Rakul Preet Singh બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અમદાવાદની મહેમાન બની હતી. રકુલ પ્રીત સિંહ અમદાવાદમાં ચાલી રહેલી ટેનિસ પ્રીમિયર લીગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હૈદરાબાદ સ્ટ્રાઈકર્સને સપોર્ટ કરતી જોવા મળી હતી.
ટેનિસ પ્રીમિયર લીગમાં જોડાવવા અંગે રકુલ પ્રીત સિંહે કહ્યું હતું કે આ ટીપીએલની સાતમી સિઝન છે અને હું છેલ્લા છ સિઝનથી ટીપીએલ સાથે જોડાયેલી છે. મને પ્રેરણા છે કારણ કે હું થોટ પ્રોસેસમાં વિશ્વાસ કરું છું સ્પોર્ટ્સ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. સ્પોર્ટ્સથી ફક્ત ફિઝિકલ ડેવલપમેન્ટ જ નહીં, મેન્ટલ, ઇમોશનલનો ખ્યાલ રખાય છે. મને સ્પોર્ટ્સ પ્રત્યે પેશન હતું અને જ્યારે મારી પાસે આ ટેનિસની તક આવી ત્યારે ટીપીએલને જોઇને તેના વિઝનને જોઇને મને લાગ્યું કે આ લીગ આગળ વધશે. ટીપીએલ ઘણું સારું કામ કરી રહી છે. ટેનિસ માટે એક સ્પેસ ક્રિએટ કર્યો છે યુવાઓ માટે જે પહેલા ઇન્ડિયામાં ન હતો.
હું આશા કરીશ કે આગામી સમયમાં ઓલિમ્પિક પણ રમાય
અમદાવાદમાં ટીપીએલ રમાવવા પર અને અમદાવાદમાં રમાનાર 2030માં કોમનવેલ્થ ગેમ્સ પર રકુલ પ્રીત સિંહે કહ્યું કે હું આભાર માનવા માંગીશ સરકારનો જેમણે આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. જેનાથી આગળ 2030માં કોમનવેલ્થ રમાશે. હું આશા કરીશ કે આગામી સમયમાં ઓલિમ્પિક પણ રમાય.
આ પણ વાંચો – કૃતિકા કામરા ‘બ્રેકફાસ્ટ વિથ’ ગૌરવ કપૂર સાથેના ફોટા શેયર કરી શું કહી રહી છે? જાણો શું છે મામલો
મહિલા પણ સ્પોર્ટ્સના ક્ષેત્રમાં આગળ વધી રહી છે તેવા સવાલ પર રકુલ પ્રીતે કહ્યું કે એકદમ સારી વાત છે. હાલમાં જ મહિલાએ વર્લ્ડ કપ જીત્યો છે મહિલા સીનિયર ખેલાડીઓને ઓળખે છે. ટેનિસમાં સાનિયા મિર્ઝાએ સૌથી પહેલા આપણને ગ્લોબલી ઓળખ અપાવી. હું આશા કરીશ કે આ પ્રકારની લીગ સફળ રહે અને યુવતીઓને તક મળે, યુવાઓને તક મળે.
સ્પોર્ટ્સમાં ફિટનેસના મહત્વ પર રકુલ પ્રીત સિંહે કહ્યું કે સ્પોર્ટ્સમાં ફિટનેસ ઘણી જરુરી છે. સ્પોર્ટ્સ પર્સન પાસે સ્ટેમિના નથી, સ્ટ્રેન્થ નથી તો તમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકો નહીં.





