Thamma Review | આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને રશ્મિકા મંદાના (rashmika Mandanna) ની ફિલ્મ થમ્મા આજે 21 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાથે, હોરર કોમેડી બ્રહ્માંડની વધુ એક ફિલ્મ બજારમાં આવી છે. થમ્મા મેડોક હોરર કોમેડી યુનિવર્સની પાંચમી ફિલ્મ છે, જેમાં સ્ત્રી, ભેડિયા અને મુંજ્યા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મ ભારતભરમાં 4000 સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે.
દિવાળી પર બીજી કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ ન થતાં, બ્લોકબસ્ટર દિવસની અપેક્ષા છે, જોવાનું એ છે કે તે ગયા વર્ષથી દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મો કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 અને અજય દેવગણની સિંઘમ રિટર્ન્સ ની પ્રભાવશાળી ઓપનિંગ કરતાં પાછળ છે કે આગળ?
થામા રીવ્યુ (Thamma Review)
થામાના પહેલા સીનમાં જણાવાયું છે કે ભારતના જંગલોમાં એક રાક્ષસના હુમલામાં એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું હતું. ફિલ્મનો પ્લોટ પહેલા સીનથી જ શરૂ થાય છે. શરૂઆતથી જ આપણે મનુષ્યો અને વેમ્પાયર વચ્ચેનું યુદ્ધ જોઈએ છીએ. રશ્મિકા, એક વેમ્પાયર, આયુષ્માન ખુરાનાનો જીવ બચાવે છે, જે એક પત્રકારની ભૂમિકા ભજવે છે, નવાઝુદ્દીન સિદ્દીકીના ડાયલોગ બેસ્ટ છે અને આયુષ્માન ખુરાનાની એકટિંગ પણ પરફેક્ટ છે. સ્ટોરી બેતાલની જેવી છે. પરેશ રાવલનો રોલ તમને મનોરંજનક લાગી છે પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકી બીજા બધાને પાછળ છોડી દે છે.
રશ્મિકા મંદાના સ્ક્રીન પર ફક્ત આકર્ષક છે, પરંતુ તેનું પાત્ર એકદમ અસ્પષ્ટ છે. તેની ડાયલોગ ડિલિવરી પણ નબળી અને બિનઅસરકારક છે, જેના કારણે સીન સંપૂર્ણપણે ભાવનાહીન બની જાય છે. અભિષેક બેનર્જી એક નાનકડી ભૂમિકા ભજવે છે અને તે ફક્ત થોડા સમય માટે યાદગાર છે.