગે છે.તેના વિશલિસ્ટમાં જાપાન દેશ સામેલ છે, તે કહે છે કે, ‘હું તેની સંસ્કૃતિ, ડિઝાઇન અને શિસ્તથી આકર્ષિત છું.’

તારા સુતારિયા હેલ્થ ટિપ્સ

તારા સુતારિયા તેના હેલ્થ સિક્રેટ અને સ્કિન સિક્રેટ વિશે પૂછવામાં આવેલ પ્રશ્ન વિશે કહ્યું કે હું સારી ઊંઘ લાઉ છું, પૂરતા પ્રમાણમાં પાણી પીવું છું અને સ્કિન માટે ઓછામાં ઓછા કોસ્મેટિક્સ પ્રોડક્ટસ યુઝ કરું છું.

તારા સુતારિયા ડાયટ

તારા સુતારિયા દિવસની શરૂઆત તેના વર્કઆઉટ પહેલાં કૃતજ્ઞતા, થોડોવાર માટે શાંત બેસવાનું અને પછી અને હર્બલ ચાથી શરૂઆત કરું છું. તારા સુતારિયા ફૂડી છે, પરંતુ હું બધું જ સંયમિત રીતે ખાઉં છું. મારા દિવસમાં સામાન્ય રીતે તાજા ફળો, ઘરે બનાવેલા ભોજન અને પુષ્કળ પાણીનો સમાવેશ થાય છે.

તારા સુતારિયાની વીકનેસ ચિપ્સ છે તેની પ્રિય છે તે કહે છે કે, ‘જ્યારે હું સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ખાવાનું ક્રેવ કરું છું ત્યારે ચિપ્સ ખૂબ જ મજેદાર સ્વાદ લાગે છે. તારા સુતારિયા સુખાકારી માટે સારી ઊંઘ લેવામાં અને શરીરનું ધ્યાન રાખવામાં માને છે. તે કહે છે કે ‘મને ઘરે રહેવું ખુબજ ગમે છે તે કહે છે કે હું ઘરે હોઉં તો રસોઈ બનાવતી હોઉં છું કે મ્યુઝિક વગાડતી હોઉં છું ત્યારે મને સૌથી વધુ ખુશી થાય છે.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ