/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/sahid-kapoor-kriti-sanon-.jpg)
શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું
શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા શાહિદ અને કૃતિ પહેલીવાર પડદા પર એક સાથે ધૂમ મચાવશે. ત્યારે ફેન્સ બંને સ્ટાર્સની જોડીને પડદા પર જોવા માટે ઉત્સુક છે. આ વચ્ચે મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું ટ્રેલર રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર લાગે છે.
ટ્રેલર જોઈને ફિલ્મની સ્ટોરીનો અંદાજ લગાવી શકાય છે. ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં કૃતિ સેનન શાહિદ કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તે એક અમેરિકન છોકરીની સિફરાનો રોલ પ્લે કરતી જોવા મળી રહી છે, જે ભારતીય પરિવારમાં વહુ તરીકે આવશે અને બધાને હેરાન કરી દેશે. ટ્રેલરના અંતમાં બતાવવામાં આવ્યું છે કે સિફરા (ક્રિતી સેનન) છોકરી નથી પણ વાસ્તવમાં એક રોબોટ છે.
Get ready to experience the biggest family entertainer of the year! 😍🤖
🔗 - https://t.co/K8rANKVEZ4
Trailer out now!#TeriBaatonMeinAisaUljhaJiya in cinemas this valentine's week, 9th February 2024!@kritisanon#DharmendraDeol#DimpleKapadia#RakeshBedi#AnubhaFatehpuria…— Shahid Kapoor (@shahidkapoor) January 18, 2024
મહત્વનું છે કે, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું ટ્રેલર શાહિદ કપૂર અને કૃતિ સેનનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી લઈને ગીતો સુધી દર્શકોને ફિલ્મમાં જકડી રાખશે. ડાયરેક્ટર અમિત જોશી અને આરાધના શાહની ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન સિવાય ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા અને રાકેશ બેદી સહિતના ઘણા દિગ્ગજ એક્ટર્સ જોવા મળશે.
‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ આ વર્ષે વેલેન્ટાઈન વીકમાં રિલીઝ થવા માટે તૈયાર છે. શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us